આંધ્ર પ્રદેશમાં તમિલનાડુના 3 ખેલાડીઓને ટ્રેનમાંથી ઉતારી દેવાયા, ચોકાવનારું કારણ સામે આવ્યું

તમિલનાડુથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં એક ટ્રેનમાંથી અચાનક તમિલનાડુના ત્રણ ખેલાડીઓને ઉતારી દેવામાં આવ્યા, જેના પાછળનું કારણ ચાહકોને ચોંકાવી દેનારું છે. ઓડિશામાં રાષ્ટ્રીય સ્પર્ધામાંથી પરત ફરી રહેલા તમિલનાડુના ત્રણ પોલ વોલ્ટ એથ્લેટ્સને આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓએ ત્રણેય ખેલાડીઓના પોલને ટ્રેનમાંથી ફેંકી દીધા હોવાના અહેવાલ છે. તેમણે ડબ્બાની બહાર ટ્રેનની બારીઓ સાથે 3 રમતગમતના સાધનો જે દોરડા વડે બાંધેલા હતા તે દોરડાને પણ કાપી નાખ્યા હતા.

Poles Offloaded-Train
news18.com

3 ખેલાડીઓના દરેક પોલની કિંમત રૂ. 1 લાખ છે, જેને પાટા પર ફેંકી દેવામાં આવ્યા હતા. ટ્રેનને રોકવા માટે ખેલાડીઓએ સાંકળ ખેંચવી પડી અને પછી તેમને ફરીથી પોલને લેવા પડ્યા. ભુવનેશ્વરમાં આયોજિત ઇન્ડિયન ઇન્ડોર ઓપન કમ્બાઇન્ડ ઇવેન્ટ્સ અને પોલ વોલ્ટ સ્પર્ધામાં પુરુષો અને મહિલાઓ બંનેના રાષ્ટ્રીય રેકોર્ડ તૂટ્યાના એક અઠવાડિયા પછી આ ઘટના બની છે. આ વર્ષની શરૂઆતમાં, મહારાષ્ટ્રના પનવેલમાં ટિકિટ એક્ઝામિનર (TE) દ્વારા કુલદીપ કુમાર અને તે સમયના રેકોર્ડ ધારક દેવ મીણાને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

Poles Offloaded-Train
timesofindia.indiatimes.com

કુલદીપ કુમાર અને દેવ મીણાને તેઓ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં પોલ રાખવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તાજેતરની ઘટનામાં તમિલનાડુના ત્રણ પોલ વોલ્ટ એથ્લેટ્સ અને બે હેપ્ટાથ્લેટ્સનો સમાવેશ થાય છે, જે બધા વેઇટલિસ્ટ ટિકિટ પર ભુવનેશ્વરથી સેલમ પરત ફરી રહ્યા હતા. એક મુસાફરની ફરિયાદ પછી, રાજમુન્દ્રી સ્ટેશન પર એક RPF અધિકારીએ છરી વડે દોરડું કાપી નાખ્યું, જેના કારણે ખેલાડીઓના પોલ પાટા પર પડી ગયા. ટ્રેન આગળ ચાલતા, એક ખેલાડીએ પોલને નુકસાન ન થાય તે માટે ટ્રેનની ચેન ખેંચી હતી.

Poles Offloaded-Train
indiatoday.in

સેલમ ડિવિઝનમાં કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક (CCTC) 22 વર્ષીય શક્તિએ જણાવ્યું હતું કે, પોલને કારણે કોઈ મુસાફરોને પરેશાની નહતી, અને ખેલાડીઓની પાસે બારીઓ સાથે પોલને બાંધવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. CCTCએ જણાવ્યું હતું કે ખેલાડીઓએ તમામ જરૂરી સલામતી પગલાં લીધા હતા અને ખાતરી કરી હતી કે મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

About The Author

Related Posts

Top News

3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

નવો iPhone ખરીદવાની ખુશીના ફક્ત 3 દિવસમાં જ, એક યુવતીએ એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો જેણે તેના પરિવારને...
National 
3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત પ્રશ્નોના જવાબ આપવા કે કન્ટેન્ટ બનાવવા સુધી મર્યાદિત નથી. લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનના...
National 
AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-09-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.