- National
- અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ
અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ રામ મંદિરમાંથી દાનના કરોડો રૂપિયા ગાયબ થવા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. X પર પોસ્ટ કરીને અખિલેશે આ મામલાને વૈશ્વિક સનાતની સમુદાયની શ્રદ્ધા સાથે જોડી દીધો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને યોગી સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે માંગ કરી કે કોર્ટ આ મુદ્દા પર સ્વયં નોંધ લે. રામ મંદિર ટ્રસ્ટે આ આરોપનો સખત શબ્દોમાં ખંડન કર્યું છે.
‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ના સભ્ય દિનેન્દ્ર દાસે જણાવ્યું કે તેમને ભગવાન રામ અને ટ્રસ્ટના તમામ સભ્યોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. જો કોઈએ કોઈ કંઇ ખોટું કર્યું છે, તો ભગવાન રામ પોતે તેમને સજા કરશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે જો કોઈને શંકા હોય તો તપાસ કરાવવામાં કોઈ વાંધો નથી; સરકાર અને વહીવટીતંત્ર જે પણ નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય રહેશે. દિનેન્દ્ર દાસે કહ્યું કે, તેમના વિશ્વાસ મુજબ, ટ્રસ્ટમાં આવી કોઈ ગેરરીતિ થઈ નથી, પરંતુ તેઓ કોઈપણ શંકા દૂર કરવા માટે તપાસસ કરાવવામાં આવે છે તો તેનું સ્વાગત કરશે.
https://twitter.com/upadhyayabhii/status/2063609165482959212?s=20
તો, સપાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ આરોપોનો વધુ વિસ્તાર કર્યો કે ચોરાયેલી રકમ કરોડો રૂપિયામાં હોઈ શકે છે. પાંડેએ જણાવ્યું હતું કે જો કોઈ ચોરી થઈ નથી, તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આગળ આવીને ભગવાન રામના સોગંધ લેઇને કહે કે બધા દાવા ખોટા છે. જો વાત સાચી હોય, તો FIR દાખલ કરાવો.
https://twitter.com/upadhyayabhii/status/2063685371343585471?s=20
આ કથિત ચોરી કેટલા સમયથી ચાલી રહી છે તે સ્પષ્ટ નથી. ટ્રસ્ટના કયા-કયા સભ્યો સુધી આ પૈસા ગયા, તેની તપાસ થવી જોઇએ.
ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેના જવાબમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે લખ્યું કે, ‘દરેકની માહિતી માટે... શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું સમયાંતરે આંતરિક ઓડિટ થાય છે. ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બંનેના પ્રતિનિધિઓ આ પ્રક્રિયામાં ભાગ લે છે. ઓડિટ પૂર્ણ થવામાં ઘણા દિવસો લાગે છે, અને હાલમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી, કંઈપણ ઉલ્લેખનીય વાત સામે આવી નથી.
નોંધનીય છે કે રામ મંદિરમાં દાનની ગણતરી ટ્રસ્ટના સભ્યો દ્વારા બેંક કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવે છે, અને સમગ્ર પ્રક્રિયા CCTV દેખરેખ હેઠળ થાય છે. રકમ રજિસ્ટરમાં નોંધીને મંદિર સંકુલની અંદર એક લોકરમાં રાખવામાં આવે છે, અને બીજા દિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અયોધ્યા ધામ શાખામાં મુખ્ય ખાતામાં જમા કરવામાં આવે છે. દાનની રકમનું ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની દેખરેખ હેઠળ ઓડિટ કરવામાં આવે છે, અને ટ્રસ્ટની બેઠકો દરમિયાન વિગતો રજૂ કરવામાં આવે છે. દાન અંગેની માહિતી છેલ્લે ડિસેમ્બર 2025માં એક મીટિંગ દરમિયાન શેર કરવામાં આવી હતી.

