એક સમયે લંડનમાં વર્ષે 1 લાખ પાઉન્ડ કમાતી શ્વેતા હવે ઓસ્ટ્રેલિયામાં ફ્લેટ સાફ કરે છે

લંડનમાં કામ કરતી એક ભારતીય મહિલા એક સમયે એક કંપનીમાં સારા પગાર પર કામ કરતી હતી, પરંતુ અચાનક લેવાયેલા એક નિર્ણયથી તેનું આખું જીવન બદલાઈ ગયું. આ મહિલાને તેના પતિની નોકરીને કારણે ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કરવું પડ્યું અને મેલબોર્નમાં Airbnb એપાર્ટમેન્ટમાં ફ્લેટ સાફ કરવાનું શરૂ કર્યું. એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, શ્વેતા દેસાઈએ મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતાના મહત્વ વિશે વાત કરી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક સમયે લંડનની એક કંપનીમાં એક લાખ પાઉન્ડ કમાતી હતી.

Sweta Desai
hindi.moneycontrol.com

શ્વેતા અગાઉ લંડનમાં એક મુખ્ય કોમર્શિયલ બિઝનેસ વેબસાઇટમાં 'હેડ ઓફ પ્રોડક્ટ' તરીકે કામ કરતી હતી. તેણે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, કારકિર્દી બદલવાથી તેને ખ્યાલ આવ્યો કે, કોઈ પણ નોકરી નાની કે મોટી નથી હોતી, અને તે તેના કામથી મોટી છે. 37 વર્ષીય શ્વેતાએ 2023ના અંતમાં તેના પતિ અને બે બાળકો સાથે મેલબોર્ન સ્થળાંતર કરવા માટે લંડનમાં તેની ઉચ્ચ પગારવાળી, આકર્ષક નોકરી છોડી દીધી. આ ફેરફારથી પોતાની એક ઓળખને લઈને સમસ્યા સર્જાઈ હતી, કારણ કે શ્વેતાને મેલબોર્નમાં નોકરી મળતી ન હતી.

https://www.instagram.com/reel/DXq6ucViXIv/

તેણે બતાવ્યું કે, 'મેલબોર્નમાં નોકરીનું બજાર ખૂબ જ અલગ છે, તેથી મને જેવી જોઈતી હતી તેવી નોકરી મળી શકી નહીં.' મર્યાદિત વિકલ્પો હતા એટલે તેણે જે પહેલી નોકરી મળી તે સ્વીકારી લીધી, તે હતી Airbnb એપાર્ટમેન્ટ્સનું સંચાલન કરવાનું. આમાં એપાર્ટમેન્ટ્સ સાફ કરવા, લોન્ડ્રી અને અન્ય ફરજો શામેલ હતી. મહિલાએ ઉમેર્યું, 'હું લંડનમાં 'હેડ ઓફ પ્રોડક્ટ'ના પદથી મેલબોર્નમાં એપાર્ટમેન્ટ્સ સાફ કરવા સુધી પહોંચી ગઈ. લાંબા સમય સુધી, મને લાગ્યું કે મેં મારી જાતને પુરી રીતે ગુમાવી દીધી છે.'

Sweta Desai
hindustantimes.com

મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી શ્વેતા 2008માં ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગઈ. તેણે તેની જિંદગીના 15 વર્ષ લંડનમાં પોતાનું ઘર અને જીવન બનાવવામાં ગાળ્યા. 2023 સુધીમાં, તે લંડનમાં એક બુટિક વેડિંગ રજિસ્ટ્રીમાં આશરે 100,000 પાઉન્ડ કમાતી હતી. આ વાર્ષિક આશરે રૂ. 1 કરોડ જેટલું થાય છે. અને પછી, જ્યારે તેના પતિને મેલબોર્નમાં નોકરી મળી, ત્યારે તેણે આ બધું છોડી દીધું અને મેલબોર્ન જવાનું નક્કી કર્યું.

Sweta Desai
aajtak.in

આ પરિવર્તનને કારણે તેને તેની જીવનશૈલી નીચે લાવવાની જરૂર પડી. લંડનમાં, શ્વેતા પાસે ડિઝાઇનર બેગ, અદભુત મેકઅપ અને નાણાકીય સ્વતંત્રતા હતી. મેલબોર્નમાં, તેની પાસે તે જીવનશૈલી નહોતી. તેણે આગળ કહ્યું કે, 'હું મોટી નોકરી, ઉચ્ચ પદ અને ખૂબ જ સારા પગારથી મેલબોર્નમાં એપાર્ટમેન્ટ સાફ કરવા સુધી આવી ગઈ. તેણે વધુમાં કહ્યું, 'લંડનમાં રહેતી શ્વેતા પાસે હંમેશા કપડાંથી ભરેલો કબાટ રહેતો હતો. તેની પાસે 6 કે 7 જોડી જૂતા, બ્રાન્ડેડ મેકઅપ અને હેન્ડબેગ હતા. તે એક રાણીની જેમ રહેતી હતી. તે ઉચ્ચ પદ, તે પગાર, તે કબાટ, બધું જ ખતમ થઈ ગયું હતું.'

About The Author

Related Posts

Top News

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ...
Gujarat 
આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.