ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રીલિઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” - ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ

ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે.

ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે. મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, "આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા."ટીઝરનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવે છે જ્યારે બેંક એકાઉન્ટમાં ‘ઇનસફિશિયન્ટ બેલેન્સ’ બતાવે છે અને સવાલ ઉઠે છે - "પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા?"

ટીઝરમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે અને સામાન્ય માણસને ભરોસો અપાવી દે છે કે જે થઈ રહ્યું છે તે સાચું છે. ટીઝરના અંતમાં આવતો એક અજાણ્યો ફોન કોલજેમાં કહેવામાં આવે છે કે "આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ"  આખી ફિલ્મની ગંભીરતા અને સસ્પેન્સને વધુ ગાઢ બનાવે છે.

અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે પ્રશાંત બારોટપ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા મજબૂત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી આ ફિલ્મ સાયબર છેતરપિંડીના એવા પાસાને સ્પર્શે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી.

સસ્પેન્સડ્રામા અને સામાજિક સંદેશાથી ભરપૂર આ ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દર્શકોમાં મલ્હાર અને શ્રુહદની આ જોડીને આધુનિક ક્રાઈમ થ્રિલરમાં જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-05-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.