ડ્રાઇવિંગ ટેસ્ટમાં AIએ અરજદારોને લાઇસન્સ મેળવવામાં પરસેવો પડાવ્યો, 77 ટકા ચાલક નાપાસ

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં AIનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેથી લાઇસન્સ લેનારની યોગ્યતા બરાબર ચકાસી શકાય. આ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યની 26 RTOમાં AI ટ્રેક શરૂ કરાયા છે, પરંતુ આ મશીનરી સામે માણસ લાચાર હોય તેવું લાગી રહ્યું છે. નોર્મલ ટ્રેકમાં ફોર વ્હીલર વાહનોમાં ટેસ્ટ ટ્રેક પર પાસિંગ રેશિયો 50-60 ટકા હતો. AI ટ્રેક શરૂ થતા તેમાં ભારેભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં ફોર વ્હીલર ટેસ્ટ આપતા અરજદારોમાં 77 ટકા અરજદારો નાપાસ થઈ રહ્યા છે. ટુ-વ્હીલર અરજદારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, આટલા મોટા ઘટાડા પાછળ મૂળ કારણ જાણવા તેમના રિપોર્ટર ટેસ્ટ ટ્રેક પર પહોંચ્યા હતા. જેમાં કેટલાક કલાક નિરીક્ષણ અને અધિકારીઓની ટીમે આપેલી માહિતી અનુસાર સૌથી વધુ ફોર વ્હીલર ચાલકો સિગ્નલ અને પેરેરલ પાર્કિંગમાં ફેલ થતા જોવા મળ્યા હતા.

આ ટેસ્ટ માટે 130 સેકન્ડ હોય છે. જેમાં મોટા ભાગના અરજદારો ફેલ થઈ રહ્યા છે. સાથે સાથે કેટલાક અરજદારો સિગ્નલ અંગે જાગૃત ન હોવાથી અને સૂચનાઓનું પાલન ન કરવાના અભાવે નાપાસ થતા હોવાનું સામે આવ્યું છે. સિગ્નલ રેડ હોવા છતા ફોર વ્હીલર ચાલકો ટેસ્ટ માટે આગળ વધે છે, અંતમાં પરિણામ ફેલ આવે છે.

રાજ્યના 26 RTO/ARTOમાં 1 મેથી 28 જૂન 2026 દરમિયાન લેવાયેલા AI આધારિત ટેસ્ટના પરિણામોએ ચોંકાવનારી તસવીર રજૂ કરી છે. કુલ 76,161 ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટમાં હાજર રહ્યા હતા, જેમાંથી 43,611 ઉમેદવારો પાસ થયા જ્યારે 32,550 ઉમેદવારો નિષ્ફળ રહ્યા. આમ કુલ પાસ ટકાવારી 57.26 ટકા અને નિષ્ફળતા 42.73 ટકા નોંધાઈ છે. ખાસ કરીને LMV (ફોર વ્હીલર) ટેસ્ટમાં પરિણામ અત્યંત નબળું રહ્યું છે. ફોર વ્હીલરની પરીક્ષામાં 32,729 ઉમેદવારોમાંથી માત્ર 7,588 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે પાસ ટકાવારી માત્ર 23.18 ટકા રહી છે, જ્યારે 25,141 ઉમેદવારો (76.81%) નિષ્ફળ રહ્યા છે.

AI Driving test
divyabhaskar.co.in

બીજી તરફ ટૂ-વ્હીલર ટેસ્ટમાં 43,432 ઉમેદવારોમાંથી 36,023 ઉમેદવારો પાસ થયા છે અને 82.94 ટકાની ઊંચી સફળતા નોંધાઈ છે, જ્યારે માત્ર 7,409 ઉમેદવારો (17.05%) નિષ્ફળ રહ્યા છે. રાજ્ય સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયામાં પારદર્શિતા અને માનવીય હસ્તક્ષેપ ઘટાડવા માટે AI આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અમલમાં મૂક્યા છે, જેમાં સેન્સર અને કેમેરાની મદદથી ઉમેદવારની કામગીરીનું સ્વયંસંચાલિત મૂલ્યાંકન કરવામાં આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે AI સિસ્ટમમાં ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ વધુ કઠિન બન્યો છે અને નિયમોના સંપૂર્ણ પાલન કરનારા ઉમેદવારોને જ સફળતા મળી રહી છે.

