પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ અને અમરેલી કોંગ્રેસ શહેર પ્રમુખે કીટલીના 5 ઘા મારી દીધા, 9 ટાંકા આવ્યા

અમરેલી શહેરમાં 21 સપ્ટેમ્બરની મોડી રાત્રે બનેલી મારામારીની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. અમરેલી-સાવરકુંડલા બાયપાસ રોડ પર રાજચામુંડા પાનની દુકાન નજીક બે વ્યક્તિઓ વચ્ચે થયેલી રકઝક બાદ એક યુવક પર ચાના કીટલાથી હુમલો કરાયો હોવાની ફરિયાદ સામે આવી છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈ અને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવકને 15 સેકન્ડમાં 5 ઘા મારતા 9 ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Sandeep-Dhanani1
divyabhaskar.co.in

પોલીસે સર્તકતા દાખવી આરોપી સંદીપ ધાનાણીની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ અમરેલી અને ત્યાર બાદ ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. રાજચામુંડા પાનની દુકાન નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં રકઝક અને ત્યારબાદ બનેલી મારામારીની ઘટનાના દૃશ્યો કેદ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા CCTV સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ETV ભારતના અહેવાલ અનુસાર, ઘટનાની જાણ થતા જ અમરેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હૉસ્પિટલ પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ અને તબીબી અહેવાલના આધારે અમરેલી પોલીસ સ્ટેશનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના 21 સપ્ટેમ્બરે સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન પાસે બની હતી. ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા મોડી રાત્રે માવો-મસાલો લેવા ગયો હતો. તે સમયે સંદીપ ધાનાણી ત્યાં હાજર હતા.

ઈજાગ્રસ્ત ધર્મકુમારની પત્ની લતાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, હુમલા પડેલા સંદીપ ધાનાણીનો તેની પત્ની સાથે ઝઘડો થતા 112 પોલીસ બોલાવવામાં આવી હતી. ત્યાં પબ્લિક ભેગી થઈ હતી જેમાં મારા પતિ પણ હતા. 112 રવાના થયાના પાંચ જ મિનિટ બાદ પાનના ગલ્લા પર સંદીપ ધાનાણીએ મારા પતિ પર હુમલો કરી દીધો. કોઈ કારણ વગર ધર્મકુમારને ત્યાંથી જતા રહેવાનું કહીને સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી લીધી હતી. પત્નીએ જણાવ્યું કે ઈજાગ્રસ્તનું સિટી સ્કેન કરાવવાનું કહ્યું છે.

અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલાના જણાવ્યા મુજબ, ‘સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. પોલીસ દ્વારા ફરિયાદમાં દર્શાવાયેલા આક્ષેપો તેમજ ઘટનાના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.

1646721251Paresh_dhanani1

આ ઘટના અંગે અમરેલી DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સાવરકુંડલા બાયપાસ પર આવેલા રાજ ચામુંડા પાન પાર્લર પાસે ગઈકાલે ધનકુમાર જાગૃતિભાઈ જોશીપુરા પાન-માવો ખાવા ગયા હતા, જ્યાં અગાઉથી બાંકડા પર બેઠેલા સંદીપભાઈ ધાનાણીએ ધનકુમારને જોઈને અચાનક ગુસ્સામાં આવી જઈ ત્યાંથી નીકળી જવાનું કહી તેમની સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ સંદીપભાઈએ ચાકુ વડે ધનકુમારના માથા પર ચાર-પાંચ ઘા મારી દેતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને માઈનોર હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ સંદર્ભે કલમ 109 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આરોપી સંદીપભાઈ ધાનાણીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.’

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું કે, ‘તે વ્યક્તિ લોકઅપમા છે મારે તેની સાથે વાત થઈ નથી ત્યાં સુધી હું શું કહી શકું? જે પ્રકારે CCTV સામે આવ્યા છે અને ઘટના બની છે તે દુ:ખદ છે કાયદાથી ઉપર આપડે કોઈ નથી. કાયદો બધા માટે લાગૂ પડે છે.

Sandeep-Dhanani
etvbharat.com

મારામારીની ઘટનામાં આરોપી તરીકે નામ સામે આવેલા સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ હોવાની પણ વાત સામે આવી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સામે મારામારીનો ગુનો નોંધાતા ઘટનાએ અમરેલીના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

જાહેર માર્ગો પર રાત્રિ દરમિયાન વધતી અસામાજિક ગતિવિધિઓ અને નાની બાબતોમાં જીવલેણ હુમલાઓ થવાની ઘટનાઓ નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસ હવે CCTV ફૂટેજના આધારે હુમલા સમયે ત્યાં હાજર રહેલા અન્ય પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી રહી છે. આગામી દિવસોમાં આરોપીની ધરપકડ અને રિમાન્ડ પ્રક્રિયા બાદ જ વિવાદનું મૂળ કારણ સ્પષ્ટ થઈ શકશે

About The Author

Related Posts

Top News

પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ અને અમરેલી કોંગ્રેસ શહેર પ્રમુખે કીટલીના 5 ઘા મારી દીધા, 9 ટાંકા આવ્યા

અમરેલી શહેરમાં 21 સપ્ટેમ્બરની મોડી રાત્રે બનેલી મારામારીની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. અમરેલી-સાવરકુંડલા બાયપાસ રોડ પર રાજચામુંડા પાનની...
Gujarat 
પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ અને અમરેલી કોંગ્રેસ શહેર પ્રમુખે કીટલીના 5 ઘા મારી દીધા, 9 ટાંકા આવ્યા

ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા

આખરે Apple Pay ભારતમાં આવવાનું છે. અહેવાલો અનુસાર, Apple આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાં તેની પેમેન્ટ સેવા શરૂ કરી શકે છે....
Astro and Religion 
ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા

19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!

લગભગ 20 વર્ષ જૂનો એક વીડિયો ફરી સમાચારમાં આવ્યો છે, જેમાં OpenAIના CEO સેમ ઓલ્ટમેન ખૂબ જ નાની...
Tech and Auto 
19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!

3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

નવો iPhone ખરીદવાની ખુશીના ફક્ત 3 દિવસમાં જ, એક યુવતીએ એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો જેણે તેના પરિવારને...
National 
3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.