ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજા, શું છે આખો મામલો

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને રાજપીપલા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.  ચૈતર વસાવાએ ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સાંભળવામાં આવી છે. આ કેસમાં સેસન્સ કોર્ટે ચૈતર વસાવા, પત્ની સહિત 9 આરોપીને દોષિત જાહેર કર્યા છે.

MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.96 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ  આ કેસમાં ધરપકડ ટાળવા તેઓ એક મહિના સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ.  હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. 

આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો. સરન્ડર સમયે ચૈતર વસાવાએ કહ્યું હતું કે હું સામેથી સરન્ડર થવા આવ્યો છું. બધાને કહેવા માગું છું કે, હું અને મારો પરિવાર આદિવાસી સમાજ, નવયુવાનો, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એનો મને વિશ્વાસ છે.

vasava1
facebook.com

વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

આ મામલે સરકારી વકીલ વંદનાબેન ભટ્ટએ જણાવ્યું કે, 2023માં ફોરેન્ટ ઓફિસર પર ફાયરિંગ થયું હતું. જેમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.જોકે, હવે તમામને કેટલી સજા થશે તેની સુનાવણી હાલ ચાલી રહી છે. બપોર બાદ ખબર પડશે કે કેટલી અને શું સજા થાય છે. ચૈતર વસાવા ગુજરાત AAPના દિગ્ગજ આદિવાસી નેતા છે. આ ચૂકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે.

ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ

1. વર્ષ 2014: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો

2. વર્ષ 2018: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 115, 116, 120(B), 147, 148, 149, 395, 427, 450 અંતર્ગત ગુનો

3. વર્ષ 2017: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો

4.વર્ષ 2019: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 354(A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008 મુજબ ગુનો

5. વર્ષ 2020: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને વર્ષIPCની કલમ 188, 120 B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો

vasava2
facebook.com

6. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો

7. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો

8. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો

9. વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો

10.વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ સ્ટેશને IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો

11. રાજપીપળા પોલીસ સ્ટેશને IPCની કલમ IPCની કલમ 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો

12. કેવડિયા પોલીસ સ્ટેશને IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને

ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો

About The Author

Related Posts

Top News

TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; 'સોનાની ખાણ' જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી, TMC નેતાઓની આસપાસ સકંજો કડક થઈ રહ્યો છે. TMCના ભૂતપૂર્વ મેયર સબ્યસાચી દત્તાની...
National 
TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; 'સોનાની ખાણ' જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજા, શું છે આખો મામલો

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને રાજપીપલા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.  ચૈતર વસાવાએ ફોરેસ્ટના...
Gujarat 
ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજા, શું છે આખો મામલો

સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

સુરતમાં ફરી એક વખત બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે. રેલવે ગોડાઉન ગ્પર નિર્માણાધીન બ્રિજના...
Gujarat 
સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો

દિલ્હી નજીક ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાહન તપાસ દરમિયાન, એક એવી ઘટના બની, જેને જોયા બાદ...
National 
પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.