સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. સુમુલ ડેરીની ચૂંટણી માટે ફોર્મ તો ભરાઈ ગયા છે, હવે રાહ જોવાઈ રહી છે મતદાનના દિવસની અને તેના પરિણામની. આ દરમિયાન 12 કરોડથી વધુના ટર્નઓવરવાળી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોની સુરક્ષા માટે અજ્ઞાતવાસમાં લઈ જવાની તૈયારી કરી રહી છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થા પૂરતી સીમિત ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. વાર્ષિક 12 હજાર કરોડ રૂપિયાથી વધુનું જંગી ટર્ન ઓવર ધરાવતી આ ડેરીની સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. સુમુલ ડેરીના અર્થતંત્ર પર કબજો મેળવવા માટે લાંબા સમયથી પડદા પાછળની ગતિવિધિઓ ચાલી રહી હતી, જે હવે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે સપાટી પર આવી ગઈ છે.

સુમુલ ડેરીની કુલ 16 બેઠકો માટે પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સત્તાધારી પક્ષ દ્વારા ભારે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ પ્રચંડ આર્થિક સામ્રાજ્ય ધરાવતી સંસ્થાની ચૂંટણીમાં સત્તા અને સંપત્તિનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે વિરોધ પક્ષે આક્રમક વલણ અખત્યાર કર્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આજે સુમુલ ડેરીની ફોર્મ ચકાસણીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થયું છે કે કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભારતીય જનતાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જોકે, કોંગ્રેસનો આક્ષેપ છે કે આ 5 બેઠકો પર કોઈ તંદુરસ્ત લોકશાહી ઢબે બિનહરીફ પ્રક્રિયા થઈ નથી, પરંતુ ભાજપના નેતાઓની ધાકધમકી, વહીવટી તંત્રના દુરુપયોગ અને ડરના માહોલને કારણે વિરોધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવાની હિંમત પણ જુટાવી શક્યા નહોતા.

tushar-chaudhary1
divyabhaskar.co.in

 કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, સત્તાના જોરે 5 બેઠકો આંચકી લીધા બાદ ભાજપની નજર હવે બાકીની 11 બેઠકો પર ટકેલી છે. આ બાકીની બેઠકો પર પણ વિપક્ષી ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાવવા અથવા તેમને ડરાવી-ધમકાવીને બેસાડી દેવા માટે શામ, દામ, દંડ અને ભેદની કુખ્યાત નીતિ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે ચૂંટણીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

 આ સમગ્ર વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઉમરપાડા (ઓલપાડ વિસ્તારની પેટા બેઠક)ના કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારના જે મુખ્ય દરખાસ્ત કરનાર સભાસદ હતા, તેઓ છેલ્લા 3 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ આ અંગે સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું કે, તે સભાસદ ક્યાં છે, કઈ હાલતમાં છે તેની તેના સગા-સંબંધીઓ કે પરિવારજનોને પણ કોઈ જાણ નથી. તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો છે.

કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો છે કે વિરોધી ઉમેદવારનું ફોર્મ રદ કરાવવાના બદઈરાદાથી જ આ દરખાસ્ત કરનાર સભાસદનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા તો તેમને કોઈ અજ્ઞાત સ્થળે બંધક બનાવી દેવામાં આવ્યા છે. સહકારી ચૂંટણીના નિયમો મુજબ જો દરખાસ્ત કરનાર સભાસદ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને પોતાની સહી ન હોવાનો દાવો કરે અથવા સત્તાવાળાઓ તેને ગેરહાજર બતાવીને ફોર્મ અમાન્ય ઠેરવી શકે છે, બસ આ જ નિયમનો દુરુપયોગ કરવા માટે આ આખું ષડયંત્ર રચાયું છે.

1553864085TUSHAR-CHUDHARI-f

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ એક ચોંકાવનારું નિવેદન આપતા જાહેરાત કરી છે કે, સત્તાધારી ભાજપની દાદાગીરી અને ધાકધમકીથી પોતાના ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસ તમામ 11 ઉમેદવારોને તત્કાલ પ્રભાવથી અજ્ઞાત જગ્યાએ લઈ જશે. કોંગ્રેસ નેતા તુષારભાઈ ચૌધરીએ ઉમરપાડા બેઠકના કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારના દરખાસ્ત કરનાર સભાસદ રવિન્દ્રભાઈ ગુમાનભાઈ વસાવા છેલ્લા 3 દિવસથી રહસ્યમય રીતે ગાયબ હોવાથી તેમનું ભાજપના ઈશારે અપહરણ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જો ઉમેદવારોની સુરક્ષા માટે જરૂર લાગશે તો તેઓને ગુજરાત બહાર કે છેક વિદેશ (દેશ બહાર) પણ લઈ જવામાં આવશે, પરંતુ ભ્રષ્ટાચારી શાસન સામેની લડાઈ કોઈપણ સંજોગોમાં અધૂરી છોડવામાં નહીં આવે.

કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ડૉ. તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં વર્તમાન શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકોની પરસેવાની કમાણી લૂંટનારા આવા દાગી અને ભ્રષ્ટ લોકોને ફરીથી ટિકિટ ન આપવી જોઈએ અને તેમને રિપીટ ન કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી હતી. તેમ છતાં ભાજપાએ તે તમામ ભ્રષ્ટ ચહેરોને ફરી પાછી ઉમેદવારી કરવાની તક આપી દીધી છે. આનો સીધો અર્થ એ થાય છે કે ભાજપ ફરીથી આગામી 5 વર્ષ માટે સુમુલ ડેરીમાં એ જ ભ્રષ્ટાચારી શાસન સ્થાપવા જઈ રહી છે. અમે પશુપાલકોના હિતમાં નક્કી કર્યું હતું કે આવા તમામ મેન્ડેટધારીઓ સામે મજબૂત ઉમેદવારો ઊભા રાખીશું, પણ લોકશાહીનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે.

તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સુમુલ ડેરીની ચૂંટણીમાં અમે પહેલેથી જ વિરોધ કરતા આવ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં ડેરીના જૂના ડિરેક્ટરો અને સત્તાધીશો દ્વારા હજારો કરોડ રૂપિયાનો વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

આજે 27 જૂન તમામ બેઠકો પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા સત્તાવાર રીતે સંપન્ન થઈ ગઈ છે અને કોંગ્રેસના 11 ઉમેદવારોના ફોર્મ માનય રહ્યા છે. જોકે, ભાજપ દ્વારા આ ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે અથવા રાજીનામા અપાવવા માટે કોઈ પણ હદ સુધી દબાણ કરવામાં આવી શકે તેવી પાકી આશંકા કોંગ્રેસ હાઈકમાન્ડને છે. આથી, ફોર્મ ચકાસણી પૂર્ણ થતાંની સાથે જ રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે પોતાના તમામ 11 ઉમેદવારોને સુરક્ષિત અને અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે.

tushar0001-copy-copy

પત્રકારો દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે ઉમેદવારોને કયા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે ડો. તુષાર ચૌધરીએ વ્યૂહાત્મક જવાબ આપતા કહ્યું કે, જો હું અત્યારે અજ્ઞાત સ્થળનું નામ જાહેર કરી દઈશ, તો મારા અને તમારા કરતા પહેલાં ભાજપના નેતાઓને અને પોલીસને ખબર પડી જશે અને તેઓ ત્યાં પણ ધાકધમકી આપવા પહોંચી જશે. એટલે અમે અત્યારે કોઈ પણ સંજોગોમાં સ્થળનું નામ જાહેર કરવા માંગતા નથી.

ચૂંટણીની તારીખો અને ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારોને ભાજપના સંપર્કથી દૂર રાખવા માટે કોંગ્રેસે બહુ મોટું આયોજન કર્યું છે. ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, આ લડાઈ માત્ર સત્તા મેળવવાની નથી, પરંતુ સુમુલ ડેરીને ભ્રષ્ટાચારીઓના પંજામાંથી મુક્ત કરાવવાની છે.

હરીફ ઉમેદવારો શાસક પક્ષના મેન્ડેટધારી હોવાથી સરકારી તંત્ર અને ઉચ્ચ આગેવાનો પણ આ ગુમશુદગી અને અપહરણના ષડયંત્રમાં સીધા સંડોવાયેલા છે. લોકશાહીની રક્ષા માટે અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે કોંગ્રેસનો એક-એક કાર્યકર આ ભ્રષ્ટાચારીઓ સામે છેલ્લી ઘડી સુધી લડત ચાલુ રાખશે.

About The Author

Related Posts

Top News

સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે

એવું લાગે છે કે આ વખતે મેઘરાજા રિસાયા છે. અલનીનોને કરને ખેડૂતો હજી પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જોઈ રહ્યા...
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ...
Education 
વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના...
Education 
ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.