કેરળમાં મુખ્યમંત્રી કોણ? રાહુલ ગાંધી પોતે કેમ નક્કી નથી કરી શકતા?

કેરળમાં ચૂંટણી પરિણામો આવ્યાના લગભગ એક અઠવાડિયા પછી પણ CM કોણ બનશે તે અંગેનો નિર્ણય હજુ સુધી થઇ શક્યો નથી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF 140 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતી હતી. તેમાંથી એકલા કોંગ્રેસ પાસે 63 બેઠકો છે, જ્યારે મુસ્લિમ લીગ પાસે 22 બેઠકો છે. કેરળમાં આંતરિક જૂથવાદને કારણે CM પદ માટે 4 નામો ચર્ચામાં છે, પાર્ટીના મહાસચિવ KC વેણુગોપાલ, ભૂતપૂર્વ વિપક્ષી નેતા VD સતીશન, વરિષ્ઠ કોંગ્રેસ નેતા રમેશ ચેન્નીથલા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ K. સુધાકરણ. જ્યારે પાર્ટી નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે કેરળમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી, ત્યારે બે નામો અગ્રણી દાવેદાર તરીકે ઉભરી આવ્યા.

Kerala-CM-Selection
desh.thefederal.com

આમાંથી, રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસુ KC વેણુગોપાલને લગભગ 70-80 ટકા ધારાસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, જનતા VD સતીશનના પક્ષમાં છે. વિપક્ષના નેતા તરીકે, તેમણે પાયાના સ્તરે ડાબેરી સરકારનો સામનો કર્યો અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આ દલીલના આધારે, મુસ્લિમ લીગ, અથવા IUML, જે કેરળ કોંગ્રેસનો સાથી પક્ષ છે, તે પણ સતીશનના પક્ષમાં હોય તેવું લાગે છે.

Kerala-CM-Selection
ndtv.in

પ્રિયંકા ગાંધીએ કેરળમાં વાયનાડ બેઠક જીતી. તે મતવિસ્તારમાં મુસ્લિમ વસ્તી 45 ટકા છે. આ સંજોગોમાં, કોંગ્રેસ મુસ્લિમ લીગને નારાજ કરવા માંગતી નથી. મુસ્લિમ લીગે પહેલાથી જ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, 22 બેઠકો જીતી છે. આ કારણોસર, કેરળમાં CM ચહેરો પસંદ કરવાનો મુદ્દો જટિલ બન્યો છે.

Kerala-CM-Selection
ndtv.in

અહેવાલો સૂચવે છે કે રાહુલ ગાંધી પણ વેણુગોપાલના પક્ષમાં છે. જો કે, સમસ્યા એ છે કે, જો તેમને CM બનાવવામાં આવે છે, તો રાજ્યમાં બે પેટાચૂંટણીઓની જરૂર પડશે. પહેલી લોકસભા બેઠક માટે હશે, કારણ કે વેણુગોપાલ અલાપ્પુઝાના સાંસદ છે. બીજું, કોંગ્રેસે તેના એક ધારાસભ્ય પાસેથી રાજીનામું લેવું પડશે, અને પછી તે બેઠક પરથી વેણુગોપાલની જીત સુનિશ્ચિત કરવી પડશે, કારણ કે તેઓ હાલમાં ધારાસભ્ય નથી.

Kerala-CM-Selection
aajtak.in

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો વેણુગોપાલના નામ પર સંમતિ ન બને તો તેમને પાર્ટીમાં વધુ મહત્વપૂર્ણ કાર્યભાર સોંપવામાં આવી શકે છે. મલ્લિકાર્જુન ખડગેનો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો કાર્યકાળ આવતા વર્ષે સમાપ્ત થઈ રહ્યો છે.

મીડિયા અહેવાલો ફેલાઈ રહ્યા છે કે, સતીશને કોંગ્રેસને સ્પષ્ટ કરી દીધું છે કે, જો તેમને ટોચનું પદ નહીં મળે, તો તેઓ અન્ય કોઈ હોદ્દા પર સરકારમાં જોડાશે નહીં. આનાથી તેમના ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે. કેરળમાં ઘણી જગ્યાએ તેમના સમર્થનમાં પોસ્ટર પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આનાથી ગુસ્સે થયા હતા, અને સતીશને કહેવામાં આવ્યું કે, તેઓ તેમના સમર્થકોને કહીને આવા પોસ્ટર દૂર કરી દે.

About The Author

Related Posts

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.