કોણ છે ઈરાનના સપોર્ટમાં ઉતરેલા હુતિ? તેમના એક પગલાથી યુદ્ધનો માર્ગ બદલાઈ શકે છે

મધ્ય-પૂર્વના યુદ્ધમાં હવે યમનના હુતિઓ સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યા છે. ઈરાનના સમર્થનમાં યુદ્ધના મેદાનમાં ઉતરીને હુતિઓએ ઇઝરાયલ સામે મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. આ શનિવારે દક્ષિણ ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોનો વરસાદ કરીને હુતિઓએ ઈરાન યુદ્ધમાં પોતાના પ્રવેશવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી ચાલી રહેલા યુદ્ધમાં એક નવો મોરચો ખુલ્યો છે. યુદ્ધમાં હુતિઓના પ્રવેશને ગંભીર માનવામાં આવે છે; કેમ કે જો હુતિ 2023-2025ની જેમ યુદ્ધ કરશે, તો તેના પરિણામો ઘણા દેશોમાં અનુભવાશે. એવામાં ચાલો જાણીએ કે આખરે હુતિઓ કોણ છે અને આ યુદ્ધમાં શું ભૂમિકા ભજવી શકે છે.

હુતિઓ કોણ છે?

હુતિઓ યમન સ્થિત એક રાજકીય અને લશ્કરી જૂથ છે, જે 2000ના દાયકામાં ઉભરી આવ્યું હતું અને તે હાલમાં ઉત્તર યમનના મોટાભાગના ભાગ પર નિયંત્રણ ધરાવે છે. આ જૂથનું નામ તેના સંસ્થાપક હુસૈન અલ-હુતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. હુતિઓને ઈરાનનું સમર્થન મળ્યું છે અને હવે તેઓ ઇરાનના સહયોગી છે, પરંતુ તેઓ સીધી રીતે ઈરાનના પ્રતિનિધિ નથી. તેઓ વારંવાર તેમના પોતાના દેશ, યમનના આંતરિક હિતોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપે છે. ઈરાને જરૂર તેમને આધુનિક બેલિસ્ટિક મિસાઇલ ટેક્નોલોજી પૂરી પાડી છે, પરંતુ હવે આ જૂથ પણ યમનમાં હથિયાર બનાવવા અને એસેમ્બલ કરવાની ક્ષમતાઓ વિકસાવી ચૂક્યું છે.

આ જૂથ સૌપ્રથમ 2014માં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેણે યમનની રાજધાની સના પર કબજો કર્યો. આ કબજાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સામે ભયાનક ગૃહયુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં સાઉદીની આગેવાની હેઠ હુમલા કરવામાં આવ્યા. જેને અમેરિકાનું પણ સમર્થન મળ્યું. આ હુમલાઓમાં લગભગ 9,000 નાગરિકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ, આ જૂથને અમેરિકાની સાતતા બે સરકારો તરફથી બોમ્બમારાનો સામનો કરવો પડ્યો.

Houthis.jpg-2

એક વખત તો, જાન્યુઆરી 2024માં, અમેરિકના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને યમનમાં હવાઈ હુમલા કરાવ્યા હતા. આ હુમલા લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર હુતિ હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યા હતા, પરંતુ આ હુમલાઓથી હુતિ જૂથને રોકી ન શકાયા. આ હુમલા જાન્યુઆરી 2025માં રોકાયા, જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ન થયો. માર્ચ 2025માં, જ્યારે ઇઝરાયલે ગાઝામાં ખોરાક અને મદદનો પુરવઠો બંધ કરી દીધો, ત્યારે હુતિ જૂથે ફરીથી હુમલાઓ શરૂ કર્યા હતા.

ત્યારબાદ એપ્રિલ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક બોમ્બમારાનું અભિયાન શરૂ કર્યું, જેથી આ હુમલાઓનો અંત આવે. મે 2025માં, ટ્રમ્પ વહીવટીતંત્ર અને હુતિ જૂથ વચ્ચે એક કરાર થયો, જેમાં શરત મૂકવામાં આવી હતી કે જો હુતિઓ જહાજો પરના હુમલા બંધ કરે, તો અમેરિકા પણ તેના હવાઈ હુમલાઓ બંધ કરશે. જોકે, આ કરારમાં ઇઝરાયલ સામેના હુમલાઓ બંધ કરવાની જોગવાઈ શામેલ નહોતી; એટલે, ગાઝામાં યુદ્ધવિરામ થવા સુધી આ હુમલાઓ ચાલુ રહ્યા.

‘TIME’ મેગેઝિનના અહેવાલ મુજબ, થોડાસમય અગાઉ હુતિઓએ લાલ સમુદ્રમાં વૈશ્વિક શિપિંગમાં વિક્ષેપ પાડ્યો હતો. નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2025ની વચ્ચે હુતિઓએ વૈશ્વિક શિપિંગને કરવા માટે એક મોટું આક્રમણ શરૂ કર્યું હતું. તે સમયગાળા દરમિયાન ગાઝામાં સંઘર્ષ વચ્ચે પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવાના અભિયાનના ભાગ રૂપે હુતિઓએ લાલ સમુદ્રમાં 100 થી વધુ વ્યાપારી જહાજો પર હુમલો કર્યો હતો.

Houthis.jpg-3

‘TIME’ના રિપોર્ટમાં, ઓટાવા યુનિવર્સિટી ખાતે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ પબ્લિક એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સના ફેલો થોમસ જુનેઉએ જણાવ્યું હતું કે જો હુતિ હુમલાઓ ઇઝરાયલ સામે સીધા હુમલાઓ સુધી મર્યાદિત રહે છે, તો તેની યુદ્ધ પર કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. કારણ કે ઇઝરાયલ આવી મિસાઇલોને અટકાવવામાં સક્ષમ છે. ઇઝરાયલની એન્ટિ મિસાઇલ સિસ્ટમ હુતિ મિસાઇલો અને ડ્રોનને રોકવામાં સક્ષમ છે. પરંતુ, જો હુતિઓ લાલ સમુદ્રમાં જહાજો પર હુમલાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લે છે, તો પરિસ્થિતિ બદલાઈ જશે.

જો હુતિઓ લાલ સમુદ્રમાં દરિયાઈ જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરે છે અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટની નાકાબંધી કરવાનો પ્રયાસ કરે છે, તો તેની સંઘર્ષ પર ઊંડી અસર પડશે, જે યુદ્ધને સંપૂર્ણપણે નવી દિશામાં લઈ જઇ શકે છે. આનાથી તેલ અને કુદરતી ગેસના ભાવ તેમજ વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધની પહેલાથી જ મજબૂત અસરને વધુ ગાઢ બનાવશે.

Houthis.jpg-4

નોંધનીય છે કે લાલ સમુદ્ર અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર હુમલાથી સુએઝ કેનાલના માધ્યમથી અવરજવર વિક્ષેપિત થવાની શક્યતા છે, જેના માધ્યમથી વૈશ્વિક દરિયાઈ વેપારનો લગભગ 15 ટકા, જેમાં 30 ટકા કન્ટેનર જહાજ ટ્રાફિકનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, યુરોપ અને એશિયા વચ્ચેનો લગભગ 12-15 ટકા વૈશ્વિક વેપાર આ માર્ગ પરથી પસાર થાય છે. જો આ હુમલાઓ વધશે, તો જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપમાંથી ફરીને જવું પડશે. આનાથી તેલ અને ગેસના ભાવ પર અસર જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.