એક એવો મુદ્દો જેના માટે તેલંગાણાના CM રેડ્ડીએ PM મોદીની મદદ માંગી

તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ ગુરુવારે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને રાજ્યને લગતા અનેક પડતર વિકાસ પ્રોજેક્ટ્સ અને માળખાગત સુવિધાઓના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ગોદાવરી નદીના પાણીનો ઉપયોગ, હૈદરાબાદ મેટ્રો વિસ્તરણ, પ્રાદેશિક રિંગ રોડ, વારંગલ એરપોર્ટ અને IIMની સ્થાપના સહિત અનેક મુખ્ય દરખાસ્તો પર કેન્દ્ર સરકાર પાસે સહકારની માંગણી કરી. CM રેવંત રેડ્ડીએ PM મોદીને, ગોદાવરી નદીના પાણીના ઉપયોગ અંગે તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે વાતચીતનો કોઈ રસ્તો નીકાળવા માટે વિનંતી કરી.

CM Revanth Reddy
aninews.in

CM રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, ગોદાવરીનું પાણી રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે, અને ભવિષ્યની જરૂરિયાતો માટે આ મુદ્દાનો ઝડપી ઉકેલ જરૂરી છે. તેમણે હૈદરાબાદ મેટ્રો રેલના બીજા તબક્કા માટે મંજૂરીની પણ માંગ કરી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે 122.9 કિલોમીટરના નેટવર્કને વિસ્તૃત કરવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. અંદાજે રૂ. 38,595 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 7 કોરિડોરમાં વિકસાવવાનો છે. CM રેવંત રેડ્ડીએ વિનંતી કરી કે આ પ્રોજેક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે મંજૂરી આપવામાં આવે.

બેઠક દરમિયાન, CM રેવંત રેડ્ડીએ PM મોદીને હૈદરાબાદ રિજનલ રિંગ રોડ (RRR) પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ઉત્તરીય વિભાગ માટે જમીન સંપાદન ખર્ચના 50 ટકા ખર્ચ ઉઠાવવા સંમતિ આપી છે અને આ હેતુ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)ને રૂ. 626 કરોડ ફાળવવામાં આવ્યા છે. CM રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, ઉત્તરીય વિભાગમાં 90 ટકાથી વધુ જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. તેમણે દક્ષિણ કોરિડોરને પણ એટલું જ મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, ચૌટુપ્પલથી સંગારેડ્ડી સુધીના પ્રસ્તાવિત માર્ગ પૂર્ણ થવાથી હૈદરાબાદની આસપાસની પરિવહન વ્યવસ્થા ઘણી સારી રીતે મજબૂત થશે. તેમણે બંને કોરિડોરને વહેલી મંજૂરી આપવા અને કામ ઝડપી બનાવવા વિનંતી કરી.

CM Revanth Reddy
ndtv.com

CM રેવંત રેડ્ડીએ PM મોદીનું ધ્યાન હૈદરાબાદ-અમરાવતી-બંદર પોર્ટ એક્સપ્રેસવે પ્રોજેક્ટ તરફ પણ દોર્યું, જે હાલમાં કેન્દ્રની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. પ્રસ્તાવિત 12-લેન એક્સપ્રેસવે હૈદરાબાદને અમરાવતી થઈને બંદર સાથે જોડશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ તેલંગાણા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે, જે તેલંગાણાના દરિયાકાંઠે સ્થિત છે. તે રાજ્યને સીધો બંદર જોડાણ પૂરો પાડશે અને ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોમાંથી નિકાસને ખુબ મોટો ફાયદો પહોંચાડશે.

CM રેવંત રેડ્ડીએ વારંગલ એરપોર્ટ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે પણ વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને સોંપવામાં આવી છે. CM રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, એરપોર્ટનું નિર્માણ ઉત્તર તેલંગાણામાં ઔદ્યોગિક, શૈક્ષણિક અને પર્યટન ક્ષેત્રોને નવી ગતિ આપશે અને પ્રાદેશિક વિકાસને વેગ આપશે. રાજ્ય સરકારને આશા છે કે કેન્દ્ર સરકાર આ દરખાસ્તો પર સકારાત્મક નિર્ણય લેશે અને માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ પહેલને આગળ વધારશે.

CM Revanth Reddy-PM Modi
jansatta.com

બેઠક દરમિયાન, CM રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) સ્થાપવાની માંગ પણ ઉઠાવી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ હેતુ માટે 200 એકર જમીન પૂરી પાડવા પણ તૈયાર છે. CM રેવંત રેડ્ડીએ PM મોદીને માહિતી આપી હતી કે, તેલંગાણા પહેલાથી જ IIT, IIIT, NALSAR અને TIFR જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં, IIMની સ્થાપના માત્ર ઉચ્ચ શિક્ષણને નવી દિશા જ નહીં આપે, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તેલંગાણામાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે CM રેવંત રેડ્ડીની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.