- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 30-07-2026
દિવસ: ગુરુવાર
મેષ: પોતાના સ્વભાવથી પરિચિત થવાનો સમય છે, સૌદર્યને લગતા કાર્યોમાં લાભ મળે.
વૃષભ: આજનો દિવસ ધન ધાન્યમાં વૃદ્વિ થશે પરંતુ, તેની સાથે ખર્ચ પણ વધશે, પરિવારમાં નાની મોટી રકઝક થાય.
મિથુન: આજે તમે પોતાની જ કોઇ ભૂલમાં અથવા લાપરવાહીમાં રહીને સંકટમાં ફસાશો, વાહન ધીમે ચલાવવા સુચન છે, કોઇપણ જોખમ વાળું કાર્ય કરવું નહીં.
કર્ક: મિશ્ર ફળદાયી દિવસ રહે, વિચારી સમજીને આજે તમે દરેક કાર્ય કરશો, ભૌતિક સુવિધામાં વધારો થાય, પરિવારમાં ઘર્ષણ ટાળવું.
સિંહ: આજનો દિવસ તમને વ્યક્તિગત સુખમાં વધારો આપશો, આજે લાગણીશીલ બનીને કોઇ નિર્ણય લેવો નહીં.
કન્યા: આજે માનસિક રાહત રહેશે, વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ આવી શકે, લોન લેવી પડે આર્થિક સમતોલનમાં ગડબડ થઇ શકે.
તુલા: શારિરીક કમજોરી અથવા શરીરમાં જટીલતા અનુભવશો, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વધશે.
વૃશ્વિક: આજે તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં વિજય પ્રાપ્ત કરશો, દાંમપત્યજીવનમાં અને પરિવારમાં પણ આજે સુમેળ રહે.
ધન: ભાગ્યને દોષ આપ્યા વગર મહેનત ઉપર ધ્યાન આપવું, સમાજની જરૂર પડે મદદ મળી શકશે, પરિવારમાં વાતાવરણ સારું રહેશે.
મકર: આજના દિવસે બૌદ્વિક તેમજ શારીરિક બંને પ્રકારના પરિશ્રમ કરવા પડશે, છેતરામણના યોગથી સાચવવું.
કુંભ: સામાન્ય આવક સાથે દિવસ પસાર થશે, સમજી વિચારીને વાણીનો પ્રયોગ કરવો, શરદી, ખાંસી જેવા દર્દ થાય.
મીન: ધન લાભ આજે ચોક્કસ થશે, પરંતુ શરૂઆતમાં વિલંબ અને અસફળતાના લીધે નિરાશા અનુભવશો.

