ટ્રેનમાં જનરલ ડબ્બામાં સીટ માટે લડાઈ, એટલો માર માર્યો કે મુસાફરનો જીવ ગયો, લોકો અને RPF તમાશો જોતા રહ્યા

દિલ્હીના શાહદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવાના વિવાદમાં એક મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો. પ્લેટફોર્મ નંબર 3 પર યોગ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને સાથી મુસાફરોએ ખુબ માર માર્યો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘટનાસ્થળે હાજર RPF કર્મચારીઓ હસ્તક્ષેપ કરીને પીડિતને લોકોના ટોળામાંથી સલામત રીતે બહાર કાઢતા અને તેને જમીન પર સુવડાવતા દેખાય છે. જોકે, પીડિતને ત્યાર પછી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ આખી ઘટના સવારે 6:00 વાગ્યાની આસપાસ શાહદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર બની હતી. હરિદ્વાર જતી યોગ એક્સપ્રેસ ઉભી રહેતાની સાથે જ જનરલ ડબ્બામાં ચઢવા માટે મુસાફરોમાં ભારે ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. આ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના રહેવાસી પંકજ ધામાની અન્ય કેટલાક મુસાફરો સાથે સામાન્ય બોલાચાલી થઈ. જોત જોતામાં ડબ્બાના દરવાજા પર થયેલી નાની બોલાચાલીની ઘટનાએ ઝડપથી હિંસક મારામારીમાં પરિણમી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ પંકજ પર હુમલો કર્યો, તેને જમીન પર પછાડી દીધો અને જોર જોરથી લાતો અને મુક્કા માર્યા.

આ દુ:ખદ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થાનો પર્દાફાશ કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે ઘટનાસ્થળે હાજર એક RPF કોન્સ્ટેબલે પંકજને ભીડથી બચાવવા માટે દરમિયાનગીરી કરી, પરંતુ પછી તેને જમીન પર ખેંચીને ત્યાં જ છોડી દીધો. જમીન પર પડ્યા પછી, પંકજના શરીરમાં થોડી હિલચાલ દેખાઈ, પરંતુ ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને તે જ સ્થિતિમાં છોડીને આગળ નીકળી ગયા. પ્લેટફોર્મ પરના કોઈપણ જવાબદાર વ્યક્તિએ પીડિતને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની તસ્દી લીધી નહીં. આ ગંભીર બેદરકારીને કારણે સમયસર તબીબી સહાય ન મળવાને કારણે પંકજનું મૃત્યુ થયું.

Man-Death-Shahdara2
jagran.com

ઘટનાની જાણ થતાં જ, જૂની દિલ્હી રેલ્વે પોલીસ સ્ટેશન (PS ODRS)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી. નવી દિલ્હી રેલ્વે DCP સચિન શર્માએ જણાવ્યું કે, પીડિત, પંકજ ધામાને ગંભીર હાલતમાં GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો (MLC નં. 1645/12/26). પ્રાથમિક તબીબી અહેવાલ મુજબ, હુમલા દરમિયાન પંકજને ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી, જે મૃત્યુનું મુખ્ય કારણ હતું.

Man-Death-Shahdara1
hindi.oneindia.com

પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 105 (ઈરાદા વગરની હત્યા) અને કલમ 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં, પોલીસ રેલ્વે સ્ટેશન પરના CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનું કામ કરી રહી છે, જેથી શક્ય તેટલી વહેલી તકે તેમની ધરપકડ કરી શકાય.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.