આ ડીલની 14 શરતોમાંથી કેટલી અમેરિકાના અને કેટલી ઈરાનના પક્ષમાં?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ શુક્રવારે ઈરાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ જાહેરાત આ અઠવાડિયે આવેલા ઘણા નિવેદનો બાદ આવી છે, જેણે 100 દિવસથી વધુ સમય સુધી ચાલેલા યુદ્વ પછી યુદ્ધવિરામ કરારનો સંકેત મળ્યા હતા. તેહરાને પણ આ જાહેરાતની પુષ્ટિ કરતા કહ્યું કે સોમવારે યુદ્ધ સમાપ્ત થવાની ઘોષણા કરવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ આ યુદ્વ શરૂ થયું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આ સોદાની સૌથી પહેલા જાહેરાત કરી હતી. તેના થોડા સમય પછી, ટ્રમ્પે 'ટ્રૂથ સોશિયલ' પર એક પોસ્ટમાં આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું હતું કે, ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો સોદો હવે પૂર્ણ થઈ ગયો છે.આ અગાઉ, ટ્રમ્પે 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં અમેરિકા-ઈરાન કરારની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છે.

10

ઈરાનના પક્ષમાં શું છે?

તેલ અને પેટ્રોકેમિકલ્સ પરના પ્રતિબંધો હટાવવામાં આવશે.

નાણાકીય સંસાધનો સુધીની પહોંચ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

24 અબજ ડોલરનું ફ્રીઝ ભંડોળ મુક્ત કરવામાં આવશે.

300 અબજ ડોલરના પુનર્નિર્માણની યોજનાઓ.

લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધવિરામ.

ઈરાનના સાર્વભૌમત્વનું સન્માન.

નૌકાદળની નાકાબંધી હટાવવામાં આવશે.

વિસ્તારમાંથી અમેરિકન દળોની વાપછી.

અમેરિકાને શું ફાયદો છે?

ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકશે નહીં.

દેખરેખ પદ્ધતિ અને UN સુરક્ષા પરિષદની મંજૂરી.

60 દિવસની વાટાઘાટો દરમિયાન પરમાણુ કરાર પર વાત આગળ વધશે.

11

બંને માટે ફાયદાકારક શરતો

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે.

વાટાઘાટો દરમિયાન કોઈ નવા પ્રતિબંધો કે લશ્કરી વિસ્તરણ નહીં.

60 દિવસની વાટાઘાટો પ્રક્રિયાની શરૂઆત.

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર સુધી પહોંચવાના પ્રયાસોમાં સામેલ કતારી પ્રતિનિધિમંડળ કૂટનીતિક વાટાઘાટો પછી તેહરાનથી રવાના થઈ ગયું છે. અલ ​​જઝીરાના ઓસામા બિન જાવેદના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળે દોહા પરત ફરતા પહેલા કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈરાની રાજધાનીમાં વાટાઘાટોમાં લગભગ 17 કલાક ગાળ્યા હતા.

About The Author

Related Posts

Top News

ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

શું તમે પણ મોબાઇલ રિચાર્જની વધતી કિંમતોથી પરેશાન છો? અથવા તમે એવા વપરાશકર્તાઓમાંથી છો જે ઘરે Wi-Fiને કારણે...
Tech and Auto 
ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.