‘તમારો પગાર 2 લાખ છે, તમારા ડ્રાઇવરનો 20 હજાર...’, જ્યારે સીમાંકન પર શશિ થરૂરે CM નાયડુને સમજાવ્યું ગણિત!

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બુધવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો, જેમાં નાયડુએ કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકન માળખાનો બચાવ કર્યો હતો. થરૂરે તર્ક આપ્યો કે જો બધા રાજ્યોમાં લોકસભા બેઠકો સમાન રીતે વધારવામાં આવે છે તો પણ રાજકીય પ્રભાવ મોટા રાજ્યો તરફ ઝુકશે. થરૂરે આ પ્રતિક્રિયા ત્યારે આપી, જ્યારે નાયડુએ સંસદમાં બંધારણ સુધારા બિલને રોકવા બદલ વિપક્ષની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સીમાંકન અંગેની ચિંતાઓ પાયાવિહોણી છે.

NEET-Admit-card
thefederal.com

એ નોંધનીય છે કે એપ્રિલમાં સંસદના વિષેશ સત્ર દરમિયાન રજૂ કરાયેલા બંધારણ (131મો સુધારો) બિલ, 2026માં લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધારીને 850 કરવાનો અને સીમાંકનને 2011ની વસ્તી ગણતરી સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં તમામ રાજ્યો માટે લોકસભા બેઠકોમાં પ્રમાણસર 50% વધારો કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. મતદાન કરનારા 528 સભ્યોમાંથી 298 સભ્યોએ બિલને ટેકો આપ્યો, જ્યારે 230 સભ્યોએ તેનો વિરોધ કર્યો. તેને પસાર કરવા માટે ઓછામાં ઓછા 352 મતોની જરૂર હતી.

થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ‘નાયડુ-જી, ચાલો એક વિચાર-પ્રયોગ કરીએ. ધારો કે તમારો પગાર 2 લાખ છે અને તમારા ડ્રાઇવરનો 20,000 છે. તમે દરેક માટે 50% વધારો જાહેર કરો છો. હવે, તમારો પગાર 3 લાખ છે અને તમારા ડ્રાઇવરનો 30,000 છે. ટકાવારી અથવા પ્રમાણસર વધારો સમાન છે, પરંતુ શું તમે પહેલાની તુલનામાં તમારા ડ્રાઇવર કરતા ઘણી સારી સ્થિતિમાં નથી?’

shashi-tharoor
financialexpress.com

થરૂરે તર્ક આપ્યો કે દક્ષિણ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, ભલે બેઠકોમાં વધારો પ્રમાણસર હોય, પરંતુ રાજકીય સંતુલન ખૂબ બદલાય છે. એક ઉદાહરણ આપતા તેમણે પૂછ્યું કે શું હકીકતમાં કોઇ અંતર નથી, જો ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ 80 થી વધારીને 120 સાંસદો અને કેરળનું 20થી વધારીને 30 થઇ જાય. તેમણે કહ્યું કે જો સંખ્યાત્મક ગુણોત્તર સમાન રહેશે તો પણ રાજકીય વજનમાં ભારે અંતર એક ગંભીર ચિંતાનો વિષય રહેશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.