E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ રહ્યા છે? સરકારનો દાવો છે કે E20 ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધવાથી આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઓછી થશે, ખેડૂતોની આર્થિક સુખાકારી વધશે અને પ્રદૂષણને કાબૂમાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે. છતા લાખો વાહન માલિકોના મનમાં એક સતત પ્રશ્ન ઉદભવે છે કે, જો E20 આટલું શ્રેષ્ઠ છે, તો E5 અને E10 જેવા વિકલ્પો બજારમાંથી લગભગ ગાયબ કેમ કરી દેવામાં આવ્યા?

આ સવાલ ફક્ત ઇથેનોલ મિશ્રણનો નથી; તે વિશ્વાસનો પણ છે જેના પર લોકોએ તેમના વાહનો ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા. તે ગ્રાહક અધિકારોનો પણ વિષય છે, જેમાં ગ્રાહકને તેમની ચોક્કસ જરૂરિયાતો અને વાહન જરૂરિયાતોના આધારે ઇંધણ પસંદ કરવાની સ્વતંત્રતા મળવી જોઇએ. ભારત હાલમાં ઇથેનોલ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ આ પરિવર્તન વચ્ચે એ ચર્ચા પણ મહત્વપૂર્ણ છે કે શું આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ કે પછી એવા નિર્ણયને અમલમાં મૂકવા માટે ઉતાવળ કરી રહ્યા છીએ જેના માટે વાહન માલિકો આવનારા વર્ષોમાં કિંમત ચૂકવવી પડશે.

પેટ્રોલ પંપ પર એક વાહન અટકે છે. નોઝલ ટાંકીમાં જાય છે, મીટર દોડે છે, અને ગ્રાહક પ્રક્રિયા પર વિશ્વાસ કરીને પેટ્રોલ ભરાવે છે. જો કે, તે વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. દેશભરના વાહન માલિકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 ઇંધણનો ઉપયોગ કરવાથી માઇલેજમાં ઘટાડો થયો છે અને જાળવણી ખર્ચમાં વધારો થયો છે. થોડા વર્ષોમાં વાહનના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. સરકાર પણ માઇલેજ ઘટવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી શકી નથી.

રસપ્રદ વાત એ છે કે, ઇંધણને લઇને થઇ રહેલી આ ચર્ચા ફક્ત એન્જિન, માઇલેજ અથવા પ્રદૂષણ વિશે નથી; નીતિ અને ગ્રાહક પસંદગી વિશે પણ ચર્ચા છે. વિશ્વભરના ઘણા દેશોમાં, લોકો હજુ પણ વિવિધ ઇથેનોલ મિશ્રણ સ્તરો સાથે ઇંધણ પસંદ કરી શકે છે. પરંતુ, ભારતે હવે E85 અને E100 માટે માર્ગ મોકળો કરતી વખતે ઓછામાં ઓછું E20 ઇંધણ ફરજિયાત કર્યું છે. આનાથી સંભવિત અને હાલના વાહન માલિકો બંનેમાં ચિંતા વધી છે; જૂના વાહનોના માલિકો ચિંતિત છે કારણ કે તેમની કાર E20-અનુરૂપ નથી, જ્યારે નવા ખરીદદારો એ વાતને લઇને દુવિધામાં છે કે ભવિષ્યના મિશ્રણ સ્તરો કેટલા રહેશે.

સરકાર આને ઉર્જા આત્મનિર્ભરતા તરફના માર્ગ તરીકે રજૂ કરે છે, છતા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ બદલાવની ગતિ ખૂબ ઝડપી છે. E20 પર આટલો ભાર શા માટે છે, અને E5 અને E10ને વિકલ્પો તરીકે કેમ ગણવામાં આવતા નથી? એ જૂના વાહનોનું શું જે એપ્રિલ 2023 પહેલા ખરીદવામાં આવી હતી. કારણ કે આ તારીખથી E20-અનુરૂપ વાહનો દેશમાં આવવાના શરૂ થયા? વાસ્તવમાં, ઇથેનોલ સાથે ભારતની સફર રાતોરાત થઈ નથી; સમયરેખા પર નજર નાખતા આ સફરમાં કેટલા મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નો આવરી લેવામાં આવ્યા છે તે છતી થાય છે.

E20-petrol2
asiainsurancepost.com

ભારતની ઇથેનોલ મિશ્રણની યાત્રા

2003

વાજપેયી સરકાર દરમિયાન, નવ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા 5% ઇથેનોલ મિશ્રણ (E5)ના લક્ષ્ય સાથે પહેલ શરૂ કરવામાં આવી હતી. જો કે, પુરવઠા અને માળખાગત સુવિધાઓની મર્યાદાઓને કારણે, આગામી દાયકા માટે મિશ્રણ સ્તર લગભગ 1.5% પર સ્થિર રહ્યું.

