- World
- ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',
ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',
અમેરિકા અને ઇઝરાયલ સાથે ફરી યુદ્વ શરૂ થવાની વધતી જતી આશંકા વચ્ચે, ઈરાનની કટ્ટરપંથી ઇસ્લામિક સરકાર અજીબોગરીબ વર્તન કરવા લાગી છે. તે હાલમાં દેશભરમાં યુવાન યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહી છે. સોમવારે જ રાજધાની તેહરાનમાં આશરે એક હજાર યુગલોના લગ્ન થયા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આયોજિત આ લગ્ન સમારોહને 'ઝોજ-એ-જાનફિદા' તરીકે કહેવામાં આવી રહ્યો છે, જેનો અર્થ બલિદાન માટે સમર્પિત યુગલો થાય છે.
આ સમારોહ મુખ્યત્વે તેહરાનના મુખ્ય ચોકો, જેમ કે ઇમામ હુસૈન સ્ક્વેરમાં યોજાયો હતો. રાત્રે 8:00 વાગ્યે આ યુગલોનો કાર્નિવલ ઇમામ હુસૈન સ્ક્વેરથી આઝાદી સ્ક્વેર સુધી કાઢવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે કન્યા અને વરરાજા ફૂલોથી શણગારેલી લશ્કરી જીપોમાં સવાર હતા. આ જીપોને લડાયક વાહનો જેવા શણગારવામાં આવ્યા હતા, જે બલિદાનની ભાવનાનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરે છે. આ આયોજનને રાત્રિના થઇ રહેલા સામૂહિક મેળાવડા સાથે જોડવામાં આવ્યું, જે ત્યાં મશાલ જૂલુસના રૂપમાં લગભગ દરરોજ દેશભરમાં યોજાઈ રહી છે.
https://twitter.com/IranWireEnglish/status/2056396015452799253?s=20
મેહર ન્યૂઝ અનુસાર, ઈરાની સૈન્યએ આ કાર્યક્રમનું આયોજન હઝરત અલી અને હઝરત ફાતિમાના લગ્નની વર્ષગાંઠના અવસર પર થઇ રહ્યું છે. આ પ્રસંગ શિયા પરંપરામાં ખૂબ જ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. ઈરાની સૈન્યમાં સાંસ્કૃતિક બાબતોના નાયબ રહીમ નદાલીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિરોધીઓને નિરાશ કરશે અને સાથે સાથે ઈરાની યુવાનોમાં દેશભક્તિની ભાવના અને બલિદાનની ભાવના જગાડશે.
અહેવાલો અનુસાર, 'જાન-ફદા'નો અર્થ ‘જીવ આપનાર’ અથવા ‘સમર્પિત’થાય છે. IRGC દ્વારા આયોજિત આ કાર્યક્રમને દેશભરમાં ચાલી રહેલા 'જાન-ફદા' અભિયાનના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે, જેના દ્વારા લાખો ઈરાની નાગરિકો અમેરિકા-ઇઝરાયલી ધમકી સામે અંતિમ બલિદાન આપવાની તૈયારીનો સંદેશ આપી રહ્યા છે.
હેરાનીની વાત એ છે કે, IRGCએ આ પહેલ માટે janfadaa.ir નામની એક વેબસાઇટ લોન્ચ કરી છે, જેના પર લાખો લોકોએ નોંધણી કરાવી છે. આ અભિયાનમાં યુવાનો-વૃદ્ધો, પુરુષો-સ્ત્રીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય અમેરિકા અને ઇઝરાયલને ખતમ કરવા માટે સામૂહિક સંકલ્પ લેવાનો છે. એવું કરીને આ ઈરાની સૈન્ય તેના વિરોધીઓ સામે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા માંગે છે.
આ લશ્કરી પહેલના સમર્થકો તેને રાષ્ટ્રને એક કરવા માટે એક અસરકારક પદ્ધતિ ગણાવી રહ્યા છે. તેઓ કહે છે કે તે યુવાનોમાં દેશભક્તિનો ઉત્સાહ જગાડે છે અને પરંપરાગત લગ્નની સંસ્થાને રાષ્ટ્રવાદની ભાવના સાથે જોડે છે. તેનાથી વિપરીત ટીકાકારો તેને જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાયેલા લશ્કરીકરણ અને પ્રચારના ઉદાહરણ ગણાવીને નકારી રહ્યા છે.

તો, પશ્ચિમી મીડિયાનું માનવું છે કે ઈરાન ફરીથી યુદ્વ ફાટી નીકળવા અંગે ચિંતિત છે. તેને લાગી રહ્યું છે કે આ વખતનો હુમલો અગાઉના હુમલાઓ કરતા ઘણો વધુ વિનાશક હશે, જેમાં બે કરતા વધુ દેશોના લશ્કરી દળો તેની વિરુદ્વ હુમલામાં સામેલ હશે. આવી પરિસ્થિતિ, એવી આશંકા છે કે, ઈરાન માટે સામનો કરવો ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલે આવી પ્રવૃત્તિઓ કરીને, તે વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે સંપૂર્ણપણે એકજૂથ છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

