'જેલ જેવું લાગતું હતું ત્યાં...' પોતાની ઉચ્ચ પગારવાળી નોકરી છોડીને એક યુવાન ભારત પાછો ફર્યો! વાયરલ થઈ સ્ટોરી

વિદેશમાં નોકરી મળવી એ ઘણીવાર 'ડ્રીમ જોબ' માનવામાં આવે છે, ખાસ કરીને અમેરિકા, યુરોપ અને UK જેવા દેશોમાં. પરંતુ શું ત્યાંનું જીવન ખરેખર એટલું જ અદ્ભુત છે જેટલું તે દૂરથી દેખાય છે? આ પ્રશ્ન વચ્ચે, એક વાર્તા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જે લોકોને વિચારવા માટે મજબૂર કરી રહી છે.

આ વાર્તા છે ફિઝિયોથેરાપિસ્ટ માનવ શાહની, જેમણે UKમાં વાર્ષિક 40 લાખ રૂપિયાના પગારે નોકરી મેળવી હતી. તેમની કારકિર્દી સારી રીતે શરૂ થઈ ગઈ હતી, અને બધું બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ અંદરથી તેમને કંઈક ખૂટતું અનુભવાવા લાગ્યું.

Manav-Shah
financialexpress.com

માનવ શાહના મતે, સારા પગાર અને સારી જીવનશૈલી હોવા છતાં, તેમને તેમની નોકરીમાં એક પ્રકારે બંધાઈ ગયા હોઈએ તેવો અનુભવ થવા લાગ્યો. તેમણે બતાવ્યું કે ક્યારેક તેમને એવું લાગતું હતું કે, તેઓ જેલ જેવી બંધિયાર જગ્યામાં રહેતા હોય. એટલે કે, પૈસા હોવા છતાં, તેમને સ્વતંત્રતાની ખોટ વર્તાતી હતી.

તેમણે એમ પણ કહ્યું કે, તેમને શરૂઆતથી જ પોતાનું કંઈક કરવાની ઇચ્છા હતી. તેઓ હંમેશા ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન જોતા હતા, પરંતુ UKની 9 થી 5ના સમયની આ નોકરીએ તેને તે તક આપી ન હતી. આના કારણે તેણે પોતાની પસંદગીની કારકિર્દી બનાવવા માટે ભારત પાછા ફરવાનું નક્કી કર્યું.

આ નિર્ણય પાછળ ફક્ત કારકિર્દીના વિચાર જ નહીં પરંતુ ભાવનાત્મક પરિબળો પણ હતા. માનવ શાહે ખુલ્લેઆમ ખુલાસો કર્યો કે, વિદેશમાં એકલતા ખૂબ જ કઠિન હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેમના માતાપિતા અને પ્રિયજનો સાથે સમય વિતાવવાનો જે આનંદ મળતો હોય છે તે કોઈપણ પૈસા અથવા જીવનશૈલી કરતાં મોટો છે.

Manav-Shah3
moneycontrol.com

તેમણે એક વ્યવહારુ બાબતની પણ વાત કરી હતી. તેમના મતે, ભારતમાં રહેવું વધુ સસ્તું છે, જ્યાં ઓછા ખર્ચથી વધારે પૈસાની બચત કરી શકાય છે અને આવશ્યક સુવિધાઓ સરળતાથી મળી જતી હોય છે.

સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો આવતાની સાથે જ લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી. ઘણા વપરાશકર્તાઓએ કહ્યું કે, પૈસા જ બધું નથી, જ્યારે અન્ય લોકોએ તેમના નિર્ણયની પ્રશંસા કરી. ઘણા લોકો તેમના શબ્દો સાથે પોતાને જોડાયેલા અનુભવવા લાગ્યા હતા.

https://www.instagram.com/reel/DVXtJG2DDWW/

આ વાર્તા એવા લોકો માટે એક અલગ દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે, જેઓ વિદેશમાં જવું એ જ સફળતાની ચાવી માનતા હોય છે. તે આપણને બતાવે છે કે, જીવનમાં ખુશી, સ્વતંત્રતા અને પોતાના લોકોનો ટેકો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં, જ્યારે દરેક વ્યક્તિ વિદેશ જવાનું સ્વપ્ન જુએ છે, ત્યારે આ વાર્તા એક અલગ દ્રષ્ટિકોણ દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.