અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જસપ્રીત બુમરાહને આરામ આપ્યો!

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને 3 ODI માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 6 જૂનથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મુલ્લાપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. અને ત્યાર પછી 3 ODI 14 જૂને ધર્મશાલા, 17 જૂને લખનઉ અને 20 જૂને ચેન્નાઈમાં રમાશે. શુભમન ગિલ ટેસ્ટ અને ODI બંનેમાં ટીમનું નેતૃત્વ કરશે. IPL પછી તેને આરામ આપવામાં આવ્યો ન હતો. રિષભ પંતને ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન પદ પરથી દૂર કરવામાં આવ્યો છે. તેને બદલે KL રાહુલ હવે આ જવાબદારી સંભાળશે.

શ્રેયસ ઐયર ODI ટીમમાં પાછો ફર્યો છે અને ગિલના ઉપ-કપ્તાન તરીકે પોતાની ફરજો ફરી શરૂ કરશે. અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ રોહિત અને હાર્દિક પંડ્યાની પસંદગી BCCIના ફિટનેસ પ્રોટોકોલ પર નિર્ભર રહેશે. બંનેએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પડશે. હર્ષ દુબે, ગુરનુર બ્રાર અને પ્રિન્સ યાદવ (માત્ર ODI માટે)ને પહેલી વાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ અને વનડે બંનેમાં આરામ આપવામાં આવ્યો છે.

18

ટેસ્ટ અને વનડે ટીમમાંથી જાડેજાની ગેરહાજરી અંગે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'રવીન્દ્ર જાડેજા ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. તેને આ ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે, અને અમે અન્ય ખેલાડીઓને તક આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેને આ ટેસ્ટ મેચ માટે પસંદ કર્યો નથી.'

વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, ઝડપી બોલર મોહમ્મદ શમી અને આકિબ નબી વિશે પૂછવામાં આવતા, અગરકરે કહ્યું, 'અમને કહેવામાં આવ્યું છે કે તેઓ હાલમાં ફક્ત T20 ક્રિકેટ માટે જ તૈયાર છે, તેથી મોહમ્મદ શમી વિશે કોઈ ચર્ચા થઈ નથી. આકિબ નબી વિશે ચર્ચા થઈ હતી. રિષભ ટેસ્ટ ટીમનો ભાગ રહેશે અને તે એક મહાન ખેલાડી છે. તે ODI ટીમનો ભાગ નથી, પરંતુ તે હજુ ટેસ્ટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે.'

20

વૈભવ સૂર્યવંશી વિશે પૂછવામાં આવતા, અગરકરે કહ્યું, 'વૈભવ સૂર્યવંશીએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આપણે યશસ્વી જયસ્વાલને ભૂલવો ન જોઈએ. જયસ્વાલ પણ એટલો જ પ્રભાવશાળી રહ્યો છે. વૈભવે 'A' ટીમમાં સ્થાન મેળવીને સારું પ્રદર્શન કર્યું છે. આશા છે કે, તે ત્યાં પણ સારું પ્રદર્શન કરશે.'

ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિકલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુરનુર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.

3 મેચની વનડે શ્રેણી માટેની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), KL રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, ગુરનુર બ્રાર, હર્ષ દુબે.

About The Author

Related Posts

Top News

ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',

અમેરિકા અને ઇઝરાયલ સાથે ફરી યુદ્વ શરૂ થવાની વધતી જતી આશંકા વચ્ચે, ઈરાનની કટ્ટરપંથી ઇસ્લામિક સરકાર અજીબોગરીબ વર્તન કરવા...
World 
ફરી યુદ્ધની આશંકા વચ્ચે ઈરાન લડવૈયાઓના લગ્ન કેમ કરાવી રહ્યું છે! શું છે 'જાન-ફદા',

અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જસપ્રીત બુમરાહને આરામ આપ્યો!

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને 3 ODI માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 6 જૂનથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ...
Sports 
અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જસપ્રીત બુમરાહને આરામ આપ્યો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-05-2026 વાર- બુધવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે

રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગે વર્ષ 2026 માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.