'જો અહીં બેઠેલા 50 લોકો પણ મને કહેશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ...' આવું કેમ બોલ્યા ભાજપના ધારાસભ્ય બગા બારડ

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'જો અહીં બેઠેલાં લોકો મને કહેશે તો, હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.' ટૂંકમાં ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.

ન્યૂઝ18ના અહેવાલ મુજબ, ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોને જણાવ્યું હતું કે, ‘મારા કામ થવા દેવામાં આવતા નથી. બધા કામ અટકાવી દેવામાં આવે છે. હું મારી રીતે કામ કરવા ટેવલેયો છું. એ લોકો કહેશે એવી રીતે કામ નહીં થાય. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે, ‘અહીંયા હાજર 50 ટકા લોકો પણ કહેશે તો હું રાજીનામું આપી દઈશ. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરીયાથી મોહ ભંગ થઇ ગયો છે.

26

ભગા બારડે વધુમાં જણાવ્યું હતું કે, ‘2027ની વિધાનસભાની ચૂંટણી પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સપાટીએ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ભગા બારડ દ્વારા આયોજિત આ કાર્યકરોમાં જિલ્લા ભાજપના હોદેદારો ગેરહાજર રહ્યા હતા. સંસદ રાજેશ ચૂડાસમાની પણ ગેરહાજરી જોવા મળી હતી.

ભાજપ નેતૃત્વ સામે ભગા બારડે સવાલ ઉઠાવતા પ્રશ્નખડા થઈ રહ્યા કે, શું ભગા બારડને ભાજપમાંથી મોહ ભંગ થયો છે? જાહેર મંચ પર નામ લીધા વગર ભાજપ નેતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવતા ભાજપ બેડામાં સોંપો પડી ગયો હતો. ધારાસભ્યના જાહેર નિવેદનને શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

24

બારડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. પંચાયતની ચૂંટણી વખતે આહીર સમાજની જરૂર નથી એવું નિવદેન આપીને તેઓ વિવાદ આવ્યા હતા. વિવદ એટલો વકર્યો હતો કે, તેમના મત વિસ્તાર તલાલામાં આમ આદમી પાર્ટી મેદાન મારી ગઈ હતી. સોમનાથના મેળા પણ કલેક્ટર અને ભગા બારડને જાહેરમાં બોલાચાલી થઈ હતી. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપને મત ન આપનાર ગામમાં ડિમોલિશન કરાવી વિવાદમાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.