- Tech and Auto
- શું E20 પેટ્રોલને કારણે ટાંકીના ઢાકણાંની આજુબાજુ કીડીઓ આવે છે? BPCLએ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી...
શું E20 પેટ્રોલને કારણે ટાંકીના ઢાકણાંની આજુબાજુ કીડીઓ આવે છે? BPCLએ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી
E20 પેટ્રોલ સંબંધિત એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના કારણે કીડીઓ વાહનોના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ ભેગી થઇ જાય છે. આ સમાચાર ઝડપથી હજારો લોકો સુધી પહોંચી ગઈ અને ઘણા વાહન માલિકોના મનમાં સવાલો પણ ઉભા થઇ ગયા. પરંતુ શું ખરેખર E20 પેટ્રોલમાં કંઈક એવું છે જે કીડીઓને આકર્ષે છે? કે પછી આ ફક્ત બીજી એક વાયરલ અફવા છે? BPCLએ હવે આ મુદ્દા પર વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, E20 પેટ્રોલને કીડીઓ સાથે જોડવાના દાવાઓનો કોઈ આધાર નથી.
તાજેતરમાં, E100 ઇંધણને કાનૂની મંજૂરી મળ્યા પછી, સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રણ અંગે વિવિધ પોસ્ટ્સ દેખાવા લાગી. આવા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ અથવા E20 ઇંધણના ઉપયોગને કારણે કીડીઓ પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ ભેગી થઈ રહી છે. લોકોનું આવું માનવાનું કારણ એ માટે હતું કે, તેમને છે કે, ઇથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવે છે. જોત જોતામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ ગયો.
https://twitter.com/BPCLimited/status/2067167037710020929
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, તે વાહનોના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ કીડીઓ ભેગી થઈ રહી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ હવે આ દાવાનો જવાબ આપ્યો છે, અને તે વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.
BPCLએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. BPCLના મતે, પેટ્રોલમાં ઉમેરવામાં આવતું ઇંધણ-ગ્રેડ ઇથેનોલ એક ખાસ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે આથો અને ડિસ્ટિલેશનની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે અંતિમ ઉત્પાદિત વસ્તુમાં કોઈ પણ પ્રકારની ખાંડ રહેતી નથી.
કંપનીએ જણાવ્યું કે ઇંધણ ઇથેનોલમાં ડિનાચ્યુરેન્ટ્સ ઉમેરવામાં આવે છે, જે જંતુઓ અને જીવાતોને દૂર રાખવાનું કામ કરે છે. તેથી, ઇથેનોલમાં કીડીઓને આકર્ષિત કરી શકે તેવા કોઈ તત્વો હોતા નથી. BPCLના મતે, જ્યારે ઇથેનોલને પેટ્રોલ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે પેટ્રોલની હાઇડ્રોકાર્બન આધારિત ગંધ પ્રબળ રહે છે. ઇથેનોલની કોઈ અલગ ગંધ કીડીઓ અથવા અન્ય જંતુઓને આકર્ષવા માટે એટલી બધી તીવ્ર નથી હોતી.
કંપનીએ એમ પણ કહ્યું કે, ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ પરંપરાગત પેટ્રોલ કરતાં ઓછી ઇંધણ વરાળ ઉત્પન્ન કરે છે. તેથી, કીડીઓ વાહનના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ એકઠી થવાનું કોઈ કારણ નથી. BPCLએ સ્પષ્ટપણે કહ્યું છે કે, E20 પેટ્રોલ અને કીડીઓ વચ્ચે કોઈ જોડાણ સાબિત કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. કંપની જણાવે છે કે, સોશિયલ મીડિયા પર ફરતા આવા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને લોકોએ તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

