દાન ચોરી મામલો: રાહુલ ગાંધી અને ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, સામે રાખી દીધી 3 માંગણીઓ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલી ચોરીના કેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ત્રણ મોટીં માંગણીઓ તો કરી જ છે, સાથે જ મોદી સરકારની આકરી ટીકા પણ કરી છે. પત્રમાં RSS અને VHPનો પણ ઉલ્લેખ છે. તેમણે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મૌન તોડવા કહ્યું છે, તેમણે કહ્યું કે દેશભરના લાખો ભક્તો આ ચોરીથી છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે.

latter
x.com/the_hindu

પોતાની ત્રણ માંગણીઓ રજૂ કરતા બંને નેતાઓએ લખ્યું કે, વડાપ્રધાન જી, તમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાંથી હજારો કરોડ રૂપિયાની ચોરીથી વાકેફ છો. આસ્થા, ભક્તિ અને વિશ્વાસ સાથે પોતાની મહેનતથી કમાણીનું દાન કરનારા લાખો ભક્તો આ ચોરીથી છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે.

તમે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી સંસદમાં ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ તેના સભ્યોની નિમણૂક સંપૂર્ણપણે તમારી સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વાત બધા જાણે છે કે ટ્રસ્ટના સભ્યો RSS, VHP અને સંલગ્ન સંગઠનો સાથે સંકળાયેલા છે. તેના બદનામ ભૂતપૂર્વ મહાસચિવ પણ તમારા નજીકના સહયોગી હતા. આવા ગુના પર તમારું મૌન અસ્વીકાર્ય છે. જવાબદારી અને નુકસાનની ભરપાઈ સુનિશ્ચિત કરવું એ તમારું કર્તવ્ય છે. તમે લોકો આ મુદ્દાન પર તાત્કાલિક ધ્યાન આપો.

rahul-and-mallikarjun-kharge3
inc.in

રાહુલ અને ખડગેની ત્રણ માંગણીઓ

અમે તમને આગ્રહ કરીએ છીએ કે ટ્રસ્ટના નાણાકીય બાબતોની તાત્કાલિક સ્વતંત્ર અને વ્યાપક તપાસનો આદેશ આપો, જેમાં રોકડ, સોનું અને ચાંદી જેવા તમામ દાનના સંચાલનનો સમાવેશ થાય છે.

તપાસના તારણો અને ટ્રસ્ટના હિસાબો સાર્વજનિક કરવા જોઈએ જેથી દરેક ભક્તને ખબર પડે કે તેમના દાનનો ઉપયોગ કેવી રીતે થયો છે.

જે પણ લોકો તેના માટે જવાબદાર સાબિત થાય, તેમના પદ કે પ્રભાવને ધ્યાનમાં લીધા વિના જવાબદાર ઠેરવવા જોઈએ.

About The Author

Related Posts

Top News

મારા 609 માર્ક્સ હતા, પણ NTA એ ઘટાડીને 167 કરી દીધા... NEET વિદ્યાર્થિનીનો દાવો; 2 કલાકમાં 2 અલગ પરિણામો જાહેર કરાયા!

જ્યારે વિદ્યાર્થીઓ NEETની તૈયારી માટે પોતાની ઊંઘનો પણ ત્યાગ કરી દે છે, ત્યારે તેમનું એક જ સ્વપ્ન હોય...
Education 
મારા 609 માર્ક્સ હતા, પણ NTA એ ઘટાડીને 167 કરી દીધા... NEET વિદ્યાર્થિનીનો દાવો; 2 કલાકમાં 2 અલગ પરિણામો જાહેર કરાયા!

શરદ પવાર NDAમાં જોડાવાનું વિચારી રહ્યા છે! પરંતુ BJPએ આ શરત મૂકી છે

શું મહારાષ્ટ્રના રાજકારણમાં બીજો મોટો ફેરફાર થશે? આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે શરદ પવારના ...
National 
શરદ પવાર NDAમાં જોડાવાનું વિચારી રહ્યા છે! પરંતુ BJPએ આ શરત મૂકી છે

‘ફંદા, લા*શોની પ્રતિકૃતિઓ...’ જુઓ કેન-બેતવા વિરોધ પ્રદર્શનની હચમચાવી નાખતી તસવીરો

રવિવારે વહેલી સવારે પોલીસે કેન-બેતવા લિંક પ્રોજેક્ટ અને અન્ય વિકાસ પરિયોજનાને કારણે વિસ્થાપિત થયેલા આદિવાસી ખેડૂતોનો 14 દિવસથી ચાલતો '...
National 
‘ફંદા, લા*શોની પ્રતિકૃતિઓ...’ જુઓ કેન-બેતવા વિરોધ પ્રદર્શનની હચમચાવી નાખતી તસવીરો

ભારત ગેસનો નવો હળવો LPG સિલિન્ડર લોન્ચ, 100 શહેરોમાં મળશે

જો તમે ઘરે LPG ગેસ સિલિન્ડર ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી તેલ કંપની ભારત...
Business 
ભારત ગેસનો નવો હળવો LPG સિલિન્ડર લોન્ચ, 100 શહેરોમાં મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.