5 મહિનાથી ગુમ 'લડ્ડુ ગોપાલ'ને શોધવા માટે SIT ટીમ બનાવાઈ...! IGએ કહ્યું- ટીમ શોધવામાં વ્યસ્ત

ગ્વાલિયરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત છે અને ભાવુક પણ છે. અહીં, પોલીસે 5 મહિનાથી ગુમ થયેલા ભગવાન લડ્ડુ ગોપાલની મૂર્તિને શોધવા માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. 29 જાન્યુઆરીથી ગુમ થયેલી પ્રતિમાને હવે 3 પોલીસ સ્ટેશન અને એક CSPની પોલીસ શોધશે.

વાર્તા ગ્વાલિયરના અલકાપુરીમાં રહેતા વિજયા શર્માની છે. તેના કહેવા મુજબ, 29 જાન્યુઆરીએ તે તેના લડ્ડુ ગોપાલને સાથે લઈને મહારાજ વાડા ગઈ હતી. આ દરમિયાન, પ્રતિમાને એક લારી પર ભૂલી ગઈ હતી. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેણે આજુબાજુ ઘણી શોધ કરી, પરંતુ તેને લડ્ડુ ગોપાલ મળ્યા નહીં.

Laddu-Gopal-Missing3
etvbharat.com

વિજયાએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે CCTV કેમેરા જોઈ લીધા, લોકોની પૂછપરછ કરી અને તેમના સ્તરે શોધખોળ પણ કરી, પરંતુ 5 મહિના પછી પણ પ્રતિમાનો કોઈ પુરાવો મળ્યો નથી. અંતે વિજયા શર્મા ગ્વાલિયર IG અરવિંદ સક્સેના પાસે પહોંચી અને મદદ માટે વિનંતી કરી.

મામલાને ગંભીરતાથી લઈને IGCSP કિરણ અહિરવારના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરી હતી. આ ટીમમાં 3 પોલીસ સ્ટેશનના પોલીસનો સમાવેશ કરવામાં આવશે અને જૂની કડીઓ સાથે નવેસરથી તપાસ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે મૂર્તિને વહેલી તકે શોધી કાઢવાનો પ્રયાસો કરવામાં આવશે.

Laddu-Gopal-Missing2
hindi.asianetnews.com

વિજયા શર્મા કહે છે કે, તેમના માટે લડ્ડુ ગોપાલ માત્ર પૂજાની મૂર્તિ નથી, પરંતુ પરિવારનો એક સભ્ય છે. તેનું કહેવું છે કે, પ્રતિમા ગાયબ થઈ ગઈ ત્યારથી ઘરમાં કોઈનું મન લાગતું નથી. તેણે એમ પણ કહ્યું કે, લડ્ડુ ગોપાલ તેના સપનામાં આવે છે અને કહે છે કે તેને ઇજા થઇ છે. આ જ કારણ છે કે, તેણે જાહેરાત કરી છે કે, જે કોઈ તેના લડ્ડુ ગોપાલને શોધી કાઢશે તેને 5000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

IP અરવિંદ સક્સેનાનું કહેવું છે કે, આ અગાઉ કોતવાલી પોલીસે ઘણી કોશિશ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. હવે આજુબાજુના પોલીસ સ્ટેશનોને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી શોધનો વ્યાપ વધારી શકાય. તેમના જણાવ્યા મુજબ, પોલીસ પ્રતિમાને શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરશે અને ખાતરી કરશે કે ફરિયાદીની આસ્થાનું સન્માન થાય.

Laddu-Gopal-Missing1
patrika.com

વિજયા શર્માએ કહ્યું કે, 29 જાન્યુઆરીના રોજ માધવગંજમાં એક લારી પર મારા લડ્ડુ ગોપાલની મૂર્તિ ભૂલી ગઈ હતી, ત્યારથી હું અને મારી બહેન ચિંતિત છીએ, જ્યારથી તે ગયા છે ત્યારથી મારા ઘરમાં કોઈ સરખી રીતે ખાઈ શકતા નથી. મારા કાન્હા જી ખૂબ દુઃખી છે, તેઓ મને ખૂબ યાદ કરે છે. સ્વપ્નમાં તેમણે મને કહ્યું કે, તેને ક્યાંક ઈજા થઈ છે. હું ગ્વાલિયરના લોકોને કહેવા માંગુ છું કે, જે કોઈ મારા લડ્ડુ ગોપાલજીને શોધી કાઢશે, હું તેને 5000 રૂપિયાનું રોકડ ઈનામ આપીશ.

Laddu-Gopal-Missing

IG અરવિંદ સક્સેનાએ કહ્યું કે, વિજયા શર્મા નામની યુવતી મને મળી હતી. તેણે કહ્યું કે જ્યારે તે 29 જાન્યુઆરીના રોજ મહારાજ વાડા વિસ્તારમાં ગઈ હતી ત્યારે લડ્ડુ ગોપાલ જીની મૂર્તિ ખોવાઈ ગઈ હતી. આમાં મેં CSP કિરણ અહિરવારના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બનાવી છે. તેમની ગુમ થયેલી પ્રતિમાને શોધવાના પ્રયાસો કરવા જણાવ્યું છે.

About The Author

Related Posts

Top News

RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (...
Business 
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના...
Politics 
અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક...
Gujarat 
ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?

મહારાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ પડવાને કારણે રોજિંદું જનજીવનને ખોરવાઇ ગયું છે અને વરસાદે વિભાગની વ્યવસ્થા અને તૈયારીઓની પોલ ખોલી નાખી...
National 
9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.