આખી જિંદગી જંગલમાં વાંદરા સાથે રહી, આખું જંગલ મોગલી ગર્લનું કંઈ ન બગાડી શકી પણ માણસ વચ્ચે આવીને જીવ ગયો

મોગલી ગર્લ, એટલે કે અહેસાસ, હવે આ દુનિયાને છોડી ગઈ છે. 9 વર્ષ પહેલાં, વન અધિકારીઓએ વાંદરાઓના જૂથથી ઘેરાયેલી 10 વર્ષની છોકરીને બચાવી હતી. તેનો વાંદરા જેવો અવાજ, પગથી ખાવાની ટેવ અને કપડાં ન પહેરવાના સ્વભાવે તેને મોગલી ગર્લ બનાવી હતી. 15 જૂને તેના મૃત્યુના સમાચારે 2017ની યાદો તાજી કરી દીધી, જ્યારે તે દેશના અગ્રણી અખબારોમાં હેડલાઇન્સ બનાવી હતી.

Mowgli Girl Dies
etvbharat.com

કટાર્નિયા અભયારણ્યના મોતીપુર રેન્જમાં નૈનિહા ગામ નજીક પેટ્રોલિંગ કરતી વખતે, તત્કાલીન સબ-ઇન્સ્પેક્ટર સુરેશ કુમારે વાંદરાઓના જૂથ વચ્ચે 10 વર્ષની છોકરીને જોઈ. છોકરી નગ્ન હતી, તેના હાથ પગના નખ વધેલા હતા અને વાળ પણ વધેલા હતા, બંને હાથ અને પગથી તે ચાલતી હતી અને વાંદરાની જેમ બૂમો પાડતી અને ગુસ્સો કરતી હતી. વાંદરાઓએ તેને બચાવવા આવેલા ગામલોકો પર હુમલો કર્યો. પોલીસે તેને ખૂબ જ મુશ્કેલીથી તેમના જૂથમાંથી બચાવવામાં સફળતા મેળવી. સામાન્ય જીવન જીવવાની કળા શીખી રહેલી મોગલી ગર્લનું 9 વર્ષ પછી 15 જૂને જીવન સમાપ્ત થઇ ગયું હતું. 2017માં જંગલમાંથી બહાર આવેલી મોગલી ગર્લના આખા શરીર પર ઉજરડાના નિશાન હતી. તેને મિહિપુરવા CHCથી રિફર કરવામાં આવી હતી અને બહરાઇચ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Mowgli Girl Dies
etvbharat.com

તત્કાલીન મુખ્ય તબીબી અધિકારી ડૉ. D.K. સિંહે જણાવ્યું હતું કે, તે કોઈ ભાષા સમજી શકતી ન હતી કે ન તો થાળીમાંથી ખાવાનું ખાતી હતી, પરંતુ તે જમીન પર ફેલાવીને વાંદરાઓની જેમ ખાતી હતી. તેથી, તેને મોગલી ગર્લનું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તેની સારવાર કરનારા ENT નિષ્ણાત ડૉ. S.K. વર્મા કહે છે કે, આ પહેલી વાર હતું જ્યારે તેમને આવો કેસ મળ્યો હતો. તેના બધા અંગો વિકસિત થયા હતા, પરંતુ તેની રીતભાત સંપૂર્ણપણે વાંદરાના જેવી હતી. જોકે, તેના ત્યાંથી નીકળ્યા પછી, તેની ભાષા, વર્તન અને શિક્ષણ પર કામ કરવામાં આવ્યું. ધીમે ધીમે, તે બોલવાનું, કપડાં પહેરવાનું શીખી ગઈ અને સામાન્ય જીવન જીવવા લાગી. જોકે, જ્યારે તેમને ખબર પડી કે છોકરી મરી ગઈ છે, ત્યારે તેઓ પણ ચોંકી ગયા.

Mowgli Girl Dies
jagran.com

ડૉ. અનૂપ કુમારે જણાવ્યું કે, જંગલમાં વર્ષો સુધી રહેવાથી તેના ફેફસાં પર અસર પડી હતી. અહેવાલો અનુસાર, તે લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતી હતી. બે દિવસ પહેલા લખનઉમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું. વનકર્મીઓ દ્વારા મૃત્યુના જડબામાંથી બચાવાયેલી આ છોકરીનું સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાતા પહેલા જ અવસાન થયું. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ. સંજય ખત્રી કહે છે કે, આવી ઘટનાઓ હંમેશા સમાજને પાઠ શીખવે છે. એહસાસની વાર્તા માનવતા અને પ્રકૃતિ વચ્ચેના સંબંધનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવશે.

About The Author

Related Posts

Top News

આખી જિંદગી જંગલમાં વાંદરા સાથે રહી, આખું જંગલ મોગલી ગર્લનું કંઈ ન બગાડી શકી પણ માણસ વચ્ચે આવીને જીવ ગયો

મોગલી ગર્લ, એટલે કે અહેસાસ, હવે આ દુનિયાને છોડી ગઈ છે. 9 વર્ષ પહેલાં, વન અધિકારીઓએ વાંદરાઓના...
National 
આખી જિંદગી જંગલમાં વાંદરા સાથે રહી, આખું જંગલ મોગલી ગર્લનું કંઈ ન બગાડી શકી પણ માણસ વચ્ચે આવીને જીવ ગયો

‘તમારો પગાર 2 લાખ છે, તમારા ડ્રાઇવરનો 20 હજાર...’, જ્યારે સીમાંકન પર શશિ થરૂરે CM નાયડુને સમજાવ્યું ગણિત!

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બુધવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો, જેમાં...
Politics 
‘તમારો પગાર 2 લાખ છે, તમારા ડ્રાઇવરનો 20 હજાર...’, જ્યારે સીમાંકન પર શશિ થરૂરે CM નાયડુને સમજાવ્યું ગણિત!

iPhone ખરીદવા માટે હવે પૈસા વધુ ચુકવવા પડશે, Appleના CEOએ જણાવ્યું કારણ

ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple આગામી સમયમાં તેના પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ...
Tech and Auto 
iPhone ખરીદવા માટે હવે પૈસા વધુ ચુકવવા પડશે, Appleના CEOએ જણાવ્યું કારણ

ટ્રેનમાં જનરલ ડબ્બામાં સીટ માટે લડાઈ, એટલો માર માર્યો કે મુસાફરનો જીવ ગયો, લોકો અને RPF તમાશો જોતા રહ્યા

દિલ્હીના શાહદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવાના વિવાદમાં એક મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો. પ્લેટફોર્મ નંબર 3 પર યોગ એક્સપ્રેસના જનરલ...
National 
ટ્રેનમાં જનરલ ડબ્બામાં સીટ માટે લડાઈ, એટલો માર માર્યો કે મુસાફરનો જીવ ગયો, લોકો અને RPF તમાશો જોતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.