ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે ઈજાઓનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. અહેવાલો અનુસાર BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)માં ખેલાડીઓની ફિટનેસ પર સારી રીતે કામ કરવામાં આવી રહ્યું નથી, જેના કારણે ભારતીય ખેલાડીઓમાં વારંવાર ઈજાઓ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓને ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI શ્રેણી દરમિયાન ઈજાઓ થઈ હતી. ODI કેપ્ટન શુભમન ગિલે તો આને ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને જસપ્રીત બૂમરાહ જેવા ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમનો ભાગ છે.

team-india
BCCI

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને જે હેનસ્ટ્રિંગની ઈજાઓ થઇ રહી છે તેનું કારણે સંપૂર્ણ ફિટનેસનો અભાવ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા, તેઓ સંપૂર્ણપણે ફિટ નહોતો, છતા તેમને રમવાની તક આપવામાં આવી હતી. BCCIના સૂત્રોના જણાવ્યા મુજબ, એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા અને સેન્ટર ઓફ એક્સેલન્સ વચ્ચે વાતચીતનો અભાવ છે. અહેવાલો મુજબ, નીતિન પટેલના ગયા પછી CoEએ ઓફ મેડિકલ સ્ટાફના વડાની નિમણૂક કરી નથી.

અહેવાલો મુજબ, BCCI હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને વારંવાર થતી ઈજાઓથી ખુશ નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે હર્ષિત રાણાને રમવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી. એવો આરોપ છે કે તેને ટીમ મેનેજમેન્ટના દબાણ હેઠળ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. હર્ષિત રાણાએ ઘૂંટણની ઈજા પહેલાવાળું બોડી વેટ હાંસલ કર્યું ન હોવા છતા, તેને રમવાની મંજૂરી આપવામાં આવી હતી.

harshit-sundar
ndtvprofit.com

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, વોશિંગ્ટન સુંદરને પણ T20 વર્લ્ડ કપ માટે ઉતાવળમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, સુંદર ટીમમાં જોડાયા પછી મેચ રમવા માટે ફિટ થવામાં 10 દિવસ લાગ્યા. ટીમ મેનેજમેન્ટે તેને ટૂર્નામેન્ટ દરમિયાન જ તૈયાર થવા માટે દબાણ કર્યું.

About The Author

Related Posts

Top News

ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે ઈજાઓનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. અહેવાલો અનુસાર BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ...
Sports 
ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેતૃત્વમાં, સોમવારે દિલ્હીમાં જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન...
World 
ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018ના નિકોલ પોલીસ...
Gujarat 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી થતા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. બેંગલુરુમાં એક હાઇ-પ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં AI...
National 
AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી
Copyright (c) Khabarchhe All Rights Reserved.