- Tech and Auto
- Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે
Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે
આગામી અઠવાડિયે ભારતમાં 3 શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવાના છે. લાવા, મોટોરોલા અને શાઓમીના નવા સ્માર્ટફોન કઇ-કઇ સુવિધાઓ સાથે ધમાલ મચાવશે, તેનો પણ ખુલાસો થઇ ગયો છે. ગ્રાહકો તેમને સંબંધિત કંપનીની વેબસાઇટ્સ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકશે.
ભારતમાં Motorola Edge 70 Pro Plusની લોન્ચ તારીખ:
આ ફોન આવતા અઠવાડિયે 4 જૂને ભારતમાં લોન્ચ થવાનો છે. લોન્ચ પછી, આ ફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાશે. ફ્લિપકાર્ટ પર બનાવેલ માઇક્રોસાઇટથી જાણવા મળે છે કે આ ફોનમાં 50x સુધી AI સુપર ઝૂમ, 50-મેગાપિક્સલ પેરિસ્કોપ લેન્સ, મીડિયાટેક ડાયમેન્સિટી 8500 એક્સ્ટ્રીમ પ્રોસેસર, 6.8-ઇંચ AMOLED ડિસ્પ્લે, 50-મેગાપિક્સલ Sony LYTIA 710 સેન્સર, બધા લેન્સ 60fps પર 4K રિઝોલ્યુશન પર વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે; અન્ય સુવિધાઓમાં વેપર કૂલિંગ ચેમ્બર, ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન, 6500mAh બેટરી, ડોલ્બી એટમોસ સપોર્ટ અને મોટો AI ક્ષમતાઓનો સમાવેશ થાય છે.
ભારતમાં Xiaomi 17T લોન્ચ તારીખ:
Xiaomiનો આ ફોન ભારતીય બજારમાં આવતા અઠવાડિયે, 4 જૂને ગ્રાહકો માટે રજૂ થવાનો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, આ ફોન એમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમેઝોન પર બનેલી માઇક્રોસાઇટથી જાણવા મળે છે કે આ ફોન 5x ટેલિફોટો સેન્સર, 6500mAh સિલિકોન-કાર્બન બેટરી, 67W હાઇપરચાર્જ ટેકનોલોજી, મીડિયાટેક ડાયમેન્સિટી 8500 અલ્ટ્રા પ્રોસેસર અને LEICA કેમેરા સિસ્ટમ મળે છે.
ભારતમાં Lava Bold N2 5G લોન્ચ તારીખ:
Lavaનો આ ફોન આવતા અઠવાડિયે, 3 જૂને, બપોરે 12:00 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. અન્ય ફોનની જેમ, આ ફોન પણ એમેઝોન તેમજ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. એમેઝોન પર બનેલી માઇક્રોસાઇટથી ખુલાસો થયો છે કે આ ફોન ક્લીન એન્ડ્રોઇડ 16 અનુભવ પ્રદાન કરશે, જેનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને આ હેન્ડસેટ પર કોઈપણ બ્લોટવેર એપ્લિકેશન જોવા નહીં મળે.

