TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો અનુસાર, બદુરિયા મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ અને TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન, પાર્ટી કાર્યાલય અને નજીકના કમ્પ્યુટર સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ સ્થળોએ કરવામાં આવેલી તપાસ બાદ, આશરે ₹80 લાખ રોકડ મળી આવી હતી. આ દરમિયાન, ભ્રષ્ટાચાર અને સરકારી રાહત સામગ્રીના ઉચાપતના આરોપસર દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ, પોલીસે તેમના નિવાસસ્થાનને સીલ કરી દીધું છે.

TMC-Leader2
x.com/AAjju_33

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી સરકાર બદલાઈ ત્યારથી, ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. ભ્રષ્ટાચારના આરોપસર અનેક TMC નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ક્રમમાં, સોમવારે મોડી રાત્રે, ઉત્તર 24 પરગણા જિલ્લાના બદુરિયા પોલીસ સ્ટેશનની પોલીસે બદુરિયા મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, દીપાંકર ભટ્ટાચાર્યના ઘર, તેમના પાર્ટી કાર્યાલય અને નજીકના કમ્પ્યુટર સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, કમ્પ્યુટર સેન્ટર તાળું મારેલું હોવાથી, પોલીસ ટીમે પ્રવેશ કરવા માટે તાળું તોડવું પડ્યું. દરોડા દરમિયાન, પોલીસે વિવિધ સ્થળોએથી આશરે ₹80 લાખ રોકડા જપ્ત કર્યા. મળતી માહિતી અનુસાર દીપાંકર ભટ્ટાચાર્ય આ રૂપિયાનો હિસાબ નહોતો. આ ઉપરાંત, તેમના સ્થળો પરથી રાહત સામગ્રી પણ મળી આવી હતી. હાલમાં પોલીસ ટીમે દીપાંકર ભટ્ટાચાર્યને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે. દીપાંકર ભટ્ટાચાર્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

TMC-Leader1
x.com/AAjju_33

તો બીજી તરફ, મુર્શિદાબાદ જિલ્લાના કાંદી શહેરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર કોલકાતા પોલીસના DC રેન્કના અધિકારી શાંતનુ સિંહા બિશ્વાસના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે, જેઓ હાલમાં EDની કસ્ટડીમાં છે. EDએ અગાઉ ગયા શુક્રવારે પણ શાંતનુ સિંહા બિશ્વાસના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તો આજે સવારે, EDના અધિકારીઓ ફરી એકવાર પહોંચ્યા હતા. તેમના નિવાસસ્થાનને કેન્દ્રીય દળોની સુરક્ષા દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે. ED અધિકારીઓ ઘરના પરિસરમાં આવેલા તળાવ પર નજર રાખી રહ્યા છે. આ તળાવની આસપાસ 10થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.