માતા-પિતા શોધતા રહ્યા અને 4 વર્ષીય માસૂમે કારમાં લીધા અંતિમ શ્વાસ, ભારે ગરમી વચ્ચે ભઠ્ઠી બની કાર

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક એવી હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જેનાથી દરેક માતા-પિતાનું દિલ હચમચી ગયું છે. 4 વર્ષની માસૂમ બાળકી, જે થોડીવાર પહેલા પોતાના ઘરની બહાર રમી રહી હતી, તે રમતા-રમતા કારમાં જઇને છુપાઇ હતી. પરંતું કોઈને શું ખબર નહોતી કે આ કાર જ તેનો જીવ લઈ લેશે. ભારે ગરમી વચ્ચે બંધ કાર મૃત્યુનો રૂમ બની ગઇ અને જ્યાં સુધી પરિવારના સભ્યો બાળકી પાસે પહોંચે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.

જૂની ઇન્દોરની નંદન વન કોલોનીમાં આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નંદન વન કોલોનીમાં રહેતી 4 વર્ષની બાળકી બેબી હઝરા રોજની જેમ પોતાના ઘરની બહાર રમી રહી હતી. રમતા-રમતા તે નજીકમાં પાર્ક કરેલી કારમાં જતી રહી. માસૂમ બાળકીને કદાચ ખ્યાલ નહોતો કે આ રમતા-રમતા ઉઠાવવામાં આવેલું આ પગલું તેના જીવનની છેલ્લી ક્ષણ બની જશે.

એવું કહેવાય છે કે કારનો દરવાજો લોક થઇ ગયો ધ હતો, જેના કારણે બાળકી અંદર ફસાઈ ગઈ. બહાર ભીષણ ગરમી હતી, અને થોડા જ સમયમાં બંધ કાર ભઠ્ઠીની જેમ ગરમ થવા લાગી. આ દરમિયાન પરિવારના સભ્યોએ આજુબાજુના ગલી-મહોલ્લામાં બાળકીની શોધખોળ કરી. તેઓએ બધે અવાજ લગાવ્યો, પરંતુ માસૂમ બાળકી ક્યાંય મળી નહીં.

girl
patrika.com

લગભગ બે કલાક પછી, પરિવારના સભ્યોને કાર પર શંકા ગઈ. જેવી જ કારનો દરવાજો ખોલ્યો, અંદરનું દૃશ્ય જોઈને પરિવારના સભ્યોની ચીસ નીકળી ગઇ. માસૂમ બાળકી બેભાન અવસ્થામાં અંદર પડી હતી. પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

એક નાનકડી બેદરકારીએ આ પરિવારની ખુશી કાયમ માટે છીનવી લીધી. જે ઘરમાં થોડીવાર પહેલા બાળકની કિલકારીઓ ગૂંજી રહી હતી, ત્યાં હવે ચીસો અને શાંતિ સિવાય કંઈ નથી. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. તો, જૂની ઇન્દોર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

About The Author

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.