- National
- કોંગ્રેસે ચૂંટણી માટે 5 કરોડ આપ્યા, પણ ચૂંટણી પછી વધેલા 4 કરોડ પાછા આપી દીધા! પ્રામાણિકતાથી રાહુલ પ્...
કોંગ્રેસે ચૂંટણી માટે 5 કરોડ આપ્યા, પણ ચૂંટણી પછી વધેલા 4 કરોડ પાછા આપી દીધા! પ્રામાણિકતાથી રાહુલ પ્રભાવિત, મીનાક્ષીને રાજ્યસભા ઉમેદવાર બનાવવા પાછળની સરસ કહાની...
જ્યારે રાજકારણીઓ ચૂંટણી લડવાની ટિકિટ મેળવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કરે છે, ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજને ચૂંટણી પૂરી થતાં જ 5 કરોડ રૂપિયામાંથી 4 કરોડ રૂપિયા સીધા પાર્ટી ફંડમાં પાછા આપી દીધા હતા. એવું કહેવાય છે કે આનાથી રાહુલ ગાંધી ખુબ પ્રભાવિત થયા હતા.
મધ્યપ્રદેશની ત્રીજી રાજ્યસભા બેઠક માટે ચેકમેટનો ખેલ શરૂ થઇ ગયો છે. જ્યાં BJPએ છેલ્લી ઘડીએ મહેશ કેવટને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને અત્યંત કઠિન બનાવી દીધી છે, તે સમયે કોંગ્રેસ છાવણીમાંથી એક વાત બહાર આવી છે જે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડ કરી રહી છે. કોંગ્રેસે ભૂતપૂર્વ CM કમલનાથ જેવી અગ્રણી વ્યક્તિને બાજુ પર મૂકી દીધી છે અને મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજન પર દાવ લગાવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે રાહુલ ગાંધીએ છેવટે મીનાક્ષીને જ શા માટે પસંદ કર્યા?

મીનાક્ષી નટરાજન રાજકીય વર્તુળોમાં એક કડક અને ગાંધીવાદી નેતા તરીકે જાણીતી છે, જેમની પ્રામાણિકતાની વાતો સાંભળીને આજ કાલના રાજકારણીઓને વિચારતા કરી દે છે.
રૂ. 4 કરોડ પાછા આપ્યા: 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ તેમને ચૂંટણી લડવા માટે આશરે રૂ. 5 કરોડનું ભંડોળ પૂરું પાડ્યું હતું. જોકે, ચૂંટણી પૂરી થતાં જ મીનાક્ષીએ પાર્ટી ફંડમાં રૂ. 4 કરોડથી વધુ રકમ પરત પાર્ટી ફંડમાં જમા કરાવી દીધી હતી.
વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ કર્યું: આ કોઈ પહેલી વારનું નહોતું. આ અગાઉ, વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પાર્ટી તરફથી તેમને ચૂંટણી લાડવા માટે જે ભંડોળ આપવામાં આવ્યું હતું, તેમાંથી લગભગ 75 ટકા જેટલી રકમ પાર્ટીને પરત કરી હતી.
VIP સંસ્કૃતિ અને મોટા મોટા વાહનોના ફરવાના જમાનામાં પણ, મીનાક્ષી નટરાજનની જીવનશૈલી, ખાવાની આદતો અને સાદગી એકદમ જમીનથી જોડાયેલી રહી છે. જ્યાં કોંગ્રેસની અંદર તેમના નેતાઓ ચૂંટણી ભંડોળ ઓછું પાડવાના કારણે ફરિયાદો કરતા રહે છે, ત્યાં મીનાક્ષીનું આ પગલું રાહુલ ગાંધીના તેમના પરના ગાઢ વિશ્વાસની સાબિતી આપે છે. હવે, જ્યારે BJP ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને કોંગ્રેસના ધારાસભ્યોમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે મીનાક્ષીની નિર્દોષ અને સ્વચ્છ છબી કોંગ્રેસ માટે એક ખુબ મોટી ઢાલ બની ગઈ છે.

