CM પદના દાવેદાર સુવેન્દુ અધિકારીના PAનું કાસળ કાઢનારો પકડાયો, પોલીસે આખી ઘટના જણાવી

સ્થળ પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામના દોહરિયા વિસ્તાર. મોડી રાતનો સમય હતો. સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ, તેમની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનો ડ્રાઇવર વાહન ચલાવી રહ્યો હતો, જ્યારે તેઓ બાજુની સીટ પર બેઠા હતા. અહેવાલો અનુસાર, એક કાર ઘણા સમયથી ચંદ્રનાથની સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી. અચાનક, પાછળનું વાહન આગળ આવે છે અને તેની ગતિ ધીમી થઈ જાય છે. પરિણામે, ચંદ્રનાથની કાર પણ તેની ગતિ ઓછી કરે; અને બાજુમાથી બદમાશ બહાર આવ્યા, ચંદ્રનાથની છાતીમાં એક પછી એક ગોળીઓ ચલાવી, અને માહોલ સંપૂર્ણ હિંસાત્મક થઈ જાય છે. કુલ દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. તેમના શરીરમાંથી બે ગોળીઓ કાઢવામાં આવી છે.

બંગાળ પોલીસ હાલમાં આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓ (સ્થાનિક 'હિસ્ટ્રીશીટર')ની પૂછપરછ કરી રહી છે. જો કે, મુખ્ય હુમલાખોર હજુ પણ ફરાર છે. ચંદ્રનાથની હત્યામાં કોન્ટ્રાક્ટ કિલર્સ સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા અને ભાજપની જીત થઈ ત્યારથી, હિંસા, આગચંપી અને તોડફોડના સતત અહેવાલો આવી રહ્યા છે. જોકે, હિંસાની આ આગ બુધવારે રાત્રે વધુ તીવ્ર બની, જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં સ્થિત મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના નજીકના સહાયક અને અંગત સહાયક ચંદ્રનાથ રથનો ગોળી મારીને જીવ લઈ લેવાયો.

ચંદ્રનાથ ઘણા વર્ષોથી સુવેન્દુ સાથે કામ કરી રહ્યા હતા. તેમના પર દોહરિયા વિસ્તારના એક રસ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. અનેક ગોળી લાગ્યા બાદ  તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હત્યાએ બંગાળના રાજકીય પરિદૃશ્યમાં ખળભળાટ મચાવી દીધો છે અને પ્રદેશમાં તણાવ વધી ગયો છે.

અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આ એક પૂર્વયોજિત હત્યા હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથની કારનો બે વાહનો પીછો કરી રહ્યા હતા: એક ફોર વ્હીલર અને એક મોટરસાઇકલ. અહેવાલ મુજબ, પીછો કરી રહેલી એક કારે ચંદ્રનાથના કારને ઓવરટેક કરી, જેના કારણે તેને ધીમી કરવી પડી. થોડીવાર પછી, મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ ખૂબ નજીકથી ગોળીબાર કર્યો. ઘટના દરમિયાન લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 ગોળીઓ ચંદ્રનાથને છાતી, પેટ અને માથામાં વાગી હતી. ભાજપના નેતા સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે ચંદ્રનાથની છાતીમાંથી પાંચ ગોળીઓ કાઢવામાં આવી.

suvendu-adhikaris-PA2
indianexpress.com

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું હતું કે હુમલામાં વપરાયેલી મોટરસાઇકલ પર નોંધણી પ્લેટ નહોતી, જેનાથી શંકા ઉભી થાય છે કે હુમલો પૂર્વયોજિત હતો. ઘટનાક્રમ જણાવતાએક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘કોઈએ તેમની કારનો પીછો કર્યો  અને જ્યારે વાહન ધીમું થયું, ત્યારે તેઓએ ગોળીબાર કર્યો.

ગોળીબારમાં કારનો ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત થયો હતો અને હાલમાં કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલા ગોળીઓના ખોખા સૂચવે છે કે હુમલામાં એક નાનું હથિયાર, કદાચ ઑસ્ટ્રિયન બનાવટનું ગ્લોક પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, તપાસકર્તાઓએ ચેતવણી આપી છે કે ફોરેન્સિક તપાસ પછી જ ચોક્કસ હથિયારની પુષ્ટિ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિશ્લેષણથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ચોક્કસ પ્રકારના હથિયારનો ખુલાસો થશે.

ઘટના સ્થળેથી મળેલા દૃશ્યોમાં કારની બારીઓ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા, જે હુમલાની ભયાનકતા દર્શાવે છે. તપાસકર્તાઓએ સ્થળ પરથી વપરાયેલા કારતૂસ અને જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધાર્થ નાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે કેસ સાથે જોડાયેલ એક વાહનને અટકાવવામાં આવ્યું છે. કારની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. અમે વાહન જપ્ત કર્યું છે, તેની અંદરથી વપરાયેલા કારતૂસ અને જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. હાલમાં અનેક CCTV ફૂટેજ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ ટીમો શંકાસ્પદોની ગતિવિધિઓ શોધવા માટે જેસોર રોડ અને આસપાસના વિસ્તારોમાંથી CCTV ફૂટેજ ચકાસી રહી છે. ચાલુ તપાસના ભાગ રૂપે સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચંદ્રનાથ રથ કોણ હતા?

ચંદ્રનાથ રથને સુવેન્દુ અધિકારીના વિશ્વાસુ સહાયક માનવામાં આવતા હતા અને ઘણા વર્ષોથી તેમની સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતા, જેમાં હાઇ-પ્રોફાઇલ ભવાનીપુર ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ભાજપના વરિષ્ઠ નેતા કેયા ઘોષે આરોપ લગાવ્યો કે ચંદ્રનાથને તેમની રાજકીય ભૂમિકાને કારણે નિશાન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, ‘ચંદ્રનાથે સુવેન્દુ અધિકારી માટે ખૂબ જ મહેનત કરી હતી. આ કોઈ અચાનક થયેલી ઘટના નથી. આ હત્યા પાછળ રાજકીય અદાવત હોઈ શકે છે.

suvendu-adhikaris-PA2
indianexpress.com

ચંદ્રનાથની હત્યા ઝડપથી રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ભાજપના નેતાઓએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્ય તરુણજ્યોતિ તિવારીએ ટિપ્પણી કરી કે, ‘અમે શાંતિની હિમાયત કરી રહ્યા છીએ, પરંતુ TMCએ ગંભીર ભૂલ કરી છે.

જોકે, TMCએ હત્યાની સખત નિંદા કરી છે અને આરોપોને નકારી કાઢ્યા છે. એક નિવેદનમાં પાર્ટીએ તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેના પોતાના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં હિંસા અને રાજકીય હત્યાઓ માટે કોઈ સ્થાન નથી. ગુનેગારોની ઓળખ થવી જોઈએ અને તેમને સજા મળવી જોઈએ.

બશીરહાટમાં એક અલગ ઘટનામાં રોહિત રોય ઉર્ફે ચિન્ટુ નામનો એક યુવાન અથડામણમાં ઇજાગ્રસ્ત થયો હતો. કહેવામા આવી રહ્યું છે કે આ અથડામણ પાર્ટીનો ધ્વજ ફરકાવવાના વિવાદને કારણે થયો હતો. ગોળીબારની આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. આ ઘટનાએ રાજ્યના કેટલાક ભાગોમાં પહેલાથી જ પ્રવર્તી રહેલા તણાવપૂર્ણ વાતાવરણને વધુ ગરમાવી દીધો છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.