આખરે, ટ્રમ્પ ઈરાન સાથે ડીલ કેમ કરવા માંગે છે? અમેરિકન રાષ્ટ્રપતિએ પોતે ગણાવ્યા ફાયદા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓ તેહરાન સાથે કરાર સુધી પહોંચવાની તરફેણમાં કેમ છે. ટ્રમ્પનું કહેવું છે કે જો કરાર થાય છે, તો તે ફક્ત અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થશે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની ટોચની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી ન શકે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ બો*મ્બ ન બનાવવા માટે સંમત થયું છે.

ટ્રમ્પે કહ્યું કે, ‘મારી પાસે એક ગેરંટી છે કે કોઈ પરમાણુ શસ્ત્રો નહીં હોય. તેઓ આ વાત માટે સંમત થયા છે. જોકે, ઈરાને હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી; જ્યારે, ઈરાન ટ્રમ્પના આવા દાવાઓને નકારી ચૂક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ સોદાનો બીજો મોટો ફાયદો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો રહેશે.

વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો ભાગ પસાર થાય છે. પાછલા મહિનાઓમાં સંઘર્ષ અને નાકાબંધીને કારણે આ ક્ષેત્રમાં તણાવ ચાલુ રહ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે કરાર સાથે જ દરિયાઈ ટ્રાફિક સામાન્ય થઈ શકે છે, અને ઊર્જા બજારોમાં સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે છે.

trump1
facebook.com/DonaldTrump

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકન લશ્કરી દબાણને કારણે ઈરાન નબળી સ્થિતિમાં પહોંચી ગયું છે. અમે તેમના સૈન્યને લગભગ હરાવી દીધું છે. પરંતુ, હું લશ્કરી કાર્યવાહીનો આશરો લેવાને બદલે કરાર પર પહોંચવાનું પસંદ કરીશ, કારણ કે કરાર પર હસ્તાક્ષર થતા જ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી શકે છે. જો કે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ રહી, તો અમેરિકા પાછળ હટશે નહીં. ટ્રમ્પે કહ્યું કે, ‘અમે એક મોટા સોદાની નજીક છીએ. જો આવું ન થયું તો અમે આને લશ્કરી રીતે ઉકેલીશું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ કયા પ્રકારનો કરાર ઇચ્છે છે?

તાજેતરમાં વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાં ઇરાન અંગે થયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારબાદ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ટ્રમ્પ ફક્ત એવા કરારને મંજૂરી આપશે જે અમેરિકાના હિતોને અનુરૂપ હોય અને તેમણે નક્કી કરેલી શરતોને પૂર્ણ કરે. આમાં ઇરાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને નાબૂદ કરવો અને હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ ટોલ અથવા પ્રતિબંધો વિના ખુલ્લો રાખવાનો સમાવેશ થાય છે.

trump
facebook.com/DonaldTrump

ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે ઇરાન સાથે વાટાઘાટો સરળ નથી. તેમણે કહ્યું કે, ‘તેઓ ખૂબ જ કઠિન વાટાઘાટકારો છે. અમને ધીમે-ધીમે જે ઇચ્છીએ છીએ તે મળી રહ્યું છે. હું કોઈ ઉતાવળમાં નથી, કારણ કે સારા સોદા ઉતાવળમાં કરવામાં આવતા નથી.

બીજી તરફ, ઇરાન હજુ પણ અમેરિકાની ઘણી શરતો સાથે સહમત હોય તેવું લાગતું નથી. તેહરાનના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે પરમાણુ મુદ્દો સંભવિત કરારનો ભાગ નથી અને ઘણા મહત્ત્વપૂર્ણ મતભેદ અત્યારે પણ છે.

About The Author

Related Posts

Top News

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.