વધુ એક દેશે નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ...

મલેશિયાએ સોમવારથી એક નવો નિયમ લાગૂ કર્યો છે. હવે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ અને અન્ય સહિત તમામ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા પહેલા ઉંમર ચકાસણી ફરજિયાત રહેશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવતા રોકવા આવશ્યક માનવામાં આવે છે. આ સરકારી નિયમનનું ઉલ્લંઘન કરતી કંપનીઓને ₹25 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ નવા નિયમ મુજબ, જો બાળકો કોઈક રીતે એકાઉન્ટ બનાવવામાં સફળ થાય છે, તો તેમના માતા-પિતાને સજા આપવામાં આવશે નહીં.

આ નિર્ણયનો ઉદ્દેશ્ય શું છે?

સરકાર દ્વારા આ નિર્ણય સોશિયલ મીડિયા અને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વચ્ચે અંતર બનાવવા માટે લેવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય બાળકોને હાનિકારક સામગ્રી, સાયબર બુલિંગ અને ઓનલાઈન વધુ પડતો સમય વિતાવતી ટેવોથી બચાવવાનો છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી રહ્યા નથી, પરંતુ તેમને સુરક્ષિત રાખવા માંગે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હવે એવી સુવિધા બનાવવી પડશે, જે બાળકોને સંભવિત હાનિકારક વસ્તુઓથી બચાવે. આ નિયમન લાગૂ કરવા માટે તેમને કેટલીક સમયમર્યાદા પણ આપવામાં આવી છે.

8

ઓસ્ટ્રેલિયા પહેલો દેશ બન્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતી સામગ્રીને કારણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માનસિક વિકાસ વિવિધ રીતે પ્રભાવિત થાય છે. એવામાં ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે બાળકોના સોશિયલ મીડિયા ઍક્સેસને પ્રતિબંધિત કરવાનું પગલું ભર્યું. 10 ડિસેમ્બર, 2025 થી, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં  આ વય જૂથના બાળકોના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પર તમામ એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અંગે આવા જ કડક પગલાં લાગુ કરવામાં આવ્યા છે.

7

મેટાનું કહેવું છે કે મલેશિયા અને અન્ય રાષ્ટ્રો દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી બાળકો સુરક્ષિત એપ્સ છોડીને બીજી જગ્યાઓ પોતાના એકાઉન્ટ બનાવી શકે છે. મેટાએ સંભાવના વ્યક્ત કરી છે કે બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સંપૂર્ણપણે નહીં છોડે, પરંતુ તેના બદલે અનિયંત્રિત પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. એવામાં, ઓનલાઈન જોખમોનો તેમનો સંપર્ક ઘટવાને બદલે વધી જશે.

About The Author

Related Posts

Top News

આખરે, ટ્રમ્પ ઈરાન સાથે ડીલ કેમ કરવા માંગે છે? અમેરિકન રાષ્ટ્રપતિએ પોતે ગણાવ્યા ફાયદા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓ તેહરાન સાથે...
World 
આખરે, ટ્રમ્પ ઈરાન સાથે ડીલ કેમ કરવા માંગે છે? અમેરિકન રાષ્ટ્રપતિએ પોતે ગણાવ્યા ફાયદા

'IPLમાં અમારી સાથે રાજકારણ થયું...', RCBની જીત પછી ડી.કે. શિવકુમારની ટિપ્પણી, BCCIને ખૂંચશે!

‘RCBની મેચ બેંગલુરુમાં જ થવી જોઈતી હતી. અમારી સાથે અન્યાય થયો છે. રાજકારણને કારણે મેચને બીજી જગ્યાએ ખસેડવામાં આવી....
Sports 
'IPLમાં અમારી સાથે રાજકારણ થયું...', RCBની જીત પછી ડી.કે. શિવકુમારની ટિપ્પણી, BCCIને ખૂંચશે!

વધુ એક દેશે નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ...

મલેશિયાએ સોમવારથી એક નવો નિયમ લાગૂ કર્યો છે. હવે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે...
World 
વધુ એક દેશે નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ...

1 જૂનથી બદલાયા આ નિયમો; LPG સિલિન્ડર મોંઘા... કાર પણ મોંઘી, આ 5 મોટા ફેરફારો થયા!

જૂન મહિનો આજથી શરૂ થઇ ગયો છે, અને નવા મહિનાની શરૂઆત દેશમાં અનેક મોટા નાણાકીય ફેરફારો સાથે થઈ છે....
Business 
1 જૂનથી બદલાયા આ નિયમો; LPG સિલિન્ડર મોંઘા... કાર પણ મોંઘી, આ 5 મોટા ફેરફારો થયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.