'WFH અપનાવો, પેટ્રોલ-ડીઝલ બચાવો અને 1 વર્ષ સોનું ખરીદવાનું ટાળો': PM મોદીએ આવી અપીલ કેમ કરી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદ (તેલંગાણા)માં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્વની અસર અંગે અનેક મહત્ત્વપૂર્ણ વાતો કહી. તેમણે યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે આ યુદ્વની ભારત પર પણ ગંભીર અસર પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી છે કે ઘરમાં લગ્ન હોય કે કોઇ પરણ ઇવેન્ટ હોય, એક વર્ષ સુધી માટે સોનું ન ખરીદો.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્વને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો સોના-ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ સિકંદરાબાદમાં લોકોને સોનું ખરીદવાનું ટાળવા અપીલ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે ₹9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં રસ્તા, રેલવે, ઉદ્યોગ અને માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, આપણે દેશહિતમાં નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, આપણે સોનાના ઘરેણા નહીં ખરીદીએ. કોરોનાકાળના સમયગાળા પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ કહ્યું કે, કોરોનાકાળ દરમિયાન, આપણે 'વર્ક ફ્રોમ હોમ' (WFH), ઓનલાઈન મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી વ્યવસ્થાઓ અપનાવી હતી. ધીમે-ધીમે, આપણે આ વ્યવસ્થાઓથી ટેવાઈ ગયા હતા. આજે, સમયની માંગ એ છે કે આ વ્યવસ્થાઓને ફરી એકવાર પ્રાથમિકતા આપવામાં આવે.

modi
ddnews.gov.in

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્વ ચાલી રહ્યું છે, જેની અસર વૈશ્વિક સ્તરે તેમજ ભારતમાં પણ અનુભવાઈ રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં મોટા પાયે તેલ ભંડાર નથી, અને યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલ વગેરેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં રાખીને,વિદેશી હૂંડિયામણના સંરક્ષણને પ્રાથમિકતા આપવાની ખૂબ જ જરૂર છે; તેથી, ઇંધણની બચાત કરવી આપણા બધાની જવાબદારી છે. નાગરિકો પર બોજ ન પડે તે માટે, સરકાર પોતે જ આખો બોજ ઉઠાવી રહી છે. આપણે આ સંકટનો સામનો એકજૂથ થઇને કરવાનો છે. વિશ્વ હાલમાં એક મોટી સપ્લાય ચેઇન સંકટનો સામનો કરી રહી છે. યુક્રેન યુદ્ધે વૈશ્વિક મુશ્કેલીઓને વધુ વધારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી તેમની સરકાર આ કટોકટીનો સામનો કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. જ્યારે વૈશ્વિક સ્તરે ખાતરની એક થેલી આશરે ₹3,000માં વેચાઈ રહી છે, ત્યારે ભારતમાં ખેડૂતોને તે જ થેલી ₹300થી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા અને શક્ય હોય ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

modi
moneycontrol.com

સિકંદરાબાદમાં કોંગ્રેસ અને TMC પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ દેશમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને વંશવાદની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે, અને બંધારણીય સંસ્થાઓને દબાવવાનું કામ કર્યું છે. જ્યારે TMCની રચના થઈ, ત્યારે તેણે કોંગ્રેસ પાસેથી આ બધા દુર્ગુણો શીખી લીધા. સાથે જ, TMCએ ડાબેરીઓ સાથે જોડાયેલી બધી ખરાબ આદતો પણ અપનાવી લીધી.

તેમણે નાગરિકોને વિનંતી કરી કે શક્ય હોય ત્યાં મેટ્રો રેલ સેવાઓ, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે.
પ્રધાનમંત્રીએ ઇંધણ-સઘન માર્ગ પરિવહન પર નિર્ભરતા ઘટાડવા માટે માલ પરિવહનને રેલવે તરફ ખસેડવાનું પણ આહ્વાન કર્યું.

બંગાળની ચૂંટણીઓ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે બંગાળના લોકોએ રાજકારણના આવા ભયાનક અને સરમુખત્યારશાહી મોડેલને હરાવ્યું છે, અને પરિણામે સમગ્ર દેશમાં ઉજવણીનું વાતાવરણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આસામથી ઓડિશા અને બંગાળથી પુડુચેરી સુધી, આ ફક્ત ચૂંટણી વિસ્તાર જ નહીં, પરંતુ ભારતના રાજકીય માનસમાં થઈ રહેલા પરિવર્તનની નિશાની છે, જ્યાં જ્યાં જનતા હવે 'વંશવાદ નહીં 'વિશ્વાસવાદ પસંદ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.