નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાશ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

નેપાળે ભારત અને ચીન દ્વારા લિપુલેખ પાસ દ્વારાના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રાના આયોજન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું છે કે, 1816 ન સુગૌલી સંધિ હેઠળ આ નેપાળનું સાર્વભૌમ ક્ષેત્ર છે. નેપાળના વિદેશ મંત્રાલય અનુસાર, તેણે કૈલાશ માનસરોવર યાત્રા અંગેના કેટલાક પ્રશ્નો અને ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું છે. જેની બાબતે કહેવામાં આવે છે કે, આ યાત્રા ભારત અને ચીન દ્વારા નેપાળી ભૂમિ, લિપુલેખના માર્ગે આયોજિત થાય છે. આના પર ભારતના વિદેશ મંત્રાલયે નેપાળને જડબાતોજ જવાબ આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં ભારતનું વલણ સતત એકસમાન અને સ્પષ્ટ રહ્યું છે. લિપુલેખ પાસ 1954ની શરૂઆતથી જ કૈલાશ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ રહ્યો છે. આ માર્ગ પર યાત્રા દાયકાઓથી ચાલુ છે; આ કોઈ નવી વાત નથી. જ્યાં સુધી પ્રાદેશિક દાવાઓની વાત છે, ભારતે સતત કહ્યું છે કે આવા દાવાઓ ન તો સાચા છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત છે.

randhir jaiswal
ddnews.gov.in

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રીતે પ્રાદેશિક દાવાઓનું એકપક્ષીય અને મનસ્વી ઢંગે અસ્વીકાર્ય છે. ભારત નેપાળ સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને લગતા તમામ મુદ્દાઓ પર વાતચીત માટે હંમેશાં તૈયાર છે. આમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમો દ્વારા બાકી રહેલા સીમા સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ પણ શામેલ છે, જેના પર બંને પક્ષોની સર્વસંમતિ છે.

આ અગાઉ, પોતાના પત્રમાં નેપાળે જણાવ્યું હતું કે સરકાર તેના વલણમાં સંપૂર્ણપણે સ્પષ્ટ અને મક્કમ છે કે મહાકાલી નદીની પૂર્વમાં સ્થિત લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની 1816ની સુગૌલી સંધિ પર હસ્તાક્ષર થયા પછીથી નેપાળનો અભિન્ન ભાગ છે. કૈલાશ માનસરોવર યાત્રા બાબતે કહેવામાં આવે છે કે નેપાળી પ્રદેશ લિપુલેખના માર્ગે કરવામાં આવે છે. અંગે નેપાળે રાજદ્વારી માધ્યમો દ્વારા ભારત અને ચીન બંનેને પોતાનું સ્પષ્ટ વલણ અને ચિંતાઓ જણાવી છે.

Mansarovar yatra
ndtv.com

એવું કહેવામાં આવ્યું છે કે, આ આગાઉ પણ નેપાળ સરકારે ભારતને આ ક્ષેત્રમાં રસ્તાઓનું નિર્માણ કરવા કે તેને વધારવા, સરહદ પાર વેપાર અથવા યાત્રાઓ કરવા જેવી કોઇ પણ ગતિવિધિ ન કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત, ચીનને સત્તાવાર રીતે એ પણ જાણ કરવામાં આવી છે કે લિપુલેખ વિસ્તાર નેપાળી પ્રદેશ છે. નેપાળનું કહેવું છે કે તેની સરકાર ઐતિહાસિક સંધિઓ, કરારો, તથ્યો, નકશા અને પુરાવાઓના આધારે નેપાળ અને ભારત વચ્ચેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે સુસંગત ભાવનાથી રાજદ્વારી માધ્યમો દ્વારા સરહદ મુદ્દાને ઉકેલવા માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રાલયે તાજેતરમાં 2026 કૈલાશ માનસરોવર યાત્રાના આયોજનની જાહેરાત કરી હતી. આ યાત્રા જૂન અને ઓગસ્ટ વચ્ચે યોજાવાની છે. આ વર્ષે યાત્રા કુલ 20 બેચમાં કરવામાં જશે, જેમાં દરેક બેચમાં 50 યાત્રાળુઓનો સમાવેશ થશે. આમાંથી, 10 બેચ ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ, જ્યારે બાકીના 10 બેચ સિક્કિમમાં નાથુ લા પાસ રૂટ દ્વારા મુસાફરી કરશે.

About The Author

Related Posts

Top News

એક્સિસ માય ઇન્ડિયાએ કરેલી આગાહી થલાપતિ વિજયની જીત સાથે કેવી રીતે એકદમ સચોટ નીકળી!

થલાપતિ વિજયે તમિલનાડુમાં ગજબનું પ્રદર્શન કર્યું છે. એકદમ નવું બનેલું આ રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના નેતા...
National 
એક્સિસ માય ઇન્ડિયાએ કરેલી આગાહી થલાપતિ વિજયની જીત સાથે કેવી રીતે એકદમ સચોટ નીકળી!

નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાશ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

નેપાળે ભારત અને ચીન દ્વારા લિપુલેખ પાસ દ્વારાના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રાના આયોજન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું છે...
National 
નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાશ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

એક સમયે બંગાળમાં રાજ કરતી કોંગ્રેસની આવી હાલત કંઈ રીતે થઈ?

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો અંદાજ એવો જ રહ્યો, જેવો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, અને મહત્વની...
National 
એક સમયે બંગાળમાં રાજ કરતી કોંગ્રેસની આવી હાલત કંઈ રીતે થઈ?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-05- 2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.