2014-2018

2014 પછી, સરકારે ઇથેનોલની ખરીદી પ્રક્રિયાને સરળ બનાવી. 2018માં 'રાષ્ટ્રીય બાયોફ્યૂઅલ નીતિ' રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાંડ મિલો અને ડિસ્ટિલરીઓને શેરડીના રસ અને ભારે મોલાસીસમાંથી સીધા ઇથેનોલનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શરૂઆતમાં, 2030માં માટે 20% મિશ્રણ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

2021-2022

જૂન 2021માં, સરકારે તેની વ્યૂહરચનામાં સુધારો કર્યો, 2030 થી 2025-26 સુધી E20 ઇંધણના લક્ષ્યાંકને આગળ ધપાવ્યો. જૂન 2022 સુધીમાં, ભારતે પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ (E10)નો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત સમય કરતાં પાંચ મહિના વહેલો પ્રાપ્ત કરી લીધો હતો.

2025-26

નવેમ્બર 2025માં, સરકારે જાહેરાત કરી કે ભારતે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણના લક્ષ્યાંકને સમય પહેલાં પૂર્ણ કરી લીધો છે. ત્યારબાદ, 1 એપ્રિલ, 2026 થી, તેલ કંપનીઓ માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં E20 ઇંધણ વેચવાનું ફરજિયાત બન્યું. બજારમાં E25, E27 અને E30 ઇંધણ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ભારતને ઇથેનોલ મિશ્રણ અપનાવવા અંગે કોઈ વાંધો નથી; દેશે હંમેશાં નવી તકનીકોનું સ્વાગત કર્યું છે. ભારતીય ગ્રાહકોએ CNG અને ઓટોમેટિક ટ્રાન્સમિશન અપનાવ્યું છે, અને હવે તેઓ ઇલેક્ટ્રિક વાહનો (EVs) તરફ આગળ વધી રહ્યા છે. એવામાં, ગ્રાહકો ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણ અપનાવવામાં પાછળ નહીં હટે. પરંતુ, તેમને ઘરે ઉભી રહેલી ગાડીમાં પાર્ક કરેલા વાહનો માટે યોગ્ય ઇંધણ પસંદ કરવાનો પણ અધિકાર હોવો જોઈએય જેમ અન્ય દેશોમાં મળે છે. જ્યારે પણ ઇથેનોલની ચર્ચા થાય છે, ત્યારે બ્રાઝિલ, અમેરિકા અને યુરોપિયન રાષ્ટ્રો સૌ પ્રથમ ધ્યાનમાં આવે છે; આ દેશોએ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપ્યું છે જ્યારે સાથે સાથે ખાતરી કરી છે કે પેટ્રોલ પંપ પર ઓછા મિશ્રણવાળા ઇંધણ ઉપલબ્ધ છે.

E20-petrol
spinny.com

મુખ્ય દેશોમાં ઇંધણમાં ઇથેનોલની બ્લેંડિંગ

બ્રાઝિલ ઇથેનોલ મિશ્રણ માટે વિશ્વનું સૌથી પરિપક્વ બજાર છે. ત્યાં તેલ સંકટ પછી 1970ના દાયકાની શરૂઆતમાં ત્યાં ઇથેનોલ પર કામ શરૂ થયું હતું. આજે, બ્રાઝિલમાં કોઈ વાહન શુદ્ધ પેટ્રોલ (E0) પર ચાલતું નથી; સામાન્ય રીતે પેટ્રોલમાં લગભગ 27% ઇથેનોલ હોય છે, અને E30 પર કામ ચાલી રહ્યું છે. ઘણા વાહનો 100% ઇથેનોલ (E100) પર પણ ચાલી શકે છે. ત્યાં ન્યૂનતમ મિશ્રણ સ્તર E27 છે. આ ઉપરાંત, બ્રાઝિલમાં મોટાભાગની કાર 'ફ્લેક્સ-ફ્યૂઅલ' છે, એટલે કે જો જરૂરી હોય તો તેમને 100% શુદ્ધ ઇથેનોલ (E100)થી બળતણ કરી શકાય છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, બ્રાઝિલે સૌપ્રથમ ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો વિકસાવ્યા અને ત્યારબાદ ઉચ્ચ-મિશ્રણ બળતણ લાગુ કર્યું.

બીજી બાજુ, અમેરિકાએ વિશ્વનું સૌથી મોટું ઇથેનોલ ઉત્પાદક છે. ત્યાંના પ્રમાણભૂત પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ ઇંધણમાં 10% થી 15% ઇથેનોલ (E15) નું મિશ્રણ હોય છે. અમેરિકા તેના મોટા મકાઈ ઉત્પાદનના નોંધપાત્ર ભાગનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરે છે અને E85 (85% ઇથેનોલ) માટે વ્યાપક રિટેલ નેટવર્ક જાળવી રાખે છે. આમ છતા, ગ્રાહકો પાસે હજુ પણ E10 પસંદ કરવાનો વિકલ્પ છે. થાઇલેન્ડ E10 ઇંધણનો વિકલ્પ પણ પ્રદાન કરે છે, જેમાં ઓછામાં ઓછા 10 ટકા ઇથેનોલ મિશ્રણનો સમાવેશ થાય છે અને E20ના ઉપયોગને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. નોંધનીય છે કે, E20 અને E85 બંને ત્યાં ઉપલબ્ધ છે, જે વાહન માલિકોને તેમના વાહનો માટે સૌથી યોગ્ય ઇંધણ પસંદ કરવાની મંજૂરી આપે છે. પેરાગ્વેની વાત કરીએ તો પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ પ્રમાણભૂત છે; જોકે, ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનોની સંખ્યામાં ઝડપી વધારો થવાનો અર્થ એ છે કે સુસંગતતાના મુદ્દાઓ ન્યૂનતમ છે.

