ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં લાગૂ થશે. આ ફેરફારો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસના અંતિમ ઓવર સંબંધિત નિયમોથી લઈને હેડ કોચને મેદાનમાં આવવા દેવા સાથે જોડાયેલા છે. આટલું જ નહીં વિકેટકીપરના ગ્લવ્સ અને 'વાઈડ' બોલ કોલ સંબંધિત નવા નિયમો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કયા કયા નવા નિયમો લાગૂ થવાના છે:

6

ભારતીય ક્રિકેટમાં લાગૂ થશે આ નવા નિયમો

નવા નિયમો હેઠળ, હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસની અંતિમ ઓવર પૂર્ણ કરવી ફરજિયાત છે. આનો અર્થ એ છે કે જો છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે છે, તો રમત ત્યાં જ બંધ થશે નહીં; નવા બેટ્સમેનને દિવસનો અંતિમ બોલ ફેંકાય ત્યાં સુધી રમવાનું ચાલુ રાખવું પડશે.

ODI મેચોમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન હેડ કોચને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

જો કોઈ ખેલાડીએ જાણી જોઈને ઓછા રન લીધા, તો ફિલ્ડિંગ કેપ્ટન પાસે એ નક્કી કરવાનો અધિકાર રહેશે કે આગામી બોલનો સામનો કયો બેટ્સમેન કરશે.

5

બોલવે 'ડેડ' કરવાનો નિયમ પણ હવે બદલવામાં આવ્યો છે. હવે બોલને ડેડ માનવા માટે તે બોલર અથવા વિકેટકીપર પાસે હોવો જરૂરી નથી; જો બોલ ફિલ્ડરના હાથમાં હોય અથવા જમીન પર પડેલો હોય, તો તેને ડેડ માનવામાં આવશે.

ODI અને T20 મેચો માટે લેગ સાઈડ પર 'વાઈડ' કોલ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

બોલ ફેંકવા દરમિયાન બધા ફિલ્ડરો બાઉન્ડ્રીની અંદર હોવા જરૂરી.

બોલરના રન-અપ દરમિયાન વિકેટકીપરને હવે તેમના ગ્લવ્સ આગળ રાખવા બદલ દંડ કરવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

60માંથી 55 કોર્પોરેટરોનું સમર્થન છતા ભાજપ પાસેથી પદ ગયું, નાગૌર નગર પરિષદમાં મોટો ઉલટફેર; શરીફ કુરેશી બન્યા ઉપાધ્યક્ષ

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર રાજકીય માહોલ ગરમાવી દીધો છે. જિલ્લાની બે મુખ્ય નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી...
Politics 
60માંથી 55 કોર્પોરેટરોનું સમર્થન છતા ભાજપ પાસેથી પદ ગયું, નાગૌર નગર પરિષદમાં મોટો ઉલટફેર; શરીફ કુરેશી બન્યા ઉપાધ્યક્ષ

પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ અને અમરેલી કોંગ્રેસ શહેર પ્રમુખે કીટલીના 5 ઘા મારી દીધા, 9 ટાંકા આવ્યા

અમરેલી શહેરમાં 21 સપ્ટેમ્બરની મોડી રાત્રે બનેલી મારામારીની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. અમરેલી-સાવરકુંડલા બાયપાસ રોડ પર રાજચામુંડા પાનની...
Gujarat 
પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ અને અમરેલી કોંગ્રેસ શહેર પ્રમુખે કીટલીના 5 ઘા મારી દીધા, 9 ટાંકા આવ્યા

ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા

આખરે Apple Pay ભારતમાં આવવાનું છે. અહેવાલો અનુસાર, Apple આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાં તેની પેમેન્ટ સેવા શરૂ કરી શકે છે....
Astro and Religion 
ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા

19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!

લગભગ 20 વર્ષ જૂનો એક વીડિયો ફરી સમાચારમાં આવ્યો છે, જેમાં OpenAIના CEO સેમ ઓલ્ટમેન ખૂબ જ નાની...
Tech and Auto 
19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.