TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની ચિંતા વધી ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લગભગ 20 TMC સાંસદો NDAને ટેકો આપી શકે છે. આ સંદર્ભમાં કેટલાક પત્રો પણ સામે આવ્યા છે. જો આ પરિસ્થિતિ હકીકતમાં બને તો સંસદમાં DyCM એકનાથ શિંદેની સોદાબાજી કરવાની શક્તિ નબળી પડી શકે છે.

2024ની લોકસભા ચૂંટણીમાં, DyCM એકનાથ શિંદેની શિવસેનાએ 7 બેઠકો જીતી હતી. આ 7 સાંસદો સાથે, તેમનો પક્ષ NDAમાં ચોથા સૌથી મોટા સાથી તરીકે ઉભરી આવ્યો. આ એવો સમય હતો જ્યારે BJP પોતાના દમ પર લોકસભામાં બહુમતી મેળવી શક્યો ન હતો. પરિણામે, DyCM શિંદેનું રાજકીય મહત્વ ફક્ત મહારાષ્ટ્ર સુધી મર્યાદિત ન રહ્યું, પરંતુ તેમની વાત હવે દિલ્હીમાં પણ સાંભળવામાં આવી રહી હતી.

જોકે, ત્યારપછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું. BJP132 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેનાએ 57 બેઠકો જીતી હતી. CM પદ પણ એકનાથ શિંદે પાસેથી દેવેન્દ્ર ફડણવીસ પાસે ચાલી ગયું હતું અને શિંદેને DyCM બનાવવામાં આવ્યા હતા. આનાથી રાજ્યના રાજકારણમાં સત્તાનું શક્તિ પ્રદર્શન પણ બદલાઈ ગયું.

BJP હવે બહુમતી માટે શિવસેના પર નિર્ભર ન રહ્યું. આ ઉપરાંત, અજિત પવારના NCPના 41 ધારાસભ્યો પણ મહાયુતિ સરકારને વધારાની તાકાત પૂરી પાડી રહ્યા હતા. આમ હોવા છતાં, રાજકીય નિષ્ણાતો માને છે કે, TMCમાં થયેલું આ ભંગાણ DyCM શિંદે માટે એક નવો પડકાર ઉભો કરી શકે છે.

DyCM Shinde-Mamata Banerjee
india.com

હકીકતમાં, જો TMCના 20 સાંસદો NDAને ટેકો આપે છે, તો સંસદમાં BJPની સ્થિતિ વધુ મજબૂત બનશે. પાર્ટી હવે મહત્વપૂર્ણ બિલો પસાર કરવા માટે પસંદગીના કેટલાક સાથી પક્ષો પર નિર્ભર રહેશે નહીં. આવામાં DyCM શિંદેની રાજકીય ઉપયોગિતા અને સોદાબાજી કરવાના પ્રભાવને અસર કરી શકે છે.

રસપ્રદ વાત એ છે કે, શિવસેનામાં વિભાજન પછી DyCM એકનાથ શિંદે પોતે રાજકીય રીતે વધુ મજબૂત બનીને બહાર આવ્યા હતા. ઘણા વિશ્લેષકો આને 'મહારાષ્ટ્ર મોડેલ' કહે છે. પશ્ચિમ બંગાળમાં પણ કંઇક આવી જ પરિસ્થિતિ બની રહી હોય એવું લાગી રહ્યું છે, જ્યાં એક પ્રાદેશિક પક્ષ નબળો પડી રહ્યો હોય તેવું લાગે છે. DyCM શિંદેની રાજકીય કારકિર્દી પર આડકતરી અસર પડી શકે છે.

અત્યાર સુધી, BJPને સંસદમાં DyCM શિંદેના સાંસદો તરફથી ખુલ્લેઆમ સમર્થન મળ્યું છે. ભલે તે બંધારણીય સુધારા સંબંધિત બિલો પર હોય કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' જેવા પ્રસ્તાવો પર, શિવસેના સતત NDA સાથે ઉભી રહી છે. આ સમર્થનથી ગઠબંધન મજબૂત બન્યું છે. પરંતુ, જો TMCનું એક મહત્વપૂર્ણ જૂથ NDAમાં જોડાય છે, તો DyCM શિંદેની સોદાબાજી કરવાની શક્તિ પહેલા જેવી નહીં રહે.

અહીં તમને બતાવી દઈએ કે, DyCM એકનાથ શિંદે અને CM દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના સંબંધો ક્યારેય સંપૂર્ણપણે સરળ રહ્યા નથી. જ્યારે શિંદે CM બન્યા હતા ત્યારે પણ સત્તા વહેંચણી અંગે મતભેદોના અહેવાલો બહાર આવ્યા હતા. 2024ની વિધાનસભા ચૂંટણી પછી આ તણાવ વધુ સ્પષ્ટ રીતે બહાર આવ્યો.

DyCM Shinde
hindustantimes.com

નાસિક અને રાયગઢ જિલ્લાઓ માટે ગારજીયન મંત્રીઓની નિમણૂકને લઈને પણ બંને પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, નિમણૂકોને મોકૂફ રાખવી પડી. આ ઉપરાંત, મંત્રીમંડળ વિસ્તરણ, રાજ્ય નિગમોમાં નિમણૂકો અને ભંડોળ ફાળવણી જેવા મુદ્દાઓ પર BJP અને શિવસેના વચ્ચે વારંવાર મતભેદો જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રમાં જ્યારે પણ આવા તણાવ ઉભા થયા, ત્યારે DyCM એકનાથ શિંદે વારંવાર દિલ્હી જતા રહેતા. રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ કરવા માટે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય વરિષ્ઠ BJP નેતાઓ સાથે મુલાકાત કરતા. અનેક પ્રસંગોએ, દિલ્હીના નેતૃત્વએ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું અને વિવાદો ઉકેલવામાં મદદ કરી.

આ વ્યવસ્થા BJP અને શિવસેના બંને માટે ફાયદાકારક સાબિત થઈ. એક તરફ, NDA એક રહ્યું, જ્યારે બીજી તરફ, DyCM શિંદેને મહારાષ્ટ્રની બહાર રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી મજબૂત કરવાની તક મળી.

જોકે, હવે, TMCમાં સંભવિત બળવાની અફવાઓ વચ્ચે, રાજકીય સમીકરણો બદલાતા દેખાય રહ્યા છે. કેટલાક વિશ્લેષકો માને છે કે, જો બંગાળમાં શિવસેનામાં એક સમયે હતી તેવી પરિસ્થિતિ સર્જાય છે, તો ભવિષ્યમાં DyCM શિંદેના પડકારો વધી શકે છે.

જોકે, મીડિયા સૂત્રો સાથે વાત કરતા, શિવસેનાના કેટલાક નેતાઓએ દાવો કર્યો છે કે, BJP ગઠબંધન ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખશે અને તેના સાથી પક્ષોના રાજકીય મહત્વને અવગણશે નહીં.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.