'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'ની રચના કરનાર અભિજીત દિપકને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના એક વકીલે એક મોટો ખેલ કરી દીધો છે. ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને, તેમણે પોતાના નામથી પાર્ટીની નોંધણી કરાવવાની માંગ કરી દીધી છે. જો ચૂંટણી પંચ તેમની અરજી સ્વીકારે છે, તો તેઓ આ નામના રાજકીય પક્ષ પર નિયંત્રણ મેળવી લેશે.

આ બાબતથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીપતના રહેવાસી સુધીર જાખડ વ્યવસાયે વકીલ છે. તેમણે પોતાને 'કોકરોચ જનતા પાર્ટી'ના રાષ્ટ્રીય કન્વીનર ગણાવતા, તેમણે ચૂંટણી પંચના નોંધણી સચિવ સમક્ષ અરજી દાખલ કરી છે. તેમણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 29A હેઠળ નોંધણીની માંગ કરી છે. નોંધનીય છે કે, અરજીમાં CJP સાથે સંકળાયેલા કોકરોચ વાળો લોગો ઉપયોગ કરવામાં આવ્યો છે.

abhijit1
dw.com

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ અમેરિકામાં અભ્યાસ કરી રહેલા અભિજીત દિપકે સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' નામનું હેન્ડલ બનાવ્યું હતું, જેણે X (અગાઉનું ટ્વીટર) ઉપરાંત ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પણ ભારે લોકપ્રિયતા મેળવી. થોડા જ દિવસોમાં, તેના ફોલોઅર્સની સંખ્યા ભાજપ અને કોંગ્રેસ કરતા પણ વધી ગઈ. જોકે, સરકારની માંગ બાદ આ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) સાથે ભૂતકાળમાં જોડાયેલા અભિજીત દિપકે જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે.

જાખરે જણાવ્યું હતું કે પાર્ટીએ દિપકનો સંપર્ક કર્યો હતો અને તેમને ભારત આવીને પાર્ટીની નોંધણી કરાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બોસ્ટનમાં માસ્ટર ડિગ્રી મેળવી રહેલા દિપકે પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો. દિપકેએ ભારત પાછા આવવાનો અને આ ઝુંબેશને જમીન પર એક વાસ્તવિક રાજકીય પક્ષમાં બદલવાનો ઇનકાર કર્યો હતો. યુવાનોમાં ફેલાયેલા આક્રોશ અને આ આંદોલનના વ્યાપક પ્રમાણને જોતા અમને લાગ્યું કે જો કોઈ અન્ય વ્યક્તિએ તેને પોતાના નામે રજીસ્ટર કરાવી લીધી અને તેનો દુરુપયોગ કર્યો તો સમગ્ર આંદોલન જોખમમાં મુકાઈ જશે. આવું ન થાય એ સુનિશ્ચિત કરવા માટે, અમે આગળ વધવાનો નિર્ણય લીધો. દિપકે હજુ સુધી આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપી નથી.

abhijiy
hindustantimes.com

જાખડને મંગળવારે બાકીના જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ હાજર થવાનું હતું. જાખડે ચૂંટણી પંચને સુપરત કરાયેલા દસ્તાવેજોમાં  દર્શાવેલ પક્ષના ઉદ્દેશ્યોમાં બંધારણની કલમ 51A હેઠળ મૂળભૂત ફરજોને પ્રોત્સાહન આપવા, લોકશાહી ભાગીદારી, શાસનનું સામાજિક ઓડિટ, પર્યાવરણીય સંરક્ષણ, પશુ કલ્યાણ, કાનૂની જાગૃતિ, પારદર્શિતા, સાંપ્રદાયિક સંવાદિતા અને શાંતિપૂર્ણ લોકશાહી સુધારાનો સમાવેશ થાય છે.

આ મુદ્દાઓ CJPની એ માંગણીઓથી અલગ છે, જેને દીપકેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવી હતી. આ માંગણીઓમાં નિવૃત્તિ પછી રાજ્યસભામાં મુખ્ય ન્યાયાધીશો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી; ખોટી રીતે મત કાઢી નાખવા પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી; સંસદ અને મંત્રીમંડળમાં મહિલાઓ માટે 50 ટકા અનામત; અબજોપતિ ઉદ્યોગપતિઓ દ્વારા રાખવામાં આવેલા મીડિયા લાઇસન્સ રદ કરવા; અને રાજકીય પક્ષપલટા પર 20 વર્ષનો પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

બકરીઇદ (ઈદ-ઉલ-અઝહા) ના તહેવાર પૂર્વે ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તહેવાર દરમિયાન રસ્તાઓ પર નમાજ પઢવા...
National 
રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'ની રચના કરનાર અભિજીત દિપકને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના...
National 
'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની...
Tech and Auto 
1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે, વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ આ ઓનલાઈન...
National 
અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.