‘…તો અમે 47-48મી ઓવરમાં જ જીત મેળવી લીધી હોત', પાકિસ્તાન સામેની હાર માટે કેપ્ટન તિલક વર્માએ કોના પર હારનું ઠીકરું ફોડ્યું?

એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ'માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે એક મહત્ત્વપૂર્ણ મેચ રમાઇ, જેમાં પાકિસ્તાને 48 રનથી જીત મેળવી. પાકિસ્તાને બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારત Aની હાર બાદ, કેપ્ટન તિલક વર્માએ એક મોટું નિવેદન આપ્યું અને હારનું મુખ્ય કારણ બેટ્સમેનો વચ્ચે ભાગીદારીનો અભાવ હોવાનું જણાવ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ' A એ 49.2 ઓવરમાં 313 રન બનાવ્યા. ભારત Aએ 26 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ શાનદાર ઇનિંગ રમતા 70 રન બનાવ્યા. તિલક વર્માએ એક છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ શાહબાઝ અહમદ સિવાય તેને કોઇ બેટ્સમેનનો ખાસ સહયોગ ન મળ્યો. આ ત્રણેય ખેલાડીઓ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહોતો.

Tilak Varma
sports.ndtv.com

તિલક વર્માએ હાર બાદ બેટ્સમેનો વચ્ચે ભાગીદારી ન બની શકવાને હારનું કારણ ગણાવ્યું અને કહ્યું કે, અભિષેક શર્માએ જે રીતે શરૂઆત કરી અને શાહબાઝ અહમદે જે પ્રકારે ભાગીદારી કરી, તે ખૂબ મહત્ત્વપૂર્ણ હતી. નિરાશાજનક વાત એ છે કે જ્યારે અમે રન બનાવવાની ગતિ વધારવા માંગતા હતા, શાહબાઝ અહમદ આઉટ થઈ ગયો. જો તે વધુ બે ઓવર ટકી ગયો હોત, તો કદાચ હું મેચ ખતમ કરી શકતો હતો.

તિલક વર્માએ પાકિસ્તાની બોલરોની પણ પ્રશંસા કરતા કહ્યું કે, બીજી ઇનિંગની શરૂઆતમાં બોલ સ્વિંગ થતો જોવા મળી રહ્યો હતો. તેમના બે ફાસ્ટ બોલરોને શ્રેય જાય છે, જેમણે સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી. અમે પણ સતત વિકેટ ગુમાવી; જો આવું ન હોત, તો કદાચ અમે 47 કે 48મી ઓવરમાં જ જીત મેળવી લીધી હોત.

tilak verma
hindustantimes.com

જોકે તિલક વર્માએ 149 બોલમાં સદી ફટકારી હતી, તેમ છતા તે ખુશ નહોતો, કારણ કે તે ભારત Aને જીત અપાવી ન શક્યો. તિલકે કહ્યું કે, હું નથી માનતો. મારા માટે જીતવું સૌથી શ્રેષ્ઠ હોત. જો અમે મેચ ન જીત્યા, તો પછી મારા માટે ખાસ નથી. જો કે, હું હંમેશાં મેચને અંત સુધી લઈ જવાનો પ્રયત્ન કરું છું. આજે પણ હું એવું કરવા માંગતો હતો. જો કોઈ અન્ય બેટ્સમેન માને સપોર્ટ કરતો, તો કદાચ હું મેચ પૂરી કરી શક્યો હોત. જોકે, કેપ્ટન તરીકે તમારે ભાર અને જવાબદારી ઉઠાવવાની હોય છે. ઇમાનદારીથી કહું તો મને એમ કરવાનું પસંદ છે.

About The Author

Related Posts

Top News

‘…તો અમે 47-48મી ઓવરમાં જ જીત મેળવી લીધી હોત', પાકિસ્તાન સામેની હાર માટે કેપ્ટન તિલક વર્માએ કોના પર હારનું ઠીકરું ફોડ્યું?

એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ'માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે એક મહત્ત્વપૂર્ણ મેચ રમાઇ, જેમાં પાકિસ્તાને...
‘…તો અમે 47-48મી ઓવરમાં જ જીત મેળવી લીધી હોત', પાકિસ્તાન સામેની હાર માટે કેપ્ટન તિલક વર્માએ કોના પર હારનું ઠીકરું ફોડ્યું?

બિસ્લેરી પાણીમાં એવું શું મળ્યું કે FSSAIએ વપરાશ માટે અસુરક્ષિત ગણાવ્યું

દેશની ખાદ્ય નિયમનકારી સંસ્થા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બોટલબંધ પાણી બનાવનારી કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલ...
National 
બિસ્લેરી પાણીમાં એવું શું મળ્યું કે FSSAIએ વપરાશ માટે અસુરક્ષિત ગણાવ્યું

ડાર્ક વેબ પર 500 ડોલરમાં વેચતો હતો 'અગ્નિવીર'ના ડેટા, 14 વર્ષીય કિશોરની અટકાયત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હરિયાણાના બલ્લભગઢના એક 14 વર્ષીય કિશોરને અટકાયતમાં લીધો છે. તેના પર આરોપ છે કે, 'ડાર્ક...
National 
ડાર્ક વેબ પર 500 ડોલરમાં વેચતો હતો 'અગ્નિવીર'ના ડેટા, 14 વર્ષીય કિશોરની અટકાયત

પોલીસ પોતાની ચકાસણી જાતે કરાવશે; તેમના ID કાર્ડના QR કોડને સ્કેન કરવાથી તેમની પુરી કુંડળી બહાર આવશે! જાણો તમને શું ફાયદો થશે?

દેશભરમાં ગુનેગારો લાંબા સમયથી નકલી પોલીસ અધિકારીઓ તરીકે ઓળખ આપીને નિર્દોષ લોકોને છેતરતા આવ્યા છે. આ વ્યક્તિઓ નકલી ID કાર્ડ...
National 
પોલીસ પોતાની ચકાસણી જાતે કરાવશે; તેમના ID કાર્ડના QR કોડને સ્કેન કરવાથી તેમની પુરી કુંડળી બહાર આવશે! જાણો તમને શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.