ભોજશાળામાં અયોધ્યા 2.0... શું કોર્ટના ચૂકાદાથી હિન્દુ પક્ષ માટે કાશી-મથુરાનો માર્ગ મોકળો થશે?

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદા બાદ ધારમાં આવેલી ભોજશાળા ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચામાં કેન્દ્ર સ્થાને આવી ગઇ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સર્વેક્ષણના અહેવાલ અને ઐતિહાસિક પુરાવાઓના આધારે, કોર્ટે ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર માન્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો મુસ્લિમ પક્ષ ઇચ્છે તો, મસ્જિદના નિર્માણ માટે સરકાર પાસેથી જમીનના અલગ ટુકડાની માંગ કરી શકે છે. આ ચૂકાદાને પગલે હવે અયોધ્યાની જેમ, કાશી, મથુરા અને દેશભરના અન્ય વિવિધ સ્થળોએ મંદિર-મસ્જિદ વિવાદો અંગે એક નવી બહેસ શરૂ થઈ ગઇ છે.

હાઇકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે 98 દિવસના સમયગાળા દરમિયાન ASI દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં અસંખ્ય પુરાવા મળ્યા છે જે સાબિત કરે છે કે ભોજશાલા દેવી વાગ્દેવી  એટલે કે માતા સરસ્વતીની પૂજા અને સંસ્કૃત શિક્ષણ માટે એક પ્રમુખ કેન્દ્ર હતું. કોર્ટે 2003ના ASIના એ આદેશને પણ રદ કર્યો, જેમાં હિન્દુ પક્ષને પૂજાની મનાઈ ફરમાવી હતી જ્યારે મુસ્લિમ પક્ષને નમાજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોર્ટે તેના ચૂકાદામાંઅયોધ્યા કેસના ચૂકાદાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોર્ટ આસ્થા નહીં પુરાવાના આધારે પોતાનો ચૂકાદો આપે છે. ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ ઐતિહાસિક દસ્તાવેજો, શિલાલેખ, શિલ્પો, સ્તંભો અને ASIનો રિપોર્ટ સંકેત આપે છે કે અહીં મસ્જિદ પહેલાં પ્રાચીન મંદિર હતું.

bhojshala3
ndtv.com

હવે, આ ચૂકાદાથી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ભારત પર શું અસર થશે. અયોધ્યા અને ભોજશાળા પછી શું કાશી અને મથુરાના મંદિરો અંગે પણ ચૂકાદો આપવામાં આવશે? શું હવે મુસ્લિમ પક્ષને ભારતભરમાં 299 સ્થળો સાથે સંકળાયેલા કેસોમાં કાનૂની પડકારોનો સામનો કરવો પડશે જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે મંદિરોને તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી? મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચૂકાદાના જવાબમાં, મુસ્લિમ પક્ષે જણાવ્યું છે કે તેને આ ચૂકાદો સ્વીકાર નથી છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

નોંધનીય છે કે ભોજશાળા કેસ અયોધ્યા કેસની જેમ ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે, જેમાં બે કરતા વધુ વખત હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોમી રમખાણો થયા હતા. આ રમખાણોનું મૂળ કારણ હતા વિરોધાભાસી દાવાઓમાં રહેલું છે. મુસ્લિમ પક્ષ દાવો કરે છે કે ભોજશાળા સંકુલ એક મસ્જિદ છે, જ્યારે હિન્દુ પક્ષ દાવો કરે છે કે તે દેવી વાગ્દેવી (દેવી સરસ્વતી)નું મંદિર છે. અને ઐતિહાસિક પુરાવા, દસ્તાવેજો, પુસ્તકો અને શિલાલેખ બધા ​​આ દાવાને સમર્થન આપે છે.

હકીકતમાં, મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાનું નામ રાજા ભોજના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ દેવી સરસ્વતીના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં દેવી સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાનના દેવી તરીકે પૂજનીય છે. ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે 1034માં રાજા ભોજે અહીં નાલંદા અને તક્ષશિલાની પ્રખ્યાત સંસ્થાઓની જેમ એક સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી, જેને પાછળથી ભોજશાળા નામ આપવામાં આવ્યું. કારણ કે આ ભોજશાળામાં દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત હતી, હિન્દુઓ લાંબા સમયથી આ સ્થળને દેવીને સમર્પિત પવિત્ર મંદિર માને છે.

જો કે, જે રીતે બખ્તિયાર ખિલજીએ 12મી સદીમાં નાલંદા યુનિવર્સિટી પર હુમલો કરાવ્યો હતો, તેવી જ રીતે અલાઉદ્દીન ખિલજીએ 1305માં ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિને નાબૂદ કરવાના પ્રયાસમાં ભોજશાળાને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 1401માં, દિલાવર ખાન ઘોરીએ ભોજશાળા પરિસરના એક ભાગમાં એક મસ્જિદ બનાવી; જેને કમાલ મૌલા મસ્જિદ કહેવામાં આવી. જ્યારે 1514માં, મહમૂદ શાહ ખિલજીએ આ સ્થળે બીજી મસ્જિદનું બાંધકામ કરાવ્યું, જેને લાત મસ્જિદ કહેવામાં આવી.

bhojshala
dailypioneer.com

આ બાંધકામોમાં,કમાલ મૌલા મસ્જિદ માળવા પ્રદેશના સૂફી સંત કમાલ મૌલાને સમર્પિત હતી. પરંતુ, વિવિધ ઐતિહાસિક સમયગાળામાં કરવામાં આવેલા સર્વેક્ષણોમાં સતત એ વાતને સામેલ કરવામાં આવી છે કે આ મસ્જિદ તે સ્થળ પર જ બનાવવામાં આવી હતી જ્યાં એક સમયે પ્રાચીન મંદિર અને ભોજશાળા કોલેજ હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 123 વર્ષ જૂના અહેવાલ પણ આ હકીકત જણાવે છે કે મસ્જિદની અંદર મળેલા અસંખ્ય પ્રતીકો અને શિલાલેખોથી એજ પ્રતિત થાય છે કે આ માળખું હિન્દુ મંદિરના સ્થળો પર બનાવવામાં આવ્યું હતું, જેમાં મંદિરના ધ્વંસમાંથી એકઠા થયેલા કાટમાળ અને અવશેષોનો ઉપયોગ બાંધકામ સામગ્રી તરીકે કરવામાં આવ્યો હતો.

આ જ અહેવાલમાં, એમ લખવામાં આવ્યું હતું કે મસ્જિદના જે રૂમમાં જ્યાં મુસ્લિમો નમાજ અદા કરતા હતા, ત્યાં બે સ્તંભો પર સંસ્કૃત અક્ષરો અને હિન્દુ પ્રતીકો મળી આવ્યા હતા અને કેટલીક દિવાલો પર સંસ્કૃત શિલાલેખો હતા. આ પુરાવા એ દાવાને સમર્થન આપે છે કે જ્યાં મસ્જિદનું નિર્માણ થયું હતું તે સ્થળે અગાઉ એક મંદિર હતું. આ અહેવાલ ભાજપ કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બહાર આવ્યો નથી. આ અહેવાલ 123 વર્ષ જૂનો છે. અંગ્રેજોએ પોતે દસ્તાવેજીકરણ કર્યું હતું કે જ્યારે તેઓએ ભોજશાળામાં સર્વેક્ષણ માટે ખોદકામ કરાવ્યું હતું ત્યારે તેમને તે સ્થળે દેવી સરસ્વતીની પ્રતિમા મળી આવી હતી. ત્યારબાદ તેઓ આ પ્રતિમાને લંડન લઈ ગયા, જ્યાં તે આજે પણ બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે અને આ પ્રતિમા જૈન ધર્મ સાથે જોડાયેલી હોવાનું પણ માનવામાં આવે છે.

2024માં પણ કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ ભોજશાળાનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ સર્વેક્ષણ દરમિયાન 31 સિક્કા મળી આવ્યા હતા, જેમાંથી ઘણા 10મી અને 11મી સદીના હતા. તે સમયગાળા દરમિયાન ભારતમાં ક્યાંય પણ એક પણ મસ્જિદનું નિર્માણ થયું નહોતું. હવે, આ જ પુરાવાના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ધારમાં આવેલી ભોજશાળાને મંદિર તરીકે માન્યતા આપી છે. અયોધ્યાના ચૂકાદા પછી આ બીજો કેસ છે જેમાં કોર્ટે હિન્દુ પક્ષ દ્વારા રજૂ કરાયેલા દાવાઓને યોગ્ય માન્યા છે. આ ચૂકાદાને પગલે હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું અન્ય પેન્ડિંગ કેસોમાં પણ આવા જ ચૂકાદા આપવામાં આવશે?

આ સમયે મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા 10 કેસ છે, જે કોર્ટોમાં જઇ ચૂક્યા છે. જ્યાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાં 6 કેસ છે. તેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 6 કેસ છે અને ત્યારબાદ મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને કર્ણાટકમાં 1-1 કેસ છે, જ્યાં હિન્દુ પક્ષ દાવો કરે છે કે હાલની મસ્જિદો અને દરગાહો પ્રાચીન મંદિરોને તોડીને બનાવવામાં આવ્યા છે.

bhojshala1
dailypioneer.com

એક પુસ્તક છે Hindu Temples: What Happened To Them', જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં તોડી પાડવામાં આવેલા મંદિરોના સ્થળો પર 1,800થી વધુ મસ્જિદો અને ઇસ્લામિક બાંધકામો બનાવવામાં આવ્યા છે. આમાંથી, ઉત્તર પ્રદેશમાં સૌથી 299 મસ્જિદો નીચે મંદિરો હોવાની વાત કહેવામાં આવે છે. એ જ રીતે, કર્ણાટકમાં 192, તમિલનાડુમાં 175, ગુજરાતમાં 170, રાજસ્થાનમાં 170 અને મધ્ય પ્રદેશમાં 153માં, મસ્જિદો અને ઇસ્લામિક બાંધકામો એવા છે જેના વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે પ્રાચીન મંદિરોને તોડીને અને તેમના કાટમાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

હવે આ વાત તાજેતરમાં જ બહાર આવી નથી, પરંતુ ઘણા વર્ષોથી ઉભી થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સરકારે 1991માં વોર્શિપ એક્ટ લઇને આવી હતી. જેણે અયોધ્યા વિવાદ સિવાય તમામ કેસોને ધાર્મિક સ્થળો પર 15 ઓગસ્ટ, 1947ના રોજ યથાસ્થિતિ લાગૂ કરી દીધી, જેથી હિન્દુ પક્ષને તેમના પ્રાચીન મંદિરો પર દાવો કરવાનો કાનૂની અધિકાર છીનવી લેવામાં આવ્યો. જે સમયે આ કાયદો ઘડવામાં આવ્યો હતો, તે સમયે ભાજપે કાશી અને મથુરાના કેસોને  અયોધ્યા સાથે અપવાદોની યાદીમાં સમાવવાની માંગ કરી હતી.

પરંતુ, જ્યારે કોંગ્રેસ સરકારે આમ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે ભાજપ તે સમયે વિરોધ પક્ષમાં રહેતા કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો; મતદાન પ્રક્રિયા દરમિયાન, તેના સંસદ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. તેનાથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે, તે સમયે આ કાયદાનો વિરોધ કરવારી ભાજપ શું હવે કાશી અને મથુરા જેવા કેસોને સરળ બનાવવા માટે તેને રદ કરશે? અને શું આ પગલાથી હિન્દુ પક્ષ માટે કાનૂની માર્ગ ખુલશે?

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.