2,172 કરોડની લોન 579 કરોડમાં પતાવટ; સવાલોના ઘેરામાં સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની NARCL

ખાનગી કંપનીઓ દ્વારા કથિત હેરાફેરી અંગે ઘણી ફરિયાદો જોઈ અને સાંભળી હશે. પરંતુ જ્યારે સરકારી માલિકીની કંપની તરફથી બેદરકારી સામે આવે છે ત્યારે તમે શું કહેશો? જી હાં, એક સરકારી કંપની હવે સવાલોના ઘેરામાં છે. આ કારણે જનતાના ₹1,600 કરોડનું નુકસાન થયું છે. સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ કિંમત શોધ પ્રક્રિયા હાથ ધર્યા વિના પણ ડિફોલ્ટિંગ કંપનીની લોનનું સમાધાન કર્યું. નોંધનીય છે કે, સરકારી વ્યવસ્થામાં દરેક વસ્તુનું બિડિંગ પ્રોસેસ થાય છે. જો કે, સરકાર દ્વારા સંચાલિત NARCLએ બોલી પ્રક્રિયા શરૂ કરવાની પણ તસ્દી લીધી નહોતી, જેના કારણે જનતાના પૈસાનું નુકસાન થયું હતું.

બેંકો પાસેથી લોન લઇને તેને ન ચૂકવવાના ખેલમાં એક કંપનનું નામ સામેલ છે. આ કંપનીનું નામ એગસન ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ છે. એગસન ગ્લોબલે બેંકોના ઘણા ગ્રુપો ક પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી હતી. કંપની આ લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ, અને બાદમાં આ લોન નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં ફેરવાઈ ગઇ. ખરાબ દેવા તરીકે માફ કરી દેવામાં આવ્યું. સમયસર લોન ન ચૂકવવાને કારણે ખાતું NPA થઇ ગયું અને ને આ મામલો નાદારી કોર્ટ (Insolvency Court) એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)માં જતો રહ્યો.

bad-bank4
studyiq.com

ત્યારબાદ, એગસન ગ્લોબલે આ નિર્ણય સામે અપીલ દાખલ કરી. પરંતુ, અપીલેટ ટ્રિબ્યૂનલ NCLATએ ડિફોલ્ટને ગંભીર ગુનો માન્યો અને આ પછી, કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે પણ NCLAT દ્વારા આપવામાં આવેલા આદેશમાં કોઈપણ રીતે દખલ કરવાનો ઇનકાર કર્યો. કોર્ટ અને એપીલેટ ટ્રિબ્યૂનલમાંથી પસાર થયા બાદ આ બેંક લોન આખરે સરકારની માલિકીની એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની: નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)ને ટ્રાન્સફર કરવામાં આવી.

તમને જણાવી દઇએ કે, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) ફસાયેલી લોનની રિકવરી સાથે સંબંધિત પ્લેટફોર્મ છે. અહીં બેંકોની મોટી લોન માટે રિઝોલ્યુશન પ્લાન લાવવામાં આવે છે.. ZEE ન્યૂઝના અહેવાલ મુજબ, NARCLને ₹2,172 કરોડની રકમ વસૂલવાનું કામ સોંપવામાં આવ્યું હતું. NARCL પાસે કમિટી ઓફ ક્રેડિટર્સના 100 ટકા મતદાન અધિકારો હતા; એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ પર સંપૂર્ણ કંટ્રોલ પણ NARCLપાસે હતો.

આમ સત્તા હોવા છતા સરકારી કંપની NARCLએ માત્ર ₹579 કરોડમાં ડિફોલ્ટર એગસન ગ્લોબલની લોન  સાથે લોનનું સમાધાન કર્યું. સરળ શબ્દોમાં કહીએ તો, એગસન ગ્લોબલે ₹2,172 કરોડની લોન લીધી અને માત્ર ₹579 કરોડ ચૂકવીને પોતાનું દેવું ચૂકવી દીધું. આ પ્રકારે, સરકારી કંપનીએ જનતાના ₹1,600 કરોડનું નુકસાન કરાવી દીધું. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું NARCLએ લોકોના પૈસાનું નુકસાન કરવા માટો સ્થાપિત નિયમોને નજરઅંદાજ કર્યા.

bad-bank
moneylife.in

NARCLલોન સેટલમેન્ટ માટે કોઇ પ્રાઇઝ ડિસ્કવરી કેમ ન કરી? જો NARCL પ્રાઇઝ ડિસ્કવરી કરતી એટલે કે, લોન સેટલમેન્ટ માટે બિડિંગ પ્રક્રિયા કરાવતી તો એ શક્ય છે કે બોલી લગાવનાર બિડર ₹579 કરોડની જગ્યાએ ₹1,000 કરોડ અથવા તો ₹1,500 કરોડની બોલી લગાવી હોત. પરંતુ, સરકારી કંપનીએ કોઈને બોલી લગાવવાની તક ન આપી. એવામાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું NARCL અને નાદાર કંપની વચ્ચે કોઈ મિલીભગત હતી? શું આવી મિલીભગતના પરિણામે આ બેડ લોનની વસૂલાત માટે જાણી જોઈને બિડિંગ ન કરાવવામાં આવી?

ZEE ન્યૂઝના અહેવાલ મુજબ, સંબંધિત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન, એગસન ગ્લોબલ પાસે સોનીપતમાં આશરે 30 એકર જમીન છે અને તેને લગભગ 300 કરોડના ઇન્શ્યોરન્સ ક્લેમ પણ આવવાનો હતો. આ વસ્તુઓ પણ બિડિંગ મૂલ્યમાં નોંધપાત્ર વધારો કર્યો હોત. એવી અપેક્ષા છે કે બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોત તો 579 કરોડના આંકડાને વટાવી ગઈ હોત. પરંતુ NARCL લોન સેટલમેન્ટ કરતી વખતે આ જાણકારીઓની ચકાસણી પણ કરી નહોતી. અત્યાર સુધી, આરોપ લાગતા હતા કે ખાનગી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ લોન સેટલમેન્ટ દરમિયાન ગેરરીતિઓ કરે છે. એટલે, સરકારી માલિકીની કંપની NARCLની રચના લગભગ ત્રણ વર્ષ પહેલાં થઈ હતી. જો કે, આ વખતે, તે સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જ સવાલોના ઘેરામાં છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.