વડોદરા RTOની વાત કરવામાં આવે તો 2 જૂનથી AI ટ્રેક કાર્યરત બન્યો છે. ત્યારે 15 દિવસમાં 804 ફોર વ્હીલર અરજદારોએ ટેસ્ટ આપ્યા હતા. જેમાંથી માત્ર 71 અરજદારો પાસ થયા છે. જ્યારે નોર્મલ ટ્રેકમાં મે માસના અંતમાં 15 દિવસમાં 1410 અરજદારોએ ટેસ્ટ આપ્યા છે જેમાંથી 500 અરજદારો પાસ થયા હતા. AI ટેસ્ટ ટ્રેકમાં અરજદારો ફેલ થવાનો સિલસિલો યથાવત છે અને તેનો સીધો ફાયદો સરકારને થઈ રહ્યો છે. એક ફોર વ્હીલર અરજદાર રી ટેસ્ટ માટે 300 ફી ભરે છે જે સીધી સરકારની તિજોરી ભરાય છે.

નવા ટ્રેકના ફેલ થવાના કેટલાક કારણો પણ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને સિગ્નલ ગ્રીન થયા બાદ આગળ વધવાનું હોય છે છતાં રેડ સિગ્નલ ટેસ્ટ માટે અરજદારો આગળ વધે છે. સાથે ઢાળ ચઢતા વાહન પરત આવે ત્યારે ફેલ થાય છે. સાથે મોટા ભાગના અંતિમ પેરેરલ પાર્કિંગમાં પ્રોપર પાર્ક કરી શકતા નથી અને સમય વધુ નીકળે છે જેથી ફેલ થઈ રહ્યા છે. સાથે આપેલ ડિસ્પ્લેની સૂચનાને અવગણવાથી ફેલ થઈ રહ્યા છે.

AI Driving test
divyabhaskar.co.in

આ અંગે અમે નાપાસ થનાર અરજદાર શિવમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, AI ટ્રેક બરાબર છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવતી નથી. સાથે ટૂ-વ્હીલર માટે ટ્રાફિક વધારે રહે છે. જેના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. આ ટ્રેક શરૂ અને ખતમ ક્યારે થાય છે તે કંઈ સમજાતુ નથી. આ લોકો કહે છે કે તમે પાસ છો કે ફેલ તે ત્યાં બતાવશે, પરંતુ હું ઉભો રહ્યો ત્યાં કઈ બતાવતું નથી.

તો હનીશ રાણાએ કહ્યું કે, અહીંયા આ નવા ટ્રેક શરૂ થયા પછી વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે, જેના કારણે કોન્ફિડન્સ ઘટી જાય છે. અન્ય અરજદાર શ્રેય પટેલે જણાવ્યું હતું કે, શરૂઆત કરી ત્યારે મને કોઈ મુશ્કેલી નથી પડી, પરંતુ આગળ વધ્યો ત્યારે બોક્સ પાર્કિંગ પહેલા ગ્રીન લાઈટ થઈ જ નહીં. પછી મેં પરત કાર પાર્ક કરી આગળ વધ્યો ત્યારે ગ્રીન લાઈટ આવી ત્યારે સમય વધારે પસાર થઈ ગયો હતો. નોર્મલ ટ્રેક કરતા મુશ્કેલી પડી રહી છે, અહીં કમ્પલેટ ડિસિઝન આપે કે ક્યાં સાચું છે કે ખોટું તે ખબર પડતી નથી. અવેરનેસ માટે વીડિયો બતાવવામાં આવે છે જે બાબતે મને જોવાનું કહેવામાં આવ્યું નહોતું જેથી મેં સીધી પરીક્ષા આપી અને નાપાસ થયો હતો. જૂની પ્રક્રિયામાં વધુ અરજદારો પાસ થતા હતા જેમાં કોઈ અત્યાધુનિક ટેક્નોલોજી હતી નહીં, પરંતુ આ AI સિસ્ટમમાં લોકોને ચોકસાઈપૂર્વક પરીક્ષા આપવાની હોય છે, આ પરીક્ષા માટે અનેક વીડિયો બનાવવામાં આવતા હોય છે જે યુટ્યુબ પર અવેલેબલ છે અને તેનાથી અરજદારોને સરળતા રહે છે.

આ ટેસ્ટ ટ્રેક પર ફેલ થવાના મુખ્ય કારણોમાં અરજદારો ખાસ કરીને ટ્રાફિક રૂલ્સની અવેરનેસ હોવી ખુબજ જરૂરી હોય છે. સાથે વ્હીકલ પ્રોપર આવડવું જરૂરી છે, આ ટ્રેક માટે વીડિયોગ્રાફી જોઈ સમજીને ટેસ્ટ આપવો ખૂબ જરૂરી છે. તેને સમજ્યા કે જોયા વગર ટેસ્ટ આપનાર અરજદારો પેરેરલ પાર્કિંગ કે રિવર્સમાં ફેલ થતા હોય છે.

વડોદરાના RTO કેતન ખેપડેએ જણાવ્યું હતું કે, AI ટ્રેકમાં અત્યાધુનિક સિસ્ટમ અને ટેક્નોલોજીના માધ્યમથી ટેસ્ટ લેવાય છે. ટ્રેક પર કેમેરાના માધ્યમથી બધું ઓપરેટ થઈ રહ્યું છે, જેમાં વ્હીકલમાં ફિટ કરાતા સેન્સરના આધારે નજર રાખવામાં આવે છે.

ટેસ્ટ આપવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

રજિસ્ટ્રેશન: એપોઇન્ટમેન્ટના સમયે RTO પહોંચીને રજિસ્ટ્રેશન કરાવવું.

RFID સેન્સર: રજિસ્ટ્રેશન પછી અરજદારને RFId સેન્સર અપાશે.

સેન્સર સ્કેન અને ટ્રેનિંગ: સેન્સર સ્કેન કરીને ટ્રેનિંગ રૂમમાં જવું. 10 મિનિટનો ફરજિયાત ટ્રેનિંગ વીડિયો જોવો. વીડિયો વગર ટ્રેક પર જ્વા પર સિસ્ટમ મંજૂરી આપશે નહીં.

વાડન પર સેન્સર: ટ્રેનિંગ પછી વાહન પર સેન્સર લગાવાશે.

ફેસ સ્કેન: ટ્રેક પર સ્ક્રીનમાં જોઈને ચહેરો સ્કેન કરાવવો. ‘FACE CAPTURED' દેખાયા પછી જ ટેસ્ટ શરૂ થશે.

About The Author

Related Posts

Top News

ડ્રાઇવિંગ ટેસ્ટમાં AIએ અરજદારોને લાઇસન્સ મેળવવામાં પરસેવો પડાવ્યો, 77 ટકા ચાલક નાપાસ

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં AIનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેથી લાઇસન્સ લેનારની યોગ્યતા બરાબર ચકાસી શકાય. આ પ્રક્રિયાને...
Gujarat 
ડ્રાઇવિંગ ટેસ્ટમાં AIએ અરજદારોને લાઇસન્સ મેળવવામાં પરસેવો પડાવ્યો, 77 ટકા ચાલક નાપાસ

મેડિકલ સર્ટિફિકેટ વિના બીમારીની રજા નહીં મળે! પહેલા દિવસથી જ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી

મોટાભાગના ઓફિસ કર્મચારીઓ માટે બીમાર પડવું એ કંઈ નવું નથી. ક્યારેક, કર્મચારીઓ હળવો તાવ, વાયરલ ચેપ અથવા અન્ય...
World 
મેડિકલ સર્ટિફિકેટ વિના બીમારીની રજા નહીં મળે! પહેલા દિવસથી જ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી

આ કંપનીના શેર બન્યા રૉકેટ... માત્ર 14 દિવસમાં આપ્યું 120% વળતર

છેલ્લા કેટલાક દિવસોથી વેદાંતાના શેર શાનદાર તેજી બતાવી રહ્યા છે. વેદાંતા ગ્રુપના ડિમર્જર પ્લાન હેઠળ અલગ કરવામાં આવેલી ચાર નવી...
Business 
આ કંપનીના શેર બન્યા રૉકેટ... માત્ર 14 દિવસમાં આપ્યું 120% વળતર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ:04-07-2026 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ વ્યવાસાયિક ક્ષેત્રે વૃદ્વિ કરાવવાવાળો રહેશે, ધન લાભ થશે, સંબંધોને લઇને થોડા-થોડા પરેશાન રહેશો, સ્વાસ્થ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.