‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’, PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

'કોકરોચ જનતા પાર્ટી'ની સંસદ કૂચ પછી PM નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક અંગે પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. NDA સંસદીય પક્ષની બેઠકમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં અને પેપર લીક માટે જવાબદાર લોકોને શક્ય તેટલી કડક સજા અપાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પેપર લીક મુદ્દાનું રાજકારણ ન કરવું જોઈએ. વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય તે માટે પુનઃપરીક્ષા હાથ ધરવામાં આવી હતી અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સરકારે પેપર લીક અંગે તાત્કાલિક પગલાં લીધાં છે અને વિદ્યાર્થીઓને લઇને સરકાર સંવેદનશીલ છે.

11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ફક્ત કેન્દ્ર સરકારનો મામલો નથી; પેપર લીકના ગુનેગારોને સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે બધાએ એક થવું પડશે. આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે પગલાં અમલમાં મૂકવામાં આવશે.

PM મોદીનું નિવેદન 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા સંસદ તરફ કૂચ બાદ આવ્યું છે, જેમાં ઘણા વિપક્ષી સાંસદોએ પણ ભાગ લીધો હતો. આ કૂચ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ બની હતી, જેના કારણે દિલ્હી પોલીસ અને RAFએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જ્યારે પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચ્યા, ત્યારે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, અને તેમને વિસ્તારમાંથી વિખેરવામાં આવ્યા હતા.

01

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) તરફથી સૌરવ દાસ અને આશુતોષ રાકાંને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે, બંને વચ્ચે બે રાઉન્ડની વાતચીત થઈ હતી, પરંતુ સરકારે પ્રદર્શનકારીઓની કોઈપણ માંગણી અંગે કોઈ આશ્વાસન આપ્યું નથી. જો કે, નડ્ડાએ તેમને ધરણા પ્રદર્શન બંધ કરીને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી.

વાતચીત દરમિયાન, જે.પી. નડ્ડાએ પૂછ્યું કે, તેમની માંગણીઓ શું છે, આ પર પ્રતિનિધિઓએ તેમની માંગણીઓની રૂપરેખા આપી હતી. નડ્ડાએ તેમને કહ્યું કે જો તેઓ ઇચ્છે છે કે સરકાર તેમની માંગણીઓ પર વિચાર કરે, તો તેમણે લેખિતમાં આવેદન આપવું જોઈએ. ત્યારબાદ, CJPના પ્રતિનિધિઓએ સાંજે 4 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રીને તેમની માંગણીઓનું લેખિત આવેદન સોંપ્યું હતું.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.