ભાજપના ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી- ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમો હવે થવાના આરે છે. 24 એપ્રિલે આ ચૂંટણી પડઘમ શાંત થઈ જશે અને 26 તારીખે તમામ ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થઈ જશે. ચૂંટણી પડઘમ શાંત થાય એ અગાઉ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં એક નિવેદનને કારણે ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ધારાસભ્ય ભગવાન બારડે આહીર સમાજને સંબોધતા એક એવું નિવેદન આપ્યું છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. VTV ગુજરાતીના અહેવાલ મુજબ, સુત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તેમણે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો જરૂરી છે.

bhagwan-barad
gujarati.abplive.com

ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, ‘સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા ભૂલ ન થવી જોઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એ પણ ઉમેર્યું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય નિર્ણય લે છે, એટલે આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે.

આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજો. આ નિવેદનને કેટલાક લોકો કડક ચેતવણી તરીકે જોતા હોય છે, જ્યારે કેટલાક તેને રાજકીય ભાવનાત્મક અપીલ માને છે.

bhagwan-barad
youtube.com
bhagwan-barad2
youtube.com

ભગવાન બારડનું આ નિવેદન સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. લોકોમાં અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે, આગામી આ નિવેદનની સમયમાં આહીર સમાજ અને સ્થાનિક રાજનીતિ પર શું અસર પડશે.

About The Author

Related Posts

Top News

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું...
World 
આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ...
Gujarat 
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-06-2026 દિવસ: શનિવાર મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું. વૃષભ: સમય પ્રગતિકારક રહે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.