બોલો... AIથી દુલ્હનો બનાવી મેટ્રોમોનિયલ સાઈટ પરથી ઠગતી ટોળકી પકડાઈ, સુંદરતાથી મોહિત થઇ જતા કુંવારા...

ફોન આવ્યો. બીજી બાજુથી એક મધુર અવાજ હતા, કહેવામાં આવ્યોપં કે તમારી પ્રોફાઇલ માટે પરફેક્ટ સંબંધ મળી ગયો છે. પછી ફોટા શેર કરવામાં આવ્યા, વાતચીત થઈ, વિશ્વાસ સ્થાપિત થયો, અને ધીમે-ધીમે બેંક ખાતામાંથી પૈસા ગાયબ થવા લાગ્યા. પરંતુ, જે દુલ્હનના સપના બતાવવામાં આવી રહ્યા હતા તે હકીકતમાં હતી જ નહીં. કાનપુર પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે AI અને ફોટો-એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને મહિલાઓની નકલી છબીઓ બનાવીને કુંવારાઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી હતી.

કાનપુર પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે નકલી મેટ્રોમોનિયલ વેબસાઇટ્સ અને કોલ સેન્ટરો ચલાવીને લગ્નના નામે લોકોને છેતરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ 'પરફેક્ટ રિશ્તા', 'શાદી મેચ' અને 'શાદી મેચ ઇન્ડિયા' જેવા નામોથી કાર્યરત હતી. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે એક યુવકે પોલીસને ફરિયાદ કરી કે તેણે લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર નોંધણી કરાવી છે. તેની પાસેથી વિવિધ ફી શ્રેણીઓ હેઠળ આશરે ₹4 લાખ વસૂલવામાં આવ્યા હતા, પરંતુ લગ્ન તો દૂર, તેને કોઇ વાસ્તવિક સંબંધ પણ ન મળ્યો. ફરિયાદ બાદ, પોલીસ કમિશનર રઘુવીર લાલના નિર્દેશો હેઠળ IPS અધિકારી અંજલિ વિશ્વકર્માના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. ઘણાં દિવસોની તપાસ અને દેખરેખ પછી પોલીસે ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પરથી યુવાનોનો ડેટા એકત્રિત કરતી હતી. ત્યારબાદ ગેંગના કોલ સેન્ટરમાં બેસીને ટેલિકોલર પોતાને લગ્નના સલાહકાર બતાવીને પુરુષોનો સંપર્ક કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ ઇન્ટરનેટ પરથી મહિલાઓના ફોટા ડાઉનલોડ કરતા હતા અને આકર્ષક પ્રોફાઇલ બનાવવા માટે AI અને એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. આ નકલી પ્રોફાઇલનો ઉપયોગ લોકોને વિશ્વાસમાં લઇને, તેમને લગ્નનું વચન આપીને લલચાવવા માટે કરવામાં આવતો હતો.

પહેલા નોંધણી ફી, પ્રોફાઇલ એક્ટિવેશન ફીસ, ત્યારબાદ સંબંધ ફાઇનલ કરાવવાની ફી અને વાતચીત અથવા મીટિંગને સરળ બનાવવાના નામે વિ પૈસા પડાવવામાં આવતા હતા. પોલીસનું કહેવું છે કે આ રીતે હજારો લોકોને નિશાન બનાવવામાં આવ્યા, પરંતુ કોઇના લગ્ન ન થયા.

પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે આરોપીઓ એક ગેંગ બનાવીને અપરિણીત વ્યક્તિઓને નિશાન બનાવતા હતા. તેઓ લગ્નના નામે નકલી મેટ્રિમોનિયલ સાઇટ્સ પર નોંધણી કરાવતા હતા. આ ગેંગ કુંવારા લોકો સાથે વાત કરવા માટે યુવતીઓને કામે રાખી હતી અને તેમને ખાતરી આપતી હતી કે તેમના લગ્ન પાક્કા થઈ ગયા. ત્યારબાદ, તેઓ ધીમે-ધીમે વિવિધ ફીના બહાને લાખો રૂપિયા ઉઘરાવતા હતા. એક વર્ષ દરમિયાન તેઓએ હજારો લોકોને ભોગ બનાવ્યા છે, પરંતુ કોઇને લગ્ન થયા નહીં.

AI-Gang2
aajtak.in

આ કેસમાં, પોલીસે રણજીત નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અમિત કુમાર, જાગૃતિ અને અન્ય એક યુવક ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમિત કુમાર કાનૂની સલાહ આપતો હતો; જ્યારે પણ પીડિતો છેતરપિંડી માટે તેમની સામે કેસ દાખલ કરે છે ત્યારે તે આરોપીઓનો બચાવ કરવામાં મદદ કરતો હતો. પોલીસે એ પણ ખુલાસો કર્યો, તેમણે છત્તીસગઢની લગ્ન કરાવનારી એક મેટ્રિમોનિયલ એજન્સી 'પરફેક્ટ' માટે ફ્રેન્ચાઇઝી લઇ રાખી છે, અને પોતાની ઘણી નકલી વેબસાઇટ્સ ચલાવે હતા.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પરથી યુવાનોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. તેમના કોલ સેન્ટરમાં બેઠી ટેલિકોલર પછી પુરુષોનો સંપર્ક કરતી અને પોતાને લગ્ન સલાહકાર ગણાવતી હતી. અને તેમને સંભવિત લગ્નનો ભરોસો આપાવતી હતી. આ ગેંગ ઇન્ટરનેટ પરથી મહિલાઓના ફોટા ડાઉનલોડ કરતી અને તેમને AI અને એડિટિંગ ટૂલ્સની મદદથી આકર્ષક પ્રોફાઇલમાં રૂપાંતરિત કરતા હતા. તપાસ દરમિયાન, પોલીસે ડઝનબંધ મોબાઇલ ફોન, રજિસ્ટર, બેંક દસ્તાવેજો, ATM કાર્ડ, QR કોડ, કમ્પ્યુટર સિસ્ટમ અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા.

About The Author

Related Posts

Top News

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-08-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.