'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા, કોંગ્રેસ સરકારના સભ્ય ગૌડાએ કહ્યું કે, જો સરકારી અધિકારીઓ સમયસર પોતાનું કામ પૂર્ણ કરે છે, તો લાંચ આપવી વાજબી છે. તેમના આવા નિવેદનથી હંગામો મચી ગયો. જોકે, તેમણે પાછળથી સ્પષ્ટતા કરી અને પોતાના નિવેદનનો બચાવ કર્યો.

K M Shivalinge Gowda
thenewsminute.com

હકીકતમાં, હસન જિલ્લામાં જાહેર ફરિયાદો સાંભળવા માટે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો સરકારી અધિકારીઓ સમયસર પોતાનું કામ પૂર્ણ કરે છે, તો લોકો સ્વેચ્છાએ તેમને ટિપ્સ અથવા સમ્માનની રકમ આપે તેમાં કંઈ ખોટું નથી. વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પક્ષ BJPએ કોંગ્રેસના મંત્રીના નિવેદનની આકરી ટીકા કરી અને માફીની માંગ કરી.

DK શિવકુમારના મંત્રી KM શિવલિંગે ગૌડાના આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ઓનલાઈન ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, મંત્રીને એમ કહેતા સાંભળી શકાય છે કે, જો અધિકારીઓ તેમનું કામ કરે છે, તો લાંચ આપવી વાજબી છે.

K M Shivalinge Gowda
bhaskar.com

ગૌડાના આવા નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ. કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે જનતાએ અધિકારીઓને ટીપ કેમ આપવી જોઈએ અને પ્રશ્ન કર્યો કે શું આવા નિવેદનથી લાંચ લેવાને પ્રોત્સાહન મળશે. જેમ જેમ તેમની આસપાસ એકઠા થયેલા લોકો પ્રશ્નો પૂછવા લાગ્યા, મંત્રી ગૌડાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો અને બચાવ કરવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું કે તેમનો મતલબ એવો નથી કે, અધિકારીઓએ જબરજસ્તી પૈસા પડાવવા જોઈએ. જે લોકો પ્રામાણિકપણે કામ કરે છે તેમનું સન્માન થવું જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ લાંચને પ્રોત્સાહન આપી રહ્યા નથી. જ્યારે આ નિવેદનથી કાર્યક્રમના સ્થળ પર હોબાળો થયો, ત્યારે મંત્રીની બાજુમાં બેઠેલા હસન ડેપ્યુટી કમિશનર K.S. લતા કુમારીએ વિરોધીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો.

K M Shivalinge Gowda
navbharattimes.indiatimes.com

કર્ણાટકના મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. વિરોધ પક્ષ BJPએ તેની સખત નિંદા કરી. ગૌડાના નિવેદનનો વીડિયો શેર કરતા BJPએ કહ્યું કે શિવલિંગે ગૌડાના પોતાના શબ્દોએ લાંચ માંગતી કોંગ્રેસ સરકારનું સાચું સ્વરૂપ ઉજાગર કર્યું છે.

BJPએ એમ પણ કહ્યું કે, રાજ્યના લોકો લાંચ લેતી કોંગ્રેસને પાઠ ભણાવશે, જે સામાન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા લેવાને વાજબી ઠેરવી રહી છે.

About The Author

Related Posts

Top News

IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ એક કાર્યક્રમમાં કહ્યું કે, IPOના ક્ષેત્રે ભારત હવે આખી દુનિયામાં નંબર વન બની...
Business 
IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

ભારતમાં, ઇલેક્ટ્રિક કાર અનેક ફાયદાઓ સાથે આવે છે, જેમ કે સબસિડી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ...
Tech and Auto 
શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

ટ્વિશા શર્મા કેસ હોય કે દીપિકા નાગર કેસ, આ કેસોએ લગ્ન પછી છોકરીઓના જીવન અને તેમના સાસરિયાંના ઘરમાં તેમની...
Lifestyle 
જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.