‘ફંદા, લા*શોની પ્રતિકૃતિઓ...’ જુઓ કેન-બેતવા વિરોધ પ્રદર્શનની હચમચાવી નાખતી તસવીરો

રવિવારે વહેલી સવારે પોલીસે કેન-બેતવા લિંક પ્રોજેક્ટ અને અન્ય વિકાસ પરિયોજનાને કારણે વિસ્થાપિત થયેલા આદિવાસી ખેડૂતોનો 14 દિવસથી ચાલતો 'જળ સત્યાગ્રહ' અને ભૂખ હડતાળનો અંત લાવી દીધો. ખેડૂતોને વિરોધ સ્થળ પરથી દૂર કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. આંદોલન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે પોલીસે લોકોની ધરપકડ કરી, પરંતુ ઘટનાસ્થળે હાજર રહેલા એડિશનલ SP આદિત્ય પાટલેએ કોઈપણ ધરપકડ કે અટકાયતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

ઘણા દિવસોથી, ખેડૂતો મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના કુપી ગામમાં એક અંડરપાસ નીચે વારણ નદીના કિનારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ તેમની સંપાદિત જમીન માટે વાજબી વળતર અને પુનર્વસનની માંગ કરી રહ્યા હતા. જોકે, રવિવારે વહેલી સવારે મોટી પોલીસ ટુકડી સ્થળ પર પહોંચી અને વિરોધીઓને સ્થળ પરથી હટાવી દીધા હતા.

Ken-Betwa-project-Protest3
Ken-Betwa project Protest

કેન-બેતવા લિંક પ્રોજેક્ટથી પ્રભાવિત આદિવાસી ખેડૂતો અને વિસ્થાપિત વ્યક્તિઓ સતત 12મા દિવસે પણ તેમના ધરણા વિરોધમાં અડગ રહ્યા. તેમની માંગ હતી કે યોગ્ય વળતર અને પુનર્વસન વિના તેમને તેમની જમીન પરથી કાઢી મૂકવામાં ન આવે. આંદોલનમાં પહેલીવાર કોંગ્રેસ પાર્ટી ખુલીને સામે આવી છે; મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે વ્યક્તિગત રીતે ધરણા સ્થળની મુલાકાત લઇને ખેડૂતો સાથે બેઠા. તેમણે આદિવાસી પરિવારો અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરી. તેમણે વળતર, જમીન સંપાદન અને પુનર્વસન અંગેની તેમની ફરિયાદો વિશે માહિતી લીધી.

ધરણા સ્થળ પર વિસ્થાપિતોએ પોતાની સમસ્યા અંગે અરજીઓ વિરોધ પક્ષના નેતાને સુપરત કરી. ઉમંગ સિંઘારેએ ઘટનાસ્થળે હાજર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો કે પોલીસ કર્મચારીઓ રાત્રે ધરણા સ્થળ પર પહોંચીને અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમજ તેમના પર ધાકધમકી અને બળજબરીનો પણ આરોપ લગાવ્યો. આ આરોપો બાદ, સિંઘારેએ સાગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (IG) મિથિલેશ શુક્લાને સ્થળ પરથી સીધા ફોન કરીને પોલીસના કથિત વર્તન અંગે ફરિયાદ કરી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી.

Ken-Betwa-project-Protest2
Ken-Betwa project Protest

વિરોધ પક્ષના નેતાએ પ્રશ્ન કર્યો કે 12 દિવસથી વિરોધ કરી રહેલા લોકો માટે ખોરાક, પાણી કે તબીબી સુવિધાઓની કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી અને વહીવટીતંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવા કહ્યું. સ્થળ પર વહીવટીતંત્ર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીતનો માર્ગ નીકળ્યો. સમગ્ર મામલાની સમીક્ષા કરવા માટે બંને પક્ષોની સંયુક્ત સમિતિ બનાવવા માટે સહમતિ બની.

Ken-Betwa-project-Protest
newindianexpress.com

જય કિસાન સંગઠનના નેતા અમિત ભટનાગરે જણાવ્યું હતું કે આંદોલન ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે અંતિમ નિર્ણય વહીવટીતંત્રના પગલાં પર નિર્ભર રહેશે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર હાજર હતા, જેમાં ભૂતપૂર્વ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લીધોતા હતા. સિંઘાર ધરણા સ્થળ પર પહોંચ્યા બાદ આંદોલનને એક નવું રાજકીય પરિમાણ મળ્યું; કેન-બેતવા પ્રોજેક્ટ મુદ્દો હવે મ વિસ્થાપનનો નહીં, પરંતુ ધ્ય પ્રદેશના રાજકારણનો મોટો વિષય બની ગયો છે.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.