પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?

પંજાબના નાગરિક સંસ્થા ચૂંટણીના પરિણામોએ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણની દિશા અંગે સંકેતો આપ્યા છે. ચૂંટણી પરિણામોમાં શાસક આમ આદમી પાર્ટી (AAP) સૌથી મજબૂત રાજકીય બળ તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને થોડી ઓછી સફળતા મળી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિણામોની અસર આગામી વિધાનસભા ચૂંટણીઓની વ્યૂહરચના અને રાજકીય સમીકરણોમાં સ્પષ્ટપણે દેખાશે.

રાત્રે 8 વાગ્યા સુધીમાં ઉપલબ્ધ પરિણામો અને વલણો અનુસાર, AAPએ નગર નિગમો, નગર પરિષદો અને નગર પંચાયતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટીએ 8 નગરપાલિકાઓમાંથી 5માં વિજય મેળવ્યો. પક્ષે બર્નાલા, મોહાલી, મોગા, ભટિંડા અને બટાલા નગર નિગમો પર વિજય મેળવ્યો. તો, કોંગ્રેસને ફક્ત કપૂરથલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફળતા મળી. ભાજપે અબોહર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત નોંધાવી, જ્યારે પઠાણકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવી, પરંતુ સ્પષ્ટ બહુમતી મળી નથી.

મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં પણ AAPએ પોતાની લીડ જાળવી રાખી. રાજ્યની 75 મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી 40માં પાર્ટીએ જીત મેળવી. કોંગ્રેસ 18 કાઉન્સિલ સુધી મર્યાદિત રહી, જ્યારે શિરોમણી અકાલી દળે 10 કાઉન્સિલમાં જીત મેળવી. 4 મ્યુનિસિપલ કાઉન્સિલ ભાજપને મળી, જ્યારે અપક્ષ અને અન્ય ઉમેદવારોએ ત્રણ કાઉન્સિલમાં જીત નોંધાવી.

Punjab-civic-body-poll-result2
news18.com

નગર પંચાયતોના પરિણામોમાં પણ આમ આદમી પાર્ટી મોખરે રહી. મતદાન થયેલા 20 મ્યુનિસિપલ પંચાયતોમાંથી AAP11માં જીત મેળવી. કોંગ્રેસને 5માં, શિરોમણી અકાલી દળે 2માં અને ભાજપને એક મ્યુનિસિપલ પંચાયતમાં સફળતા મળી. એક બેઠક અન્ય ઉમેદવારોને મળી. તમામ 104 નાગરિક સંસ્થાઓમાં કુલ પ્રદર્શન જોવા જઇએ તો, આમ આદમી પાર્ટી (AAP)એ 56 સંસ્થાઓમાં વિજય મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્ય છે. કોંગ્રેસ પાર્ટી 24 સંસ્થાઓ સુધી મર્યાદિત રહી હતી, જ્યારે શિરોમણી અકાલી દળે 12 અને ભાજપે 6 સંસ્થાઓમાં જીત નોંધાવી હતી. તો પઠાણકોટ નગર નિગમમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નથી.

વોર્ડ સ્તરે પણ આમ આદમી પાર્ટીનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો. રાજ્યની તમામ 1977 વોર્ડમાંથી પરિણામો જાહેર થઇ ચૂક્યા છે, આમાંથી, AAPને 958 વોર્ડમાં જીત મેળવવા સફળ મળી છે. કોંગ્રેસ 397 વોર્ડ સાથે બીજા સ્થાને રહી. શિરોમણી અકાલી દળને 192 વોર્ડમાં જીત મળી, જ્યારે ભાજપને 172 વોર્ડમાં જીત મળી. તો, અન્ય ઉમેદવારો અને અપક્ષોએ 251 વોર્ડ અ બહુજન સમાદ પાર્ટીના ઉમેદવારોએ 7 વોર્ડમાં જીત મેળવી અથવા જીત મેળવી.

રાજકીય વિશ્લેષકો માને છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિક સંસ્થાની ચૂંટણીઓના આ પરિણામો રાજકીય પક્ષો માટે મહત્ત્વપૂર્ણ સંકેત છે. આમ આદમી પાર્ટી આ પરિણામોને તેની સરકારના પ્રદર્શનના કામકાજ પર જનતાઓ મહોર તરીકે રજૂ કરી શકે છે. તેનાથી વિપરીત કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપ માટે આ પરિણામોને તેમના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને નવી વ્યૂહરચના ઘડવાની તક તરીકે માનવામાં આવી રહી છે. એવામાં, આગામી મહિનાઓમાં પંજાબમાં રાજકીય પરિદૃશ્ય વધુ રસપ્રદ બનવાની અપેક્ષા છે.

Punjab-civic-body-poll-result3
indianexpress.com

ક્યાં અને કોણે જીત મેળવી

મ્યુનિસિપલ કોર્પોરેશનો - 8

આમ આદમી પાર્ટી - 5 (બરનાલા, મોહાલી, મોગા, ભટિંડા, બટાલા)

કોંગ્રેસ - 1 (કપુરથલા)

ભાજપ - 1 (અબોહર)

પઠાણકોટ - ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ બહુમતી નથી.

મ્યુનિસિપલ કાઉન્સિલ - 75

આમ આદમી પાર્ટી - 40

કોંગ્રેસ - 18

શિરોમણી અકાલી દળ - 10

ભાજપ - 4

અન્ય - 3

Punjab-civic-body-poll-result
hindustantimes.com

નગર પંચાયતો- 21 (કાનૂની કારણોસર એક માટે ચૂંટણી યોજાઈ નથી)- 20

આમ આદમી પાર્ટી- 11

કોંગ્રેસ- 5

શિરોમણી અકાલી દળ- 2

ભાજપ- 1

અન્ય- 1

ઓવરઓલ પંજાબ

કુલ સંસ્થા - 104

આમ આદમી પાર્ટી - 56

કોંગ્રેસ - 24

ભાજપ - 6

શિરોમણી અકાલી દળ- 12

કુલ વોર્ડ - 1977

પરિણામો – 1977

આમ આદમી પાર્ટી - 958

કોંગ્રેસ - 397

ભાજપ - 172

અકાલી દળ - 192

અપક્ષ - 251

બસપા- 7.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.