ડેટા ડાર્ક વેબ પર 500 ડોલરમાં વેચતો હતો 'અગ્નિવીર'ના ડેટા, 14 વર્ષીય કિશોરની અટકાયત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હરિયાણાના બલ્લભગઢના એક 14 વર્ષીય કિશોરને અટકાયતમાં લીધો છે. તેના પર આરોપ છે કે, 'ડાર્ક વેબ' પર અગ્નિવીરો સાથે સંબંધિત ડેટાને વેચવાનો પ્રયાસ કર્યો. તેણે આ ડેટા માટે 500 ડોલરની કિંમત નક્કી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કિશોરે એક ટેસ્ટ વેબસાઇટને હેક કરીને આ માહિતી મેળવી હતી. આ વેબસાઇટ પૂર્વ અગ્નિવીરો બનાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની નોંધણી કરાવી શકે. સાથે જ આ વેબસાઇટ ઘણાં સરકારી વિભાગોમાં નોકરીની ખાલી જગ્યાઓ શોધવામાં પણ મદદ કરતી હતી.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, તપાસ ટીમે જણાવ્યું કે કિશોરે ડાર્ક વેબ પર એક જાહેરાત મૂકી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની પાસે લગભગ 4,000 અગ્નિવીરોની વિગતો છે અને તે તેને 500 ડોલરમાં વેચવા માંગે છે. અધિકારીઓએ એ જણાવ્યું કે આ ડેટા મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે કિશોરના ડિજિટલ ડિવાઇસમાંથી આ ડેટા જપ્ત કર્યો છે.

5

પોલીસ હાલમાં વેબસાઇટ પરથી ચોરવામાં આવેલા ડેટાની તપાસ કરી રહી છે. પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને સત્તાવાર 'અગ્નિવીર ડેટાબેઝ' માંગ્યો છે, જેથી ડેટા અને જપ્ત કરાયેલી માહિતીને સરખાવીને તેની સત્યતા ચકાસી શકાય. શરૂઆતમાં કિશોરને અટકાયતમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, પ્રાથમિક પૂછપરછ બાદ તેને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

4

હાલમાં એ વાતની તપાસ ચાલી રહી છે કે ડેટા લીક કેટલું મોટું છે અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે તેના ડિવાઇસમાંથી મળેલી માહિતી સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં. કેન્દ્ર સરકારે જૂન 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષના કાર્યકાળ માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ પસંદ કરાયેલા લોકોને અગ્નિવીર કહેવામાં આવે છે.

About The Author

Top News

ડેટા ડાર્ક વેબ પર 500 ડોલરમાં વેચતો હતો 'અગ્નિવીર'ના ડેટા, 14 વર્ષીય કિશોરની અટકાયત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હરિયાણાના બલ્લભગઢના એક 14 વર્ષીય કિશોરને અટકાયતમાં લીધો છે. તેના પર આરોપ છે કે, 'ડાર્ક...
National 
ડેટા ડાર્ક વેબ પર 500 ડોલરમાં વેચતો હતો 'અગ્નિવીર'ના ડેટા, 14 વર્ષીય કિશોરની અટકાયત

પોલીસ પોતાની ચકાસણી જાતે કરાવશે; તેમના ID કાર્ડના QR કોડને સ્કેન કરવાથી તેમની પુરી કુંડળી બહાર આવશે! જાણો તમને શું ફાયદો થશે?

દેશભરમાં ગુનેગારો લાંબા સમયથી નકલી પોલીસ અધિકારીઓ તરીકે ઓળખ આપીને નિર્દોષ લોકોને છેતરતા આવ્યા છે. આ વ્યક્તિઓ નકલી ID કાર્ડ...
National 
પોલીસ પોતાની ચકાસણી જાતે કરાવશે; તેમના ID કાર્ડના QR કોડને સ્કેન કરવાથી તેમની પુરી કુંડળી બહાર આવશે! જાણો તમને શું ફાયદો થશે?

બેટથી રન વરસી રહ્યા છે, છતા ભારતીય ટીમમાં નહીં મળે એન્ટ્રી! SKYને લઇને BCCIનો પ્લાન આવ્યો સામે

ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવના ભવિષ્યને લઈને હાલમાં મોટી ચર્ચા ચાલી રહી છે. ભારતીય ટીમ માટે કેપ્ટન્શિપ કરનારા સૂર્યકુમાર યાદવ હવે...
Sports 
બેટથી રન વરસી રહ્યા છે, છતા ભારતીય ટીમમાં નહીં મળે એન્ટ્રી! SKYને લઇને BCCIનો પ્લાન આવ્યો સામે

ડિસેમ્બરમાં લગ્ન માટે ફક્ત 7 દિવસ જ શરણાઈઓ વાગશે, ખરમાસ 16મી તારીખથી શરૂ થઇ જશે

ડિસેમ્બર મહિનો લગ્નની તૈયારી કરનારાઓ માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં લગ્ન માટે ફક્ત 7 તારીખો જ શુભ છે. એવામાં...
Astro and Religion 
ડિસેમ્બરમાં લગ્ન માટે ફક્ત 7 દિવસ જ શરણાઈઓ વાગશે, ખરમાસ 16મી તારીખથી શરૂ થઇ જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.