મટન પછી દહીં ખાધું, દંપતીની તબિયત બગડી, પત્નીનો જીવ ગયો

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના આખતવાડે ગામમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાયો છે. રાત્રિભોજનમાં મટન ખાધા પછી દહીં ખાધું અને પછી એક ખેડૂત દંપતિની તબિયત અચાનક બગડી ગઈ. સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ થયું, જ્યારે પતિની હાલત ગંભીર છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના આખતવાડે ગામમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

Mutton Curd
facebook.com

ખાવાનું ખાધા પછી તરત જ દંપતિની તબિયત અચાનક બગડી ગઈ. સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું, જ્યારે તેના પતિની હાલત ગંભીર છે. અહેવાલો અનુસાર, 68 વર્ષીય દ્વારકાબાઈ હયાલીજ અને તેના 78 વર્ષીય પતિ શાંતારામ હયાલીજ ઘરે મટન ખાધું હતું. ત્યારપછી તેઓએ દહીં પણ ખાધું. થોડા જ સમયમાં, બંને અસ્વસ્થતા અનુભવવા લાગ્યા અને તેમની તબિયત ઝડપથી બગડી ગઈ.

પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા. ડોક્ટરોએ સારવાર શરૂ કરી, પરંતુ દ્વારકાબાઈ હયાલીજનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. શાંતારામ હયાલીજ હાલમાં માલેગાંવની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેમની તબીબી દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.

Mutton Curd
food.ndtv.com

વહીવટીતંત્રનું કહેવું છે કે, આ બંનેની તબિયત કયા કારણે બગડી તે કહેવું ઘણું વહેલું ગણાશે. સાવચેતી રૂપે, ખોરાકના નમૂનાઓને પુણેની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવી ચુક્યા છે. પ્રયોગશાળાના અહેવાલ પછી જ એ સ્પષ્ટ થશે કે, આ કેસ ફૂડ પોઇઝનિંગને કારણે હતો કે તેનું કોઈ અન્ય કારણ પણ હતું.

સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ અહેવાલ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વૈજ્ઞાનિક તપાસના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.