જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી?

સુરતમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કરવામાં આવી હોવાનું કહીને મકાનો તોડી પડાયા હતા, પરંતુ હવે પાલિકાએ આ આખા મામલે પોતાના હાથ ખંખેરી લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવું કોઈ ડિમોલિશન કર્યું જ નથી, જેના કારણે સુરતમાં ‘નકલી ડિમોલિશન’નો આ મોટો સ્કેમ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ આ મામલે પાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે પાલિકાએ જવાબ આપ્યો કે, ‘નાસિર નગરમાં અમે કોઈ ડિમોલિશન કર્યું જ નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘ડિમોલિશન કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ માણસ હાજર નહોતો.

Fake-demolition1
sandesh.com

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પોલીસ પ્રોટેક્શન પણ હાજર હતું. લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત હતા. જો પાલિકાએ આ કાર્યવાહી નથી કરી, તો સવાલ એ થાય છે કે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી કાર્યવાહી કરવાની હિંમત કોણે કરી?

જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યાં બાજુમાં જ એક બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આથી, એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે જ રોડ પહોળો કરવાના બહાને આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શું કોઈ ખાનગી વ્યક્તિ કે બિલ્ડરના ઇશારે તંત્રના નામે આ કૃત્ય કરવામાં આવ્યું? શું અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે ખરું?

Fake-demolition2
gujarati.abplive.com

આ ગંભીર મામલે હવે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરશે. પાલિકા અને પોલીસ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવતા સુરતમાં હવે 'નકલી ડિમોલિશન'નો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ મામલે પાલિકા ગોળ-ગોળ જવાબો આપી રહી છે, જે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા લાઈન દોરીના અધિકારીઓ ત્યાં તૈનાત રહીને મકાનો તોડાવી રહ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઓપરેશન નથી કર્યું, તો પછી પોલીસ પ્રોટેક્શન મેળવીને સરકારી તંત્રના નામે આટલી મોટી ગેરકાયદેસર કાર્યવાહી કરવાની હિંમત સુરતમાં કોણે કરી?

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.