શું ઓમર અબ્દુલ્લાની સરકાર પડવાની છે? 3 જૂને તમામ ધારાસભ્યોની બેઠક

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં એક મોટી બહેસ છેડાઇ ગઈ છે. શું ઓમર અબ્દુલ્લાની સરકાર પડી જવાના આરે છે? શું પાર્ટીના ધારાસભ્યો ઓમર અબ્દુલ્લાથી નારાજ છે? ઓમર અબ્દુલ્લાએ 3 જૂને તમામ ધારાસભ્યોની બેઠક કેમ બોલાવી છે? આ પ્રશ્નો અંગે હાલમાં મોટી બહેસ ચાલી રહી છે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાની સરકાર જલદી પડી જવે અંગે મોટા-મોટી દાવા કરી રહી છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા 3 જૂને તેમના ધારાસભ્યો સાથે બોલાવવામાં આવેલી કટોકટીની બેઠક પર કટાક્ષ કરતા વિપક્ષના નેતા સુનિલ શર્મા અને પાર્ટીના વરિષ્ઠ નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું હતું કે,ઓમર અબ્દુલ્લા તેમના ડૂબતા જહાજને બચાવવા માટે અંતિમ, બેતાબ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં દરેકને સાંભળવા મળશે કે ઓમર અબ્દુલ્લાની સરકારનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે.

ઈન્ડિયા ટીવીના અહેવાલ મુજબ, અલ્તાફ ઠાકુરે જણાવ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્યો ઓમર અબ્દુલ્લાથી નાખુશ છે. જોકે અગાઉ તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે પ્રયાસો નિરર્થક સાબિત થયા. 3 જૂને યોજાનારી બેઠક આ ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા અને સરકાર બચાવવાનો અંતિમ પ્રયાસ છે. એક એવો પ્રયાસ જેમાં ઓમર અબ્દુલ્લા નિષ્ફળ જશે એ નક્કી છે. અલ્તાફ ઠાકુરે જણાવ્યું કે, ‘3 જૂન સુધી રાહ જુઓ કે આ બેઠક પછી શું થાય છે.

Omar Abdullah
facebook.com/p/Omar-Abdullah

ભાજપના આ દાવાઓનો જવાબ આપતા તેમના પક્ષના એક વરિષ્ઠ નેતા, મુન્તઝીર મેહદીએ ને સ્વીકાર્યું કે તેમાં કોઈ શંકા નથી કે નેશનલ કોન્ફરન્સના ઘણા ધારાસભ્યો પાર્ટીથી નાખુશ છે અને તેને છોડવા માંગે છે. તેમણે આનું કારણ એ આપ્યું કે ઓમર અબ્દુલ્લા તેમને મળેલા જનાદેશને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે. હું વ્યક્તિગત રીતે આવા ઘણા ધારાસભ્યોને જાણું છું જેઓ પાર્ટીથી નારાજ છે. તેમણે વધુમાં ભાર મૂક્યો કે બેઠકના સાચા હેતુ અંગે કોઈ અસ્પષ્ટતા નથી: તે ધારાસભ્યોને મનાવવા અને તેમની ફરિયાદોને દૂર કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. તેમણે જણાવ્યું કે ફારુક અબ્દુલ્લા આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે, જે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરે. આનું કારણ એ છે કે ઓમર કે ફારૂક કોઈપણ સંજોગોમાં સત્તા છોડવા તૈયાર નથી.

વિપક્ષના નેતા સુનિલ શર્મા દ્વારા કરવામાં આવેલા દાવાઓના જવાબમાં અને 3 જૂને યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકને ધ્યાનમાં રાખીને ઓમર અબ્દુલ્લાએ તેમના 'X' હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા ભાજપ પર વળતો પ્રહાર કર્યો. જેમાં તેમણે લખ્યું કે, મને એ જોઈને આનંદ થાય છે કે જે લોકોને મેં ધારાસભ્યો સાથે મેં બેઠક માટે બોલાવ્યા છે. તેના વિશે સૌથી ઓછું જાણે છે તેઓ જ સૌથી વધુ વાત કરી રહ્યા છે. એક વાત યાદ રાખજો- જેઓ જાણે છે તેઓ બોલતા નથી, અને જેઓ બોલે છે તેઓ વિપક્ષમાં બેઠા હોય છે.

આ દરમિયાન, નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને સાંસદ રમઝાન ચૌધરીએ કહ્યું ભાજપ મુગેરીલાલના સપના જોઇ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી નેશનલ કોન્ફરન્સને અસ્થિર કરવાના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અમે એવી પાર્ટી નથી જેને તોડી શકાય. નેશનલ કોન્ફરન્સ સરકાર સંપૂર્ણપણે સ્થિર અને સુરક્ષિત છે, અને ભાજપ માટે એ જ સારું હશે કે તે પોતાનું ધ્યાન બીજા મુદ્દાઓ પર લગાવે. ખાસ કરીને એવા મુદ્દાઓ પર જેના માટે તે હાલમાં દેશભરમાં તેની વ્યાપક ટીકા થઇ રહી છે અને તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

Omar Abdullah
facebook.com/p/Omar-Abdullah

તેવી જ રીતે, નેશનલ કોન્ફરન્સના અન્ય એક નેતા અને ધારાસભ્ય સલમાન સાગરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક એક સકારાત્મક પગલું છે, અને આવી બેઠકો થવી જોઇએ. તેમણે સરકારને પાડી નાખવાની વિપક્ષની વાતને કાલ્પનિકતા ગણાવીને ફગાવી દીધી. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ એક સદીથી વધુ સમયથી સફળતાપૂર્વક તેની સફર નક્કી કરી રહી છે; તેને નબળી પાડવાના હજારો પ્રયાસો છતા, આવા દરેક પ્રયાસ આખરે નિષ્ફળ રહ્યા છે. વિપક્ષના નેતા ફક્ત મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. પરંતુ, તેમણે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું કે, મને ખાતરી છે કે આ સરકાર તેનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે અને આગામી ચૂંટણીઓમાં પણ વિજય મેળવશે. અમારો પક્ષ મજબૂત છે, અને દરેકને ફારુક અબ્દુલ્લા અને ઓમર પર સંપૂર્ણ વિશ્વાસ છે.

ભાજપના દાવામાં કેટલી સત્યતા છે તે 3 જૂને યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક બાદ જ સ્પષ્ટ થઇ જશે. જોકે, એક વાત ચોક્કસ છે કે સરકાર જલદી જ પડી જવા અંગે ભાજપના દાવાઓ તમામ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના દાવાઓને હળવાશથી લેવાને બદલે, તેમને ગંભીરતાથી લેતા રાજકીય જાણકારોનું માનવું છે કે આ બેઠક દરમિયાન, ફારુક અબ્દુલ્લા તેમના તમામ ધારાસભ્યોનો વિશ્વાસ જીતવા અને પક્ષમાં હાલમાં ચાલી રહેલા કોઈપણ આંતરિક મતભેદને ઉકેલવા માટે તમામ પ્રયાસો કરશે.

શું છે વિધાનસભાના સમીકરણ?

જમ્મુ-કાશ્મીરમાં 2024માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. 90 બેઠકો પર થયેલી આ ચૂંટણીમાં, કોઈપણ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નહોતી.

નેશનલ કોન્ફરન્સ: 42

ભાજપ: 29

કોંગ્રેસ: 6

PDP: 3

CPM: 1

જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JPC): 1

AAP: 1

અપક્ષ: 7

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.