ફ્રાન્સમાં પણ 10 ટકા ઇથેનોલ મિશ્રણનો ઉપયોગ થાય છે, પરંતુ સૌથી મોટા યુરોપિયન બજાર તરીકે, તે E85 પર ચાલવા સક્ષમ વાહનો પણ પ્રદાન કરે છે. શરૂઆતમાં, જ્યારે ફ્રાન્સમાં ઇથેનોલ મિશ્રણ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે E85 પર નિયમિત પેટ્રોલ-એન્જિન કાર ચલાવવાની મંજૂરી આપતી કન્વર્ઝન કીટમાં કાનૂની મંજૂરી (હોમોલોગેશન)મળી નહોતી. 2015ની આસપાસ પરિસ્થિતિ બદલાવા લાગી જ્યારે સરકારે આ કન્વર્ઝન કીટને કાનૂની માન્યતા આપી, જેના કારણે E85 ઇંધણની માંગમાં વધારો થયો. આ ઉપરાંત, ફ્રાન્સમાં નિયમિત પેટ્રોલ અને ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણના ભાવમાં લગભગ અડધાનું અંતર જોવા મળે છે.

ભારતમાં E5 અને E10 વિકલ્પો કેમ ઉપલબ્ધ નથી?

એક દલીલ એ છે કે દેશભરમાં E5, E10 અને E20 એકસાથે ઉપલબ્ધ કરાવવાથી તેલ કંપનીઓને અલગ સપ્લાય ચેઇન, સ્ટોરેજ સુવિધાઓ અને વિતરણ પ્રણાલી સ્થાપિત કરવાની જરૂર પડશે. આનાથી ખર્ચ વધશે અને E20 લક્ષ્ય સાથે સંકળાયેલા ફાયદાઓ ઘટશે. જોકે, એવું નથી કે બજારમાં વિવિધ પ્રકારના ઇંધણો ઉપલબ્ધ નથી.

ઇન્ડિયન ઓઇલ પ્રીમિયમ ઇંધણ વિકલ્પો તરીકે XP95 (95 ઓક્ટેન) અને XP100 (100 ઓક્ટેન) પેટ્રોલ વેચે છે. તેવી જ રીતે, ભારત પેટ્રોલિયમ આઉટલેટ્સ 'સ્પીડ' અને 'સ્પીડ 97' ઓફર કરે છે, જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ 'પાવર' અને 'પાવર 95' બ્રાન્ડ હેઠળ પ્રીમિયમ પેટ્રોલ વેચે છે. આ બધા હાઇ-ઓક્ટેન ઇંધણ છે, જે હાઇ પરફોર્મન્સ વ્હીકલ્સના એન્જિનમાં નોકિંગે ઘટાડે છે અને પ્રદર્શન સારું કરે છે. પેટ્રોલિયમ કંપનીઓ આ ઇંધણ માટે અલગ વિતરણ નેટવર્ક, સ્ટોરેજ સુવિધાઓ અને ડિસ્પેન્સર્સનો ઉપયોગ કરે છે. જો આ ઇંધણ માટે અલગ વ્યવસ્થા શક્ય હોય, તો E5 અથવા E10 ઇંધણ માટે વિકલ્પ પણ કેમ ન આપી શકાય?

વિશ્વભરના ઘણા દેશોમાં ઇથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રો આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા, મૂડીના પ્રવાહને રોકવા અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે. જો કે, આ વચ્ચે, ભારતે પણ આ દેશોના અનુભવોમાંથી શીખવાની જરૂર છે. ઉચ્ચ ઇથેનોલ ઇંધણની સાથે ઓછા મિશ્રણવાળા ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. સમય જતા જૂના વાહનો ધીમે ધીમે ફેઝ આઉટ થઇ જાય છે, જે ઓછા મિશ્રણવાળા ઇંધણ બજારમાંથી પાછા ખેંચી શકાય છે; આ દરમિયાન, વાહન માલિકો ઓછામાં ઓછા મનની શાંતિથી તેમની કાર ચલાવી શકશે.

બજારમાં કન્વર્ઝન કીટ ઉપલબ્ધ કરાવવી એ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે આવી કીટથી ફ્રાન્સમાં ફ્લેક્સ-ફ્યૂઅલ બજારની દશા બદલી દીધી છે. તાજેતરમાં, ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA)ના ડિરેક્ટર જનરલ દીપક બલ્લાનીએ આજ તકને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે આવી આયાતી કીટનું પરીક્ષણ કર્યું છે, જે જૂના BS4 અને BS6 વાહનો માટે મોટાભાગે સફળ સાબિત થયા છે. જોકે આ કીટની પ્રારંભિક કિંમત ઊંચી છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન તેમને સરેરાશ ગ્રાહક માટે પોસાય તેવી